સેમસંગે તાજેતરમાં જ તેનું નવું 2nm Exynos 2600 ચિપસેટ લોન્ચ કર્યું છે, જે વિશ્વનું પ્રથમ 2nm મોબાઇલ ચિપ છે, તે ઈન્ડસ્ટ્રીની પ્રથમ 2nm ગેટ-ઓલ-અરાઉન્ડ (GAA) પ્રક્રિયા પર બનાવાઈ છે.
Photo Credit: Samsung
Exynos 2600 2nm GAA પ્રોસેસ પર બનાવેલું પહેલું અદ્યતન ચિપસેટ છે
સેમસંગે તાજેતરમાં જ તેનું નવું 2nm Exynos 2600 ચિપસેટ લોન્ચ કર્યું છે, જે વિશ્વનું પ્રથમ 2nm મોબાઇલ ચિપ છે, તે ઈન્ડસ્ટ્રીની પ્રથમ 2nm ગેટ-ઓલ-અરાઉન્ડ (GAA) પ્રક્રિયા પર બનાવાયું છે. નવો ચિપસેટ નોંધપાત્ર આર્કિટેક્ચર બદલાવ રજૂ કરે છે. તે ટ્રેડિશનલ કોર કોન્ફિગરેશનને સ્થાને હાઈ એફિશિએન્સી મશીન લર્નિંગ અને સતત ગેમિંગ પ્રદર્શનને પ્રાથમિકતા આપે છે.
તેનો ઉપયોગ Galaxy S26 સિરીઝના કેટલાક મોડેલો S26 Pro અને S26 Edgeમાં કરાયો છે. આ ચિપમાં સુધારેલ થર્મલ પર્ફોર્મન્સ, પાવર કાર્યક્ષમતા અને AI સુવિધાઓ છે, જે Qualcomm ને ટક્કર આપી શકે છે અને સેમસંગને પુનરાગમન કરવામાં મદદ કરી શકે છે.
Exynos 2600 માં નવીનતમ Armv9.3 આર્કિટેક્ચર પર આધારિત 10-કોર CPU માળખું છે. તેના પુરોગામીના "ટ્રાઇ-ક્લસ્ટર" (મોટા, મધ્યમ અને નાના કોરો) ડિઝાઇનથી અલગ, Exynos 2600 પર્ફોર્મન્સને સારું બનાવવા માટે "નાના" એફિશિએન્સી કોરને "મધ્યમ" કોરથી બદલે છે.
Exynos 2600 પ્રોસેસર હાલમાં Geekbench પર મોડેલ નંબર S5E9965 સાથે દેખાયું છે. આ SoC ને સિંગલ-કોર ટેસ્ટમાં 2,155 અંક અને મલ્ટિ-કોર ટેસ્ટમાં 7,788 અંક પ્રાપ્ત થાય છે. તેમાં 10-કોર CPU સેટઅપ છે, મુખ્ય કોર 3.55GHz પર, ત્રણ પરફોર્મન્સ કોર 2.96GHz પર અને છ કોર 2.46GHz પર કામ કરે છે.
2nm ટેક્નોલૉજી: તે 2nm GAA (ગેટ-ઑલ-અરાઉન્ડ) પ્રોસેસ પર બનાવેલ પહેલું ચિપસેટ છે, જે શ્રેષ્ઠ પરફૉરમેન્ટસ અને પાવર એફિશિએન્સી આપે છે.
સીપીયુ કન્ફિગરેશન: તેમાં10-કોર સીપીયુ છે: એક 3.55GHz પ્રાઇમ કોર, ત્રણ 2.96GHz પરફૉરમેન્ટસ કોર અને છ 2.46GHz એફિશિયન્સી કોર.
મોબાઇલ SoC ઉદ્યોગ માટે સૌપ્રથમ વાર ઉપયોગમાં લેવાઈ છે. આ ટેકનોલોજી, હાઇ-કે EMC મટિરિયલ્સની સાથે, હીટ-ટ્રાન્સફર પાથને ઑપ્ટિમાઇઝ કરે છે અને થર્મલ પ્રતિકારને 16% ઘટાડે છે, જેનાથી હાઇ-એન્ડ ગેમિંગ જેવા ભારે વર્કલોડ દરમિયાન આંતરિક તાપમાન સ્થિર રહે છે. જેમાં હિટ ઓછી થાય છે અને બેટરી લાઇફ સુધરે છે.
AI અને કેમેરા: આ AI-પાવર્ડ ફીચર્સ અને શ્રેષ્ઠ કેમેરા ઑપ્ટિમાઇઝેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોફ્ટવેર દ્વારા ઈમેજ ગુણવત્તામાં સુધારો થશે.
ગીકબેંચના સ્કોર: ગીકબેંચ પર સિંગલ-કોરમાં 2,155 અને મલ્ટિ-કોર 7,788 પોઈન્ટ્સ મળે છે, જે ખૂબ જ યોગ્ય છે.
જાહેરાત
જાહેરાત