જો તમે Samsung Galaxy A26 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તક ફાયદાકારક સાબિત થઈ શકે છે .
Photo Credit: Samsung
Samsung Galaxy A26 5G માં 6.7 ઇંચ FHD + Infinity -U Super AMOLED ડિસ્પ્લે છે .
જો તમે નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો , તો Samsung Galaxy A26 5G પર મળતી હાલની ઓફર તમારા માટે આકર્ષક બની શકે છે .ઈ - કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ હાલમાં આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ તેમજ બેંક ઓફર્સ આપી રહ્યું છે , જેના કારણે ગ્રાહકોને નોંધપાત્ર બચત કરવાનો મોકો મળી રહ્યો છે . આ ઉપરાંત , એક્સચેન્જ ઓફરનો લાભ લઈને કિંમતને વધુ ઓછી કરી શકાય છે . ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ સાથે Samsung Galaxy A26 5G હાલમાં મિડ - રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં એક આકર્ષક વિકલ્પ બની શકે છે .
Samsung Galaxy A26 5G ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ફ્લિપકાર્ટ પર રૂપિયા 20,999 રાખવામાં આવી છે . લોન્ચ સમયે આ મોડેલની કિંમત રૂપિયા 24,999 હતી , એટલે કે ગ્રાહકોને સીધો રૂપિયા 4000 નો લાભ મળી રહ્યો છે . Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રહકોને વધારાના રૂપિયા 1050 સુધીની છૂટ પણ મળે છે , જેના કારણે આ ફોનની અસરકારક કિંમત આશરે રૂપિયા 19,949 સુધી પહોંચી જાય છે .
હવે વાત ફીચર્સની તો , Samsung Galaxy A26 5G માં 6.7 ઇંચની FHD + Infinity -U Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ ને સપોર્ટ કરે છે . ફોનમાં Exynos 1380 ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે રોજિંદા ઉપયોગ તેમજ મલ્ટિટાસ્કિંગ માટે સારો અનુભવ આપે છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ સામેલ છે .
આ સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે , જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ડિવાઈસ Android 15 આધારિત Samsung One UI 7 પર કાર્ય કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , 4G VoLTE, Wi -Fi , Bluetooth 5.3 , GPS , NFC અને USB Type - C પોર્ટ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે .
ફોટોગ્રાફી માટે Samsung Galaxy A26 5G માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં OIS સપોર્ટ સાથે 50MPનો મેક્રો સેન્સર સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
આ ફોનની જાડાઈ માત્ર 7.7mm છે અને તેનું વજન 200 ગ્રામ છે . સાથે જ ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેને વધુ ટકાઉ બનાવે છે . ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ સાથે Samsung Galaxy A26 5G હાલમાં મિડ - રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં એક આકર્ષક વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત