મેમરી ચિપ્સની અછતથી સ્માર્ટફોન કંપનીઓએ વધાર્યા ભાવ 

OnePlus 15 ભારતમાં રૂપિયા 72,999ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો 

મેમરી ચિપ્સની અછતથી સ્માર્ટફોન કંપનીઓએ વધાર્યા ભાવ 

Photo Credit: Gadgets 360

OnePlus 15 માં 512GB સુધીનો સ્ટોરેજ આપેલ છે .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોનના ભાવમાં વધારો થવાના અહેવાલો
  • મુખ્ય કારણ મેમરી અને સ્ટોરેજ ઘટકો ખાસ કરીને DRAM અને NAND ના સતત વધી રહેલ
  • OnePlus 15 અને OnePlus 15R મોડલની કિંમતોમાં વધાર્યો
જાહેરાત

ભારતમાં સ્માર્ટફોનના ભાવમાં વધારો થવાના અહેવાલો સામે આવ્યા છે , જેમાં OnePlus , Redmi , Nothing અને Realme જેવી જાણીતી કંપનીઓ સામેલ છે  . આ વધારાનો મુખ્ય કારણ મેમરી અને સ્ટોરેજ ઘટકો ખાસ કરીને DRAM અને NAND ના સતત વધી રહેલા ભાવ છે , જેના કારણે સ્માર્ટફોન બનાવવાનો ખર્ચ વધી  રહ્યો છે . આ સાથે , આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI )ના ઝડપી વિકસે પણ આ પરિસ્થિતિને અસર કરી છે . મોટી ટેક કંપનીઓ તેમના ડેટા સેન્ટરો માટે મોટી માત્રામાં RAM  અને GPU ચિપ્સ ખરીદી રહી છે . પરિણામે સ્માર્ટફોન માટે જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ છે .

મેમરી ઉત્પાદકો હવે હાઈ - બેન્ડવિડ્થ મેમરી પર વધુ ધ્યાન આપી રહ્યા છે , જે AI માટે મહત્વપૂર્ણ છે અને આ કારણે સ્માર્ટફોન માટેનો સપ્લાય ઓછો  થઈ રહ્યો છે .

OnePlus એ તાજેતરમાં તેના OnePlus 15 અને OnePlus 15R  મોડલની કિંમતોમાં વધાર્યો કર્યો છે . OnePlus 15, જે પહેલા રૂપિયા 72,999માં લોન્ચ થયો હતો , હવે રૂપિયા 77,999 માં ઉપલબ્ધ છે . તેના ટોપ - એન્ડ - વેરિઅન્ટની કિંમત રૂપિયા 85,999 સુધી પહોંચી ગઈ છે . બીજી તરફ , OnePlus 15R નો બેઝ વેરિઅન્ટ હવે  રૂપિયા 52,999માં મળશે , જે તેની લોન્ચ કિંમત કરતા આશરે રૂપિયા 5000 વધુ છે .

આવી જ રીતે , Nothing ના Nothing 4a અને Nothing 4a Pro મોડલની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યું છે . આ સ્માર્ટફોન હવે રૂપિયા 31,999 અને રૂપિયા  44,999 ની આસપાસ વેચાઈ શકે છે .

Redmi એ પણ તેની Redmi Note 15 Pro સિરીઝની કિંમતોમાં વધારો કરવાની તૈયારી બતાવી છે . Redmi Note 15 Pro + હવે લગભગ રૂપિયા 39,999 માં  મળી શકે છે , જયારે Redmi Note 15 Pro નો બેઝ વેરિઅન્ટ રૂપિયા 31,999 સુધી પહોંચી શકે છે . 

Realme એ પણ કેટલાક મોડલના ભાવમાં વધારો કર્યો છે . Realme 16 Pro + હવે રૂપિયા 44,999માં મળશે , જયારે Realme 16 Proની શરૂઆતની કિંમત  રૂપિયા 36,999 થઈ ગઈ છે .

આ રીતે વધતા ખર્ચ અને ઘટતા સપ્લાયના કારણે સ્માર્ટફોન માર્કેટમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે , જેનો સીધો અસર ગ્રાહકોના બજેટ પર પડશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  2. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  3. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  4. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  5. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  6. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  7. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  8. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  9. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  10. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »