સોનીના નવા પ્રીમિયમ ઓડિયો હેડસેટ સાથે 1000X સિરીઝ વધુ વિસ્તરે તેવી શક્યતા

સોની 19 મેના રોજ " The ColleXion " ને યુરોપ અને અન્ય બજારોમાં લોન્ચ કરી શકે છે

સોનીના નવા પ્રીમિયમ ઓડિયો હેડસેટ સાથે  1000X સિરીઝ વધુ વિસ્તરે તેવી શક્યતા

Photo Credit: Gadget 360

ભારતમાં Sony WH-1000XM6 રૂપિયા 39,990 માં લોન્ચ થયો છે .

હાઇલાઇટ્સ
  • 1000X સિરીઝમાં એક નવું હાઈ એન્ડ વાયરલેસ પ્રોડક્ટ લોન્ચ
  • સોનીની હાઈ એન્ડ વાયરલેસ ઓડિયો રેન્જના વધારા તરફ ઈશારો
  • 19 મેના રોજ લોન્ચ થઈ શકે
જાહેરાત

સોની કદાચ તેના પ્રીમિયમ ઓડિયો સેગમેન્ટમાં વધુ એક ઉમેરો કરવા તૈયારી કરી રહ્યું છે . અહેવાલો સૂચવે છે કે કંપની તેની લોકપ્રિય 1000X સિરીઝમાં એક નવું હાઈ  એન્ડ વાયરલેસ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે . આ વિકાસ WF-1000XM6 ટ્રુ વાયરલેસ ઈયરબડ્સના લોન્ચ પછી અને  WH-1000XM6 હેડફોન્સના આવવાના લગભગ નવ મહિનાઓ બાદ થયો છે , જે સોનીની હાઈ એન્ડ વાયરલેસ ઓડિયો રેન્જના વધારા તરફ ઈશારો કરે છે . આ નવા ડિવાઈસને ખાસ કરીને પ્રીમિયમ સેગમેન્ટ  માટે ડિઝાઈન કરવામાં આવશે અને હાલના મોડેલ્સથી અલગ સ્થાન ધરાવશે તેવી શક્યતા છે .

"1000X The ColleXion " નામથી આવી શકે નવી સિરીઝ 
ફ્રેન્ચ વેબસાઈટ Dealabs ના મુજબ "1000X The ColleXion " નામ પહેલા જાપાન અને કેનેડામાં ટ્રેડમાર્ક ફાઈલિંગ દરમિયાન સામે આવ્યું હતું , જેને TheWalkmanBlog  દ્રારા નોંધાયું હતું . આ ટ્રેડમાર્કમાં હેડફોન , ઈયરફોન અને પોર્ટેબલ ઓડિયો પ્લેયર્સ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે , જે દર્શાવે છે કે આ  પ્રોડકટ્સ સોનીના પ્રીમિયમ પોર્ટફોલિયોનો ભાગ બની શકે છે . જો કે ટ્રેડમાર્ક સામે આવ્યા બાદ અત્યાર સુધી કોઈ ખાસ લીક કે બીજી વિગતો બહાર આવી નથી  .

નવા આવનારા "1000X The ColleXion " હેડફોન એક પ્રીમિયમ ઓવર-ઈયર મોડેલ તરીકે આવી શકે છે . શરૂઆતમાં તે માત્ર બ્લેક કલરમાં લોન્ચ થવાની સંભાવના છે . રિપોર્ટ મુજબ યુરોપમાં તેની કિંમત EUR 629( લગભગ 67,600 રૂપિયા ) હોઈ શકે છે , જે WH-1000XM6 ની EUR 449 (લગભગ 44,200 રૂપિયા ) કિંમત કરતાં નોંધપાત્ર રીતે વધારે છે . આથી એવું માનવામાં આવે છે કે આ પ્રોડક્ટ સામાન્ય અપગ્રેડ નહીં પરંતુ અમુક અથવા કલેક્ટર્સ માટે ખાસ બનાવાયેલ મોડેલ હોઈ શકે  .

લોન્ચ તારીખ અને અન્ય અપડેટ્સ 
નવા અહેવાલોમાં જાણવા મળ્યું છે કે સોની 19 મેના રોજ યુરોપ અને અન્ય માર્કેટ્સમાં આ નવા હેડસેટને લોન્ચ કરી શકે છે . જોકે તેની સ્પેસિફિકેશન્સ અને અન્ય ફીચર્સ વિશે વધુ માહિતી લોન્ચ નજીક આવતાં જાહેર થવાની શક્યતા છે  .

સોની WH-1000XM6 માટે એક નવો કલર વિકલ્પ પણ રજૂ કરી શકે છે . " Sandstone " નામથી આવતો આ નવો શેડ રેતાળ બેઝ કલરમાં હશે . અહેવાલ મુજબ , આ નવો કલર પણ 19 મેના રોજ જ લોન્ચ થઈ શકે છે અને તેની કિંમત હાલના બ્લેક , મિડનાઈટ બ્લુ અને પ્લેટિનમ સિલ્વર વિકલ્પોની જેમ જ રહેશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  2. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  3. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  4. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  5. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  6. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  7. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  8. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  9. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  10. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »