Vivo T5 Pro 5G ટીઝર બહાર :1.5K AMOLED ડિસ્પ્લે અને 9020mAh બેટરી

Vivo T5 Pro 5G માં 1.5K રિઝોલ્યુશન AMOLED ડિસ્પ્લે આવશે

Vivo T5 Pro 5G ટીઝર બહાર :1.5K AMOLED ડિસ્પ્લે અને 9020mAh બેટરી

Photo Credit: Vivo

Vivo T5 Pro 5G એ ખરીદી માટે flipkart પર ઉપલબ્ધ છે

હાઇલાઇટ્સ
  • T5 Pro 5G નું લોન્ચ ઇવેન્ટ 15 એપ્રિલે બપોરે 12 વાગ્યે યોજાશે
  • આ ફોનમાં 9,020mAh ની મોટી બેટરી મળશે
  • ફોનની કિંમત ભારતમાં આશરે રૂપિયા 30,000 થી રૂપિયા 35,000 વચ્ચે હોઈ શકે
જાહેરાત


સ્માર્ટફોન બનાવતી કંપનીએ બુધવારે X પોસ્ટ અને મીડિયા આમંત્રણ  દ્રારા પુષ્ટિ કરી છે કે Vivo T5 Pro 5G આવતા આઠવાડિયે ભારતમાં લોન્ચ થશે . આ નવો T - સિરીઝ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે . કંપનીએ એ પણ કન્ફ્રર્મ કર્યું છે કે ફોનમાં મોટી બેટરી અને Snapdragon ચિપસેટ મળશે , સાથે જ 1.5K રિઝોલ્યુશન ધરાવતો AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે . આ ફોન ગયા વર્ષના Vivo T4 Pro 5G ના અપગ્રેડેડ વર્ઝન  તરીકે આવશે  . લીક્સ મુજબ આ ફોનની કિંમત ભારતમાં આશરે રૂપિયા 30,000 થી રૂપિયા 35,000 વચ્ચે હોઈ શકે છે


Vivo T5 Pro 5G નું લોન્ચ ઇવેન્ટ 15 એપ્રિલે બપોરે 12 વાગ્યે યોજાશે . નવા ટીઝર મુજબ ફોન સફેદ કલર વિકલ્પમાં જોવા મળશે અને તેમાં વર્ટિકલ રિયર કેમેરા મોડયુલ હશે . આગળની બાજુએ સેલ્ફી કેમેરા માટે પંચ હોલ કટઆઉટ આપવામાં આવ્યું છે  અને આ સ્માર્ટફોન Snapdragon 7s Gen 4 પ્રોસેસર પર ચાલશે .

બેટરી :
આ ફોનમાં 9,020mAh ની મોટી બેટરી મળશે , જે Vivo T4 Pro ની 6,500mAh બેટરી કરતાં નોંધપાત્ર રીતે વધુ છે . આ ઉપરાંત તેમાં 1.5K AMOLED ડિસ્પ્લે  અને OriginOS 6 ઇન્ટરફેસ મળશે .


Vivo T5 Pro 5G ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે , જ્યાં કંપનીએ તેના માટે અલગ લેન્ડિંગ પેજ પણ તૈયાર કર્યો છે . આ પેજ મુજબ , ફોનની ડિસ્પ્લે વિગતો  13 એપ્રિલે , બેટરીની માહિતી 11 એપ્રિલે અને પ્રોસેસર વિશેની માહિતી 10 એપ્રિલે જાહેર કરવામાં આવશે .

નવા લીક્સ મુજબ આ ફોનની કિંમત ભારતમાં આશરે રૂપિયા 30,000 થી રૂપિયા 35,000 વચ્ચે હોઈ શકે છે . તેમાં 6.8 ઇંચ ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ મળવાની  શક્યતા છે . આ ઉપરાંત , 90W ફાસ્ટ ચાર્જિંગ અને IP68 અને IP69 આપવામાં આવ્યું છે જે ધૂળ અને પાણી સામે રક્ષણ આપે છે .

કેમેરા સેટઅપ:
Vivo T5 Pro 5G, Vivo T4 Pro કરતાં વધુ અપગ્રેડસ સાથે આવશે આનાથી જૂના મોડેલમાં 6.77 ઇંચ AMOLED ડિસ્પ્લે , Snapdragon 7 Gen 4 પ્રોસેસર અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હતો  , જેમાં બે 50MP સેન્સર અને 2MP બોહેક લેન્સનો સમાવેશ થાય છે .

આ નવા ફોનમાં 32MP સેલ્ફી કેમેરા , 90W ફાસ્ટ ચાર્જિંગ અને મજબૂત બિલ્ડ સાથે IP68 અને IP69 રેટિંગ જેવી ખાસિયતો પણ આપવામાં આવશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone 18 Pro સિરીઝમાં મળશે નાનો Dynamic Island અને લાંબી બેટરી લાઈફ
  2. AI ક્ષેત્રમાં ChatGPTનું વર્ચસ્વ યથાવત , છતાં Gemini અને Claudeથી વધી રહી છે સ્પર્ધા
  3. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  4. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  5. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  6. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  7. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  8. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  9. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  10. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »