Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે

લીક્સના અનુસાર Vivo S2 માં પાતળો અને હળવો બિલ્ડ હશે

Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે

Photo Credit: Gadgets 360

Vivo S1 2019 માં લોન્ચ થયો હતો .

હાઇલાઇટ્સ
  • Vivo ભારતમાં તેની S - સિરીઝને ફરીથી રજૂ કરવાની તૈયારીમાં
  • કિંમત લગભગ રૂપિયા 45,000 થી રૂપિયા 50,000 વચ્ચે હોઈ શકે
  • V - સિરીઝના કોઈ મોડેલનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે
જાહેરાત

ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા Vivo ભારતમાં તેની S - સિરીઝને ફરીથી રજૂ કરવાની તૈયારીમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે . નવા અહેવાલો મુજબ , કંપની જુલાઈ મહિનામાં નવા Vivo S2 સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે . આ મોડેલ 2019 માં લોન્ચ થયેલા Vivo S1 નો અગામી મોડેલ બની શકે છે . લાંબા સમય પછી S - સિરીઝની વાપસી થવાની હોવાથી Vivo યુઝર્સમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે . . Vivo S2, Vivo ની હાલની V - સિરીઝના કોઈ મોડેલનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે .

રિપોર્ટ અનુસાર Vivo S2 ને પ્રીમિયમ સેગમેન્ટમાં સ્થાન આપવામાં આવી શકે છે અને તેની કિંમત લગભગ રૂપિયા 45,000 થી રૂપિયા 50,000 વચ્ચે હોઈ શકે છે . કંપની આ સ્માર્ટફોનમાં ખાસ કરીને સ્લિમ અને લાઈટવેઈટ ડિઝાઈન પર ધ્યાન વધારે આપે છે . સાથે જ આ ફોન કેમેરા ફોક્સ્ડ ફીચર્સ સાથે આવી શકે છે , જેના કારણે ફોટોગ્રાફી પસંદ કરતા યુઝર્સને આ ફોન વધુ ગમી શકે છે .

એક નવા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે Vivo S2, Vivoની હાલની V - સિરીઝના કોઈ મોડેલનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે . જોકે કંપની તરફથી  હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .  તાજેતરમાં આ હેન્ડસેટ V2576 મોડેલ નંબર સાથે GSMA ડેટાબેઝ પર જોવા મળ્યો હતો , જેના કારણે તેની  લોન્ચિંગને વધુ વેગ મળ્યો છે . 

એક અંદાજ મુજબ , Vivo S2 ભારતીય બજારમાં OnePlus 15R અને iQOO 15R જેવા પ્રીમિયમ સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે . ડિઝાઈન અને કેમેરા પર  ફોક્સને કારણે કંપની તેને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરી શકે છે 

Vivo S1 ને ભારતમાં 2019માં રૂપિયા 17,990ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો . તેમાં 6.38 ઈંચનું ફૂલ HD + સુપર AMOLED ડિસ્પ્લે , Media Tek Helio P65 પ્રોસેસર અને 4GB તથા 6GB RAM વિકલ્પો આપવામાં આવ્યા હતા . ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા  પણ હતો . આ ઉપરાંત , તેમાં 4,500mAh બેટરી અને 128GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું હતું .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »