Vivoનો આગામી સ્માર્ટફોન Vivo S2 લોન્ચ પહેલા ફરી ચર્ચામાં આવ્યો છે . ફોનમાં 7050mAhની મોટી બેટરી , 120Hz કર્વ્ડ POLED ડિસ્પ્લે અને MediaTek Dimensity 7360 પ્રોસેસર મળી શકે છે
Photo Credit: X/Vivo_India
Vivo S2ના લીકમાં ડિઝાઈન , બોક્સ MRP અને સ્પેસિફિકેશન્સ સામે આવ્યા .
Vivoનો આગામી સ્માર્ટફોન Vivo S2 લોન્ચ પહેલા ફરી ચર્ચામાં આવ્યો છે . પહેલા તેની ડિઝાઈન અને ડમી યુનિટ્સ લીક થયા હતા , જયારે હવે તેના લાઈવ ફોટા , મુખ્ય સ્પેસિફિકેશન્સ અને બોક્સ પર લખાયેલી MRP સામે આવી છે . લીક થયેલી માહિતી અનુસાર , ફોનમાં 7050mAhની મોટી બેટરી , 120Hz કર્વ્ડ POLED ડિસ્પ્લે અને MediaTek Dimensity 7360 પ્રોસેસર મળી શકે છે . સાથે જ તેની સંભવિત લોન્ચ કિંમત અંગે પણ માહિતી સામે આવી છે .
ટિપસ્ટર સંજુ ચૌધરીએ આ નવી વિગતો શેર કરી છે . લાઈવ ફોટામાં Vivo S2ની ડિઝાઈન પહેલાના લીક થયેલા રેન્ડર્સ જેવી જ જોવા મળે છે . ફોનની પાછળ ફ્લેટ પેનલ સાથે આડી આકારનું કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે , જેમાં બે મોટા કેમેરા સેન્સર અને LED ફ્લેશ છે . આગળની બાજુએ વચ્ચે પંચ-હોલ સાથે કર્વ્ડ ડિસ્પ્લે જોવા મળે છે .
લીક થયેલી એક ઈમેજમાં ' About Phone ' સ્ક્રીન પણ જોવા મળે છે . તેના આધારે Vivo S2 માં MediaTek Dimensity 7360 Turbo ઓક્ટા-કોર પ્રોસેસર હોઈ શકે છે . ફોનમાં 8GB RAM સાથે વર્ચ્યુઅલ RAMનો સપોર્ટ અને 128GB સ્ટોરેજ મળી શકે છે . આ ઉપરાંત, તેમાં 7050mAhની બેટરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે .
એક અન્ય બીજા લીક મુજબ , Vivo S2માં 6.83 ઇંચની 1.5K કર્વ્ડ POLED ડિસ્પ્લે મળશે , જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . ફોટોગ્રાફી માટે તેમાં 50MPનો Sony IMX852 મુખ્ય કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા મળી શકે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે . ફોનમાં 44W ફાસ્ટ ચાર્જિંગ તેમજ ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68/IP69 રેટિંગ મળવાની પણ શક્યતા છે .
લીક થયેલી માહિતી અનુસાર , 8GB + 128GB વેરિઅન્ટ પર 66,999ની MRP લખાયેલી હોઈ શકે છે . જોકે MRP વેચાણ કિંમત કરતા વધુ હોય છે . Vivo S2ની સાચી કિંમત લગભગ રૂપિયા 40,000 થી 45,000 વચ્ચે હોઈ શકે છે .
એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે Vivo S2 સાથે નવા Vivo Buds પણ લોન્ચ થઈ શકે છે . તેમાં 10mm ડ્રાઈવર્સ , કેસ સહિત 50 કલાક સુધીની બેટરી લાઈફ , Bluetooth 6.1 સપોર્ટ અને ' Basalt Black ' તેમજ ' Nilgiri Green ' જેવા કલર વિકલ્પો મળી શકે છે .
જોકે , Vivoએ અત્યાર સુધી આ સ્પેસિફિકેશન્સ , કિંમત અથવા લોન્ચ તારીખ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી . કંપનીએ માત્ર એક ટીઝર જાહેર કરીને ફોનના કેમેરા મોડયુલની ઝલક બતાવી હતી અને ' Coming Soon ' નો મેસેજ પણ આપ્યો હતો .
જાહેરાત
જાહેરાત