Samsung Galaxy F70 Pro 5Gમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે
Photo Credit: Samsung
આ સ્માર્ટફોનમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે .
દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન કંપની સેમસંગ આવતા મહિનાની શરૂઆતમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy F70 Pro 5G લોન્ચ કરવા જઈ રહી છે . આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ , AMOLED ડિસ્પ્લે અને 6,000mAhની મોટી બેટરી મળશે . કંપનીએ જણાવ્યું છે કે ફોન 4K વિડીયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરશે અને ત્રણ કલરમાં વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે .
સેમસંગે જાહેરાત કરી છે કે Samsung Galaxy F70 Pro 5G ભારતમાં 3 ઓગસ્ટે લોન્ચ થશે તેની શરૂઆતની કિંમત રૂપિયા 25,999 રાખવામાં આવી છે . 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 25,999, 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 29,999 અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 34,999 હશે . લોન્ચ સમયે ખાસ ઓફર્સ પણ મળશે . આ સ્માર્ટફોન કંપનીના ઓનલાઈન સ્ટોર અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે . ફોન ગ્રીન , બ્લેક સહિત ત્રણ કલરમાં આવશે .
આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે Full HD+ Super AMOLED ડિસ્પ્લે મળશે . ડિસ્પ્લેને Corning Gorilla Glass Victus+ નું પ્રોટેકશન આપવામાં આવ્યું છે . ફોનમાં Snapdragon ચિપસેટ આપવામાં આવશે , જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપશે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો OIS સપોર્ટવાળો મુખ્ય કેમેરા , 5MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા મળશે . પાછળની તરફ LED ફ્લેશ પણ હશે . સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળ HDR સપોર્ટવાળો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે .
Samsung Galaxy F70 Pro 5Gમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીના જણાવ્યા અનુસાર , એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા પછી ફોનમાં 24 કલાકથી વધુ YouTube વિડીયો જોઈ શકાશે , 8 કલાકથી વધુ ગેમિંગ કરી શકાશે અને લગભગ 12 કલાક સુધી સોશિયલ મીડિયા બ્રાઉઝિંગ કરી શકાશે . આ ઉપરાંત ફોનમાં 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera