Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ

Vivoએ ભારતમાં Vivo S2નો પહેલો ઓફિશિયલ ટીઝર જાહેર કર્યો છે .

Vivo S2  લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ

Photo Credit: X/Vivo_India

Vivoએ ભારતમાં Vivo S2નો પહેલો ઓફિશિયલ ટીઝર જાહેર કર્યો છે .

હાઇલાઇટ્સ
  • Vivo S2 ભારતમાં 6 ઓગસ્ટે લોન્ચ થઈ શકે
  • કિંમત રૂપિયા 38,000 થી રૂપિયા 43,000 વચ્ચે
  • Vivo S2માં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે
જાહેરાત

Vivoએ ભારતમાં Vivo S2નો પહેલો ઓફિશિયલ ટીઝર જાહેર કર્યો છે . આ ટીઝર દ્રારા ફોનની પાછળની ડિઝાઈનની પહેલી ઝલક જોવા મળી છે . ટીઝરમાં દેખાતી ડિઝાઈન પહેલા લીક થયેલી માહિતીમાં પણ જોવા મળી હતી . 2019માં Vivo S1 લોન્ચ થયા બાદ હવે કંપની ફરીથી S સિરીઝને ભારતીય બજારમાં લાવવાની તૈયારીમાં છે . જોકે કંપનીએ હજુ સુધી લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી , પરંતુ લીક મુજબ ફોન ઓગસ્ટની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે .

Vivo S2 ટીઝર :

Vivo Indiaએ  X પર શેર કરેલા ટીઝર વીડિયોમાં ફોનની પાછળની ડિઝાઈન બતાવવામાં આવી છે . તેમાં ઉપરની બાજુએ પિલ - શેપ કેમેરા આપવામાં આવ્યો છે . જેમાં બે ગોળાકાર  કેમેરા અને તેની બાજુમાં લાઈટ જેવી રિંગ ડિઝાઈન જોવા મળે  છે. આ ડિઝાઈન પહેલા લીક થયેલા ડમી યુનિટ્સ જેવી જ છે .

Vivo S2 લોન્ચ કિંમત :

લીક અનુસાર Vivo S2  ભારતમાં 6 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે અને તેનું વેચાણ 11 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે . જોકે Vivoએ હજુ સુધી આ તારીખોની સત્તાવાર જાહેરાત કરી નથી .

આ ફોન 8GB + 128GB અને 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવી શકે છે . કેટલાક લીક્સમાં તેની કિંમત રૂપિયા 38,000 થી રૂપિયા 43,000 વચ્ચે હોવાનું કહેવાય છે . જોકે આ અંદાજિત કિંમત છે અને સાચી કિંમત અલગ હોઈ શકે છે .

Vivo S2 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

પહેલાના લીક્સ મુજબ Vivo S2માં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે . પ્રોસેસર તરીકે Snapdragon 8 Gen 5 અથવા  MediaTek Dimensity 7360 ચિપસેટ આપવામાં આવી શકે છે .

ફોટોગ્રાફી માટે OIS સાથે 50MPનો મુખ્ય કેમેરા અને 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા મળી શકે છે . આગળ અને પાછળના બંને કેમેરાથી 4K વિડીયો રેકોર્ડિંગ કરી શકાશે . આ ઉપરાંત ફોનમાં 7,000mAhની મોટી બેટરી , 80W ફાસ્ટ ચાર્જિંગ , વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ મળી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »