Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર

Galaxy F70 Proને Samsung Indiaની વેબસાઈટ , BIS સર્ટિફિકેશન અને Bluetooth SIG ડેટાબેઝમાં પણ જોવામાં આવ્યો હતો

Samsung Galaxy F70 Proએ  Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો  Geekbench પર

Photo Credit: Samsung

Samsung Galaxy M47 5G જૂનમાં લોન્ચ થયો હતો .

હાઇલાઇટ્સ
  • Samsung આ ડિવાઈસને છ વર્ષ સુધી Android OS અપડેટ્સ આપી શકે
  • ફોન One UI 8.5 આધારિત Android 16 સાથે
  • Galaxy F70 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
જાહેરાત

Samsung Galaxy F70 Proના લોન્ચ પહેલાં તેની મહત્વપૂર્ણ વિગતો Geekbench લિસ્ટિંગ દ્રારા સામે આવી છે . SM - E476B મોડલ નંબર સાથે જોવા મળેલા આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવશે તેની પુષ્ટિ થઈ છે . આ જ ચિપસેટ તાજેતરમાં લોન્ચ થયેલા Samsung Galaxy M47માં પણ આપવામાં આવ્યો હતો . સતત સામે આવી રહેલા સર્ટિફિકેશન અને લીક્સને જોતા આ વાત સ્પષ્ટ થાય છે કે કંપની આ સ્માર્ટફોનને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકે છે .

Samsung Galaxy F70 Pro Greekbench પર :
Geekbench લિસ્ટિંગ મુજબ Samsung Galaxy F70 Proમાં 8GB RAM અને Android 16 OS મળશે . બેન્ચમાર્ક ટેસ્ટમાં ફોનને સિંગલ - કોર ટેસ્ટમાં 998 અને મલ્ટી કોર ટેસ્ટમાં 3,090 સ્કોર મળ્યો છે . લિસ્ટિંગમાં ' parrot ' કોડનેમ ધરાવતો મધરબોર્ડ અને Adreno GPU પણ જોવા મળે છે .


આ પહેલા Galaxy F70 Proને  Samsung Indiaની વેબસાઈટ , BIS સર્ટિફિકેશન અને Bluetooth SIG ડેટાબેઝમાં પણ જોવામાં આવ્યો હતો . જેના કારણે તેની લોન્ચિંગની તૈયારી પણ પૂર્ણ દેખાય છે . પહેલાના અહેવાલો મુજબ ફોનમાં 6.7 ઇંચની Super AMOLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરી મળી શકે છે .

કેમેરાની વાત કરીએ તો  Galaxy F70 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે , જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર OIS સાથે મળશે . ફોનમાં NFC , IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ , LPDDR5X RAM અને UFS 3.1 સ્ટોરેજ જેવી સુવિધાઓ પણ મળવાની શક્યતા છે .

હવે વાત સોફ્ટવેરની તો, ફોન One UI  8.5 આધારિત Android 16 સાથે આવી શકે છે . લીક્સ અનુસાર Samsung આ ડિવાઈસને  છ વર્ષ સુધી Android OS અપડેટ્સ આપી શકે છે . ડિઝાઈનમાં પણ લેધર જેવી ફિનિશવાળો રિયર પેનલ જોવા મળી શકે છે .

લીક થયેલી માહિતી અનુસાર Samsung Galaxy F70 Pro ત્રણ સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ થઈ શકે છે . 6GB + 128GB મોડલની કિંમત રૂપિયા 32,999, 8GB +128GB  વેરિઅન્ટની કિંમત રૂપિયા 36,999 અને 8GB + 256GB મોડલની કિંમત રૂપિયા 41,999 હોઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  2. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  3. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  4. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  5. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  6. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  7. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  8. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  9. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  10. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »