Xiaomi લાવી રહ્યું છે નવો પાવરફુલ ફોન Redmi Turbo 5 , Amazon પર થશે ઉપલબ્ધ 

Xiaomi એ Redmi Turbo 5 ની સાથે બીજા વધારાના ડિવાઈસ પણ રજૂ કરી શકે છે 

Xiaomi લાવી રહ્યું છે નવો પાવરફુલ ફોન Redmi Turbo 5 , Amazon પર થશે ઉપલબ્ધ 

Photo Credit: Xiaomi

આ વર્ષે જાન્યુઆરીમાં Redmi Turbo 5   ચીનમાં લોન્ચ થયો હતો .

હાઇલાઇટ્સ
  • Redmi Turbo 5 ભારતમાં જૂનની શરૂઆતમાં લોન્ચ થઈ શકે
  • ફોન Media Tek Dimensity 8500 Ultra ચિપસેટથી ચાલે તેવી સંભાવના
  • Redmi Turbo 5 માં 7,560mAh ની મોટી બેટરી આપવામાં આવી
જાહેરાત

ચીનમાં Redmi Turbo 5  લોન્ચ થયા બાદ હવે Xiaomi એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં પણ એન્ટ્રી  કરશે . Redmi Turbo સીરીઝનો આ પહેલો ફોન ભારતમાં રજૂ થવાનો છે અને તેને પરફોર્મન્સ ફોક્સ્ડ સ્માર્ટફોન તરીકે લાવવામાં આવશે . કંપનીએ આ ફોનને Amazon પર ઉપલબ્ધ  કરાવવાની પણ જાહેરાત કરી છે , જ્યાં તેના માટે પહેલેથી જ માઈક્રોસાઈટ લાઈવ થઈ ગઈ છે . Xiaomi એ Redmi Turbo 5 ની સાથે બીજા વધારાના ડિવાઈસ પણ રજૂ કરી શકે છે . આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ Sony IMX882 પ્રાઈમરી સેન્સર અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા - વાઈડ કેમેરા મળી શકે

ટિપસ્ટર યોગેશ બ્રારના જણાવ્યા મુજબ , Redmi Turbo 5  ભારતમાં જૂનની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે . તેમણે દાવો કર્યો છે કે ભારતીય  વેરિઅન્ટ ચીનમાં લોન્ચ કરાયેલા મોડેલ જેવી જ સ્પેસિફિકેશન્સ સાથે આવશે . આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે , જે 1.5K  રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે . ડિસ્પ્લે HDR10+ , Dolby Vision અને 3,500 nits સુધીની પીક બ્રાઇટનેસ જેવી પ્રીમિયમ સુવિધાઓ સાથે આવી શકે છે .

આ ફોન Media Tek Dimensity  8500 Ultra ચિપસેટથી ચાલે તેવી સંભાવના છે . આના સાથે જ તેમાં Android 16 આધારિત HyperOS 3 મળશે . Redmi Turbo 5 માં 16GB સુધી LPDDR5X RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ વિકલ્પ મળી શકે છે .

કેમેરાની વાત કરીએ તો,  આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ Sony IMX882 પ્રાઈમરી સેન્સર અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા - વાઈડ કેમેરા મળી શકે છે . સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે . 

વાત કરીએ બેટરી વિભાગની તો , Redmi Turbo 5  માં 7,560mAh ની મોટી બેટરી આપવામાં આવી શકે છે , જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરશે  .

ટીઝર ઇમેજ મુજબ આ ફોનમાં ફ્લેટ રિયર પેનલ , ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને Redmi બ્રાન્ડિંગ જોવા મળે છે . ચીનમાં Redmi Turbo 5  ની શરૂઆતની કિંમત CNY 2,299 ( લગભગ રૂપિયા 30,000 ) રાખવામાં આવી હતી .


 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  2. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  3. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  4. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  5. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  6. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  7. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  8. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  9. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  10. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »