Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ

કંપનીએ સત્તાવાર રીતે આ ભાવવધારાનો કારણ બતાવ્યો નથી , પરંતુ આવા ભાવ વધારા પાછળ ઘટક ખર્ચમાં વધારો હોઈ શકે

Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ

Photo Credit: Gadgets 360

Vivo V70 Elite ની શરૂઆતની કિંમત રૂપિયા 51,999 રાખવામાં આવી હતી .

હાઇલાઇટ્સ
  • Vivo ના ઘણા સ્માર્ટફોનના ભાવમાં વધારો
  • ઘણા મોડેલમાં રૂપિયા 1,000 થી લઈને રૂપિયા 4,000 સુધીનો વધારો
  • Vivo T5x ના તમામ વેરિઅન્ટમાં રૂપિયા 4000નો વધારો
જાહેરાત

ભારતમાં Vivo ના ઘણા સ્માર્ટફોનના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે . આ વધારો 21 એપ્રિલથી અમલમાં આવ્યો હોવાનું એક ટિપસ્ટરે માહિતી આપી છે .સ્માર્ટફોન બજારમાં હાલમાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે , કારણ કે બીજી કંપનીઓએ પણ હાલમાં પોતાના ડિવાઈસના ભાવ વધાર્યા  છે . કંપનીએ સત્તાવાર રીતે આ ભાવ વધારાનો કારણ બતાવ્યો નથી , પરંતુ સામાન્ય રીતે આવા ભાવ વધારા પાછળ ઘટક ખર્ચમાં વધારો , કરન્સી ફેરફાર  અને સપ્લાય ચેઇન સમસ્યા હોઈ શકે છે .

રિપોર્ટ અનુસાર , ઘણા મોડેલમાં રૂપિયા 1,000 થી લઈને રૂપિયા 4,000 સુધીનો વધારો થયો છે .  Vivo T5x  ના તમામ વેરિઅન્ટમાં સૌથી વધુ એટલે કે રૂપિયા  4000નો વધારો નોંધાયો છે . હવે 6GB +128GB મોડેલની કિંમત લગભગ રૂપિયા 22,999 થી વધીને રૂપિયા 24,999 થઈ ગઈ છે ,જયારે અન્ય વેરિઅન્ટ  પણ વધુ કિંમતે ઉપલબ્ધ થયા છે .

Vivo V70 Elite માં પણ નોંધપાત્ર વધારો થયો છે . તેનો 8GB + 256GB મોડેલ હવે રૂપિયા 55,999 થઈ ગયો છે , જે પહેલા રૂપિયા 51,999 હતા . આ જ રીતે  12GB +256GB વેરિઅન્ટની કિંમત પણ વધીને રૂપિયા 59,999 થઈ ગઈ છે . એ જ રીતે Vivo V70 ના બંને વેરિઅન્ટમાં લગભગ રૂપિયા 4000 નો વધારો  થયો છે . જેમાં 8GB + 256GB  મોડેલ હવે રૂપિયા 49,999 અને 12GB + 256GB  મોડેલ રૂપિયા 53,999 થયો છે . 

Y સિરીઝમાં પણ વધારો જોવા મળ્યો છે . Vivo Y400 ના 8GB + 128GB  વેરિઅન્ટની  કિંમત હવે રૂપિયા 28,999 થઈ ગઈ છે .  જયારે 8GB  + 256GB  મોડેલ રૂપિયા 31,999 સુધી પહોંચી ગયો છે . Vivo Y51 Pro ના બન્ને વેરિઅન્ટમાં પણ ભાવ વધારો થયો છે , જેમાં 8GB + 128GB મોડેલ હવે રૂપિયા 27,999 અને 8GB + 256GB મોડેલ રૂપિયા 30,999 થઈ ગયો છે . Vivo Y31 5G માં પણ નાનો વધારો નોંધાયો છે . તેના 4GB + 128GB વેરિઅન્ટની કિંમત હવે રૂપિયા 19,999 થઈ ગઈ છે , જયારે 6GB + 128GB  મોડેલ રૂપિયા 23,999 સુધી પહોંચી ગયો છે . 6GB + 256GB  વેરિઅન્ટ રૂપિયા 26,999 માં ઉપલબ્ધ  છે .

આવતા સમયમાં સ્માર્ટફોનની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે . ખાસ કરીને નવા ચિપસેટસ અને હાઈ - એન્ડ - ફીચર્સ આવતા , ડિવાઈસ વધુ મોંઘા   બનવાની  શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »