Sony Xperia 1 VIII લોન્ચ પહેલા લીક : Wi-Fi 7, 5G અને નવી ડિઝાઈન સાથે આવશે

Sony Xperia 1 VIII ને FCC વેબસાઈટ પર FCC ID PY7- 30515Z સાથે લિસ્ટ થયેલું છે

Sony Xperia 1 VIII લોન્ચ પહેલા લીક : Wi-Fi 7, 5G અને નવી ડિઝાઈન સાથે આવશે

Photo Credit: Sony

Sony Xperia 1 VIII, એ Sony Xperia 1 VII નું સ્થાન લઈ શકે છે .

હાઇલાઇટ્સ
  • આ ફોન બ્લેક , ગ્રીન અને પર્પલ કલરમાં
  • હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઈન
  • આ ફોનમાં ચોરસ આકારનું નવું કેમેરા મોડયુલ
જાહેરાત

સોની ટૂંક જ સમયમાં પોતાની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન Sony Xperia 1 VIII લોન્ચ કરવાની તૈયારીમાં છે . છેલ્લા કેટલાક દિવસોથી તેના વિશે અનેક લીક્સ સામે  આવી રહ્યા છે અને હવે આ ડિવાઈસ US ની FCC વેબસાઈટ પર જોવા મળતા તેની કેટલીક મુખ્ય વિગતો સામે આવી છે . આ મોડેલ ગયા વર્ષે લોન્ચ થયેલા  Xperia 1 VII નો અપગ્રેડ વર્ઝન  હશે . આ સ્માર્ટફોનમાં Wi - Fi 7, 5G કનેક્ટિવિટી અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે . આ ઉપરાંત 3.5mm હેડફોન જેક પણ રાખવામાં આવ્યો છે .

FCC લિસ્ટિંગ 
FCC પર FCC ID PY7- 30515Z સાથે લિસ્ટ થયેલું ડિવાઈસ Xperia 1 VIII  હોવાનું માનવામાં આવે છે . લિસ્ટિંગ મુજબ , આ સ્માર્ટફોનમાં નવા કનેક્ટિવિટી  ફીચર્સ મળશે જેમ કે Wi -Fi 7 અને 5G . આની સાથે જ તેમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે . 

ખાસ વાત એ છે કે , જેમ ઘણા સ્માર્ટફોનમાં 3.5mm હેડફોન જેક ને દૂર કરવામાં આવે છે પણ આ સ્માર્ટફોનમાં આ હેડફોનને રાખવામાં આવ્યું છે .

ડિઝાઈન :
નવા લીક થયેલા રેન્ડર્સ મુજબ Xperia 1 VIII ની ડિઝાઈનમાં થોડો મોટો ફેરફાર જોવા મળી શકે છે . આ ફોનમાં ચોરસ આકારનું નવું કેમેરા મોડયુલ મળશે અને હોલ  પંચ ડિસ્પ્લે ડિઝાઈન અપનાવવામાં આવી શકે છે , જે સોની માટે નવો બદલાવ ગણી શકાય છે .

આ ફોન તમને બ્લેક , ગ્રીન અને  પર્પલ કલરમાં આવી શકે છે . કેમેરા મોડયુલ આસપાસ નાના કટઆઉટ્સ પણ જોવા મળી શકે છે , જે તેની ડિઝાઈનને વધુ અલગ  બનાવે છે .

કેમેરા :
Sony Xperia 1 VIII માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ LED ફ્લેશ સાથે મળવાની શક્યતા છે . કંપની તેના પહેલાના મોડેલની સરખામણીમાં કેમેરા અને પરફોર્મન્સમાં  સુધારો કરી શકે છે .

Sony Xperia 1 VII માં Snapdragon 8 Elite ચિપસેટ , 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું  અને તેમાં 5,000mAh બેટરી , 120Hz રિફ્રેશ  રેટ સાથે 6.5 ઈંચનું ડિસ્પ્લે પણ હતું .

સોની સામાન્ય રીતે મે મહિનામાં તેના ફ્લેગશિપ ફોન લોન્ચ કરે છે તેથી Sony Xperia 1 VIII પણ આવનારા અઠવાડિયામાં લોન્ચ થવાની શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  2. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  3. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
  4. સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ
  5. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  6. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  7. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  8. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  9. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
  10. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »