ગિકબેન્ચ બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર Vivo T5 Pro 5G એ નંબર V2568 સાથે જોવામાં આવ્યો છે
Photo Credit: Flipkart/ Vivo
Vivo T5 Pro 5G માં ગોળી આકારનું રિયર કેમેરા મોડયુલ છે
Vivo T5 Pro 5G આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે , તેવી સત્તાવાર જાહેરાત કંપનીએ કરી હતી . આ સ્માર્ટફોન Vivoની મિડ રેન્જ T- સિરીઝમાં નવી ઉમેરા તરીકે રજૂ થશે . લોન્ચ પહેલા જ આ ફોન માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર માઈક્રોસાઇટ લાઈવ થઈ ગઈ છે , જેનાથી ડિવાઈસના કેટલાક મુખ્ય ફીચર્સ અને ડિઝાઈન વિશે માહિતી મળી રહી છે . આ વચ્ચે એક નવી લીકમાં ફોનની સંભવિત કિંમત અને સ્પેસિફિકેશન્સ પણ જાણવા મળી છે , જેનાથી આ ફોન ટેક સર્કલમાં ચર્ચાનો વિષય બની ગયો છે .
Vivo T5 Pro 5G ની કિંમત:
લીક મુજબ , Vivo T5 Pro 5G ની કિંમત ભારતમાં આશરે રૂપિયા 30,000 થી શરૂ થઈ શકે છે , જયારે આના ટોપ વેરિઅન્ટ 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે રૂપિયા 36,999 સુધી પહોંચી શકે છે . આનાથી એવું લાગે છે કે નવું મોડેલ થોડોક મોંઘો હશે . Vivo T4 Pro ઓગસ્ટ 2025માં રૂપિયા 27,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો .
VIVO T5 Pro all variants will be under 37K:
— Sanju Choudhary (@saaaanjjjuuu) April 8, 2026
• 6.8" 1.5K 144Hz Flat OLED Display
• Snapdragon 7s Gen 4
• UFS 3.1
• 50MP + 8MP
• 9020mAh + 90W fast charging
• IP68/69
• 8.25mm
12/256GB is the highest variant most probably (₹36,999 expected). The base variant will be… pic.twitter.com/2tQzOebMiq
Vivo T5 Pro 5G સ્પેસિફિકેશન્સ:
હવે વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો , Vivo T5 Pro 5G ગિકબેન્ચ પર મોડેલ નંબર V2568 સાથે જોવા મળ્યો છે . આ લિસ્ટિંગ એવું બતાવે છે કે ફોનમાં Qualcomm નો Snapdragon 7s Gen 4 ચિપસેટ મળી શકે છે . તેમાં 1.80GHz ના ચાર પ્રોસેસર કોર , 2.40GHz ના ત્રણ પરફોર્મન્સ કોર અને 2.71GHz નો એક પ્રાઈમ કોર હોવાની શક્યતા છે . સાથે જ આ હેન્ડસેટ Android 16 અને 12GB RAM સાથે આવી શકે છે . બેન્ચમાર્ક સ્કોર મુજબ , તેને સિંગલ કોરમાં 1,214 અને મલ્ટી કોરમાં 3,146 પોઇન્ટ મળ્યા હોવાનું કહેવાય છે .
ફીચર્સમાં Vivo T5 Pro 5Gમાં 1.5K AMOLED ડિસ્પ્લે અને મોટી 9,020mAh બેટરી મળવાની અપેક્ષા છે , જે લાંબી બેટરી લાઈફ આપશે . આ સ્માર્ટફોન 15 એપ્રિલે બપોરે 12 વાગ્યે IST પર લોન્ચ થશે અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે .
કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર કિંમત અને સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી
જાહેરાત
જાહેરાત
Samsung's Galaxy Unpacked Event Details for Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Wide Launch Leaked: See Expected Date, Location
Vivo T5 Pro 5G Colour Options Revealed as Launch in India Draws Near