Samsung Galaxy નો અનપેક્ડ 2026 ઇવેન્ટ આ મહિનાના અંતમાં યોજાશે. આ જાહેરાત કંપની દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં નેક્સ્ટ જનરેશનના Samsung Galaxy S26 સિરીઝ લોન્ચ કરાશે તેવી ધારણા છે.
Photo Credit: Samsung
આગામી ઇવેન્ટ કંપનીનો વર્ષનો પહેલો ગેલેક્સી અનપેક્ડ છે.
Samsung Galaxy નો અનપેક્ડ 2026 ઇવેન્ટ આ મહિનાના અંતમાં યોજાશે. આ જાહેરાત કંપની દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં નેક્સ્ટ જનરેશનના Samsung Galaxy S26 સિરીઝ લોન્ચ કરાશે તેવી ધારણા છે.
દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ અનુસાર તેમાં ગેલેક્સી AI ફીચરનો સમૂહ હશે જે આપણા ડિવાઈઝને સરળ અને સ્મૂધ બનાવશે. સેમસંગે ભારત અને વૈશ્વિક બજારોમાં ફોન માટે પ્રી-રિઝર્વેશન પણ શરૂ કરી દીધું છે. એક પોસ્ટમાં, સેમસંગે તેના આગામી ગેલેક્સી અનપેક્ડ 2026 ની વિગતો રજૂ કરી છે. આ કાર્યક્રમ તે 25 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન જોસમાં સવારે 10 વાગ્યે PT/1 વાગ્યે ET (10:30 વાગ્યે IST) પર યોજાશે. આ ઇવેન્ટ Samsung.com, Samsung Newsroom અને તેની સત્તાવાર YouTube ચેનલ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે ગ્રાહકો રૂ. 999 ચૂકવીને ગેલેક્સી પ્રી-રિઝર્વ VIP પાસ મેળવી શકે છે અને આગામી ગેલેક્સી ફોન ખરીદતી વખતે ઈ-સ્ટોર વાઉચર દ્વારા 5,000 રૂપિયાના લાભોનો આનંદ માણી શકે છે. વધુમાં, રૂ. 50,000 ના ગિવઅવેમાં તેમની એન્ટ્રી આપોઆપ કન્ફર્મ થશે.
સેમસંગ દ્વારા આગામી ઇવેન્ટમાં નેક્સ્ટ જનરેશન ગેલેક્સી S સિરીઝના ઈન્ટ્રોડક્શનને ટીઝ કરાયું છે. એક અહેવાલ પ્રમાણે કંપની તેમાં ત્રણ મોડેલ - સેમસંગ ગેલેક્સી S26, ગેલેક્સી S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રા રજૂ કરી શકે છે. કંપની કહે છે કે આ લાઇનઅપ રોજિંદા ઇન્ટરેક્શનને સરળ બનાવવા અને " ગેલેક્સી AI ને હાથમાં લેતા જ સરળતાથી ઈન્ટિગ્રેટેડ લાગે તે માટે બનાવવામાં આવ્યું છે".
ગેલેક્સી S26 સિરીઝની લોન્ચ તારીખ અગાઉના લીક્સની પુષ્ટિ કરે છે, જેમાં હેન્ડસેટ માટે 25 ફેબ્રુઆરી અંદાજિત લોન્ચ તારીખ તરીકે સૂચવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પ્રી-સેલ સમયગાળો 5 માર્ચથી 10 માર્ચ સુધી ચાલવાની ધારણા છે. સેમસંગ ગેલેક્સી S26, ગેલેક્સી S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રા 11 માર્ચ બજારમાં આવી શકે છે.
જ્યારે ગેલેક્સી S26, ગેલેક્સી S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રા રજૂ કરાશે ત્યારે આ ઈવેન્ટમાં તેની સાથે જ ગેલેક્સી બડ્સ 4 લાઇનઅપ રજૂ કરશે. તેમાં ગેલેક્સી બડ્સ 4 અને ગેલેક્સી બડ્સ 4 પ્રો મોડેલ્સ શામેલ હોઈ શકે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report