Vivo V60 સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ આપવામાં આવી છે કે જે, ક્વાલકોમની આધુનિક ટેકનોલોજી છે.
Photo Credit: Vivo
Vivo V60 Vivo S30 ના સંશોધિત સંસ્કરણ તરીકે રજૂ થવાની ધારણા છે (ચિત્રમાં)
ભારતમાં OriginOS સાથે આવનારું વિશ્વનું પ્રથમ મોડેલ Vivo V60 લોન્ચ થવા જય રહ્યો છે. અત્યારસુધી ચીન સુધી જે સોફ્ટવેર મર્યાદિત હતું તે હવે આ ફોનમાં જોવા મળશે. જેમાં, 6,500mAh બેટરી અને 90W ચાર્જિંગ મળશે. Vivo V50ના અનુગામી એવા આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ આપવામાં આવી છે કે જે, ક્વાલકોમની આધુનિક ટેકનોલોજી છે. જેના કારણે ફોનની કામગીરી સરળ રહેશે અને ઘણો સુધારો આવશે. Vivo V60 1.5K રિસોલ્યુશન ધરાવતા 6.67 ઇંચના ડિસ્પ્લે થી સજ્જ રહી શકે છે. એક્સ હેન્ડલ પર એક લિક માહિતી પ્રમાણે Vivo V60 ફોન 19 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થઈ શકે છે. એન્ડ્રોઇડ 16 આધારિત OriginOS સાથે તે ભારતમાં પહેલીવાર બજારમાં આવશે. જો કે તે ચીનમાં વપરાતા ફોનમાં તે વપરાશમાં હતું. કંપની દ્વારા અત્યારસુધી વૈશ્વિક ધોરણે વેચાણમાં મૂકવામાં આવતા ફોનમાં FuntouchOS આપવામાં આવતું હતું.
ફોનમાં મહદઅંશે તેના અગાઉના ફોન Vivo S30 જેવા જ ફીચર્સ રહેશે અને તે પ્રમાણે તેમાં 1.5K રિસોલ્યુશન ધરાવતું એમોલેડ ડિસ્પ્લે આવશે. તેનો રિફ્રેશ રેટ 120Hz રહેશે. આ સ્માર્ટફોનમાં 12GBની રેમ સાથે સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ આપવામાં આવી છે. ફોનમાં દમદાર કેમરા આપવામાં આવ્યો છે, તેનો સેલ્ફી કેમેરા 5૦ મેગાપિક્સલનો રહેશે. તેમાં 512GB સુધીની સ્ટોરેજ પણ અપાયું છે. આ ફોન તેના હાલના Vivo V50 મોડેલમાં અપગ્રેડ સાથે આવશે તેવું અનુમાન છે. તેમાં લિસ્ટિંગ પ્રમાણે ફોન 90Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
ચીનમાં જોવા જઈએ તો Vivo S30 કે જેમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ આવે છે તે ફોન CNY 2,699 (લગભગ રૂ. 32,000) કિંમત બજારમાં મૂકવામાં આવ્યો હતો. Vivo S30ના અન્ય સ્પેસિફિકેશન્સ જોઈએ તો, Vivo S30 ફોનમાં 6,500mAh બેટરી અને સાથે 90W નું ફાસ્ટ ચાર્જિંગ છે. તેમાં ત્રણ રિયર કેમેરા જેમાં, 50 મેગાપિક્સલ સોની LYT700V
1/1.56 ઇંચ સેન્સર, 50 મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા, અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યો છે. ફેસ રેકગ્નિશન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવા ફીચર્સ પણ આ ફોનમાં ઉમેરાયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આવી રહેલા ફોન અંગે કંપની દ્વારા કોઈ સૂચના જાહેર કરાઈ નહતી પરંતુ, SIRIM અને TUV વેવસાઈટ પર તેને મોડેલ નંબર V2511 સાથે બતાવાયો હતો. તો આમ જોવા જઈએ તો આ ફોન લગભગ Vivo S30ની જ કોપી બની રહેશે પણ તેમાં થોડાઘણા સુધારા જોવા મળશે.
જાહેરાત
જાહેરાત