Realme C85 Pro ટૂંક સમયમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ તેના સ્પેસિફિકેશન અંગેની માહિતી કેટલાંક ટીઝર દ્વારા જાહેર કરી છે.
Photo Credit: Realme
Realme એ મે 2025 માં ભારતમાં C75 5G (ચિત્રમાં) નવીનતમ C-શ્રેણી મોડેલ તરીકે રજૂ કર્યું.
Realme C85 Pro ટૂંક સમયમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ તેના સ્પેસિફિકેશન અંગેની માહિતી કેટલાંક ટીઝર દ્વારા જાહેર કરી છે. Realme C85 Pro અગાઉ TDRA, EEC અને TÜV SÜD ડેટાબેઝ પર દેખાયો હતો, અને તે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે ડેબ્યૂ થવાની અપેક્ષા છે.Realme C85 Pro ના સ્પેસિફિકેશન અને ફીચર્સ (અંદાજિત),Realme C85 Pro (મોડેલ નંબર RMX5555 દ્વારા ઓળખાયેલ) ગીકબેન્ચ પર જોવા મળ્યો છે. તેથી તે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. જો કે, ગેજેટ્સ 360 બેન્ચમાર્કિંગ વેબસાઇટ પર અપેક્ષિત સ્માર્ટફોનની હાજરીની ખરાઈ કરી શકી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તે સ્નેપડ્રેગન 685 દ્વારા સંચાલિત હશે, જે ક્વોલકોમ દ્વારા માર્ચ 2023 માં લોન્ચ કરાઈ હતી. તેમાં ઓક્ટા કોર CPU છે જેમાં ચાર કોર 2.80GHz પર અને ચાર કોર 1.9GHz પર છે, જે Adreno 610 GPU સાથે જોડાયેલ છે. તેણે સિંગલ કોર અને મલ્ટી કોર પરીક્ષણોમાં અનુક્રમે 466 અને 1,481 પોઈન્ટ મેળવ્યા હોય તેવું લાગે છે. બેન્ચમાર્ક લિસ્ટિંગ એ પણ સૂચવે છે કે Realme C85 Pro 8GB રેમ હશે અને Android 15-આધારિત Realme UI 6 પર ચાલશે.
Realme એ વિયેતનામમાં Realme C85 Pro ની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં તેના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેમાં, 7,000mAh ની મોટી બેટરી હશે જે બે દિવસની બેટરી લાઇફ આપશે, તેમાં પાણી અને ધૂળ સામે સુરક્ષા અંગે IP69 રેટિંગ અને ઘણી AI-સંચાલિત સુવિધાઓ હશે તેવું ટેકઆઉટલુકના રિપોર્ટમાં જણાવાયું છે.
ફોનમાં FHD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 4,000-nit પીક બ્રાઇટનેસ સાથે AMOLED પેનલ છે - જે સીધા સૂર્યપ્રકાશ માટે પર્યાપ્ત છે. ફોનમાં 5G સાથે MediaTek Dimensity 6300 ચિપ, 8GB સુધીની RAM અને 256GB સુધીની સ્ટોરેજ હોઈ શકે છે.
ટીઝરમાં ગોળાકાર ખૂણાઓ બોક્સી ડિઝાઇન દર્શાવવામાં આવી છે. તેમાં બ્લેક, ગ્રીન અને પર્પલ કલર આવી શકે છે. Realme C85 Pro માં 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, LED રિંગ લાઇટ અને ફ્લેશ યુનિટ સાથે લંબચોરસ ડ્યુઅલ રીઅર કેમેરા મોડ્યુલ હોવાની શક્યતા છે. TDRA, EEC અને TÜV SÜD ના અગાઉના પ્રમાણપત્રો Realme C85 Pro માટે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની પુષ્ટિ કરે છે, જેમાં Realme C85 4G અને 5G વેરિઅન્ટનો સમાવેશ થાય છે.
જાહેરાત
જાહેરાત
Take-Two CEO Says AI Won't Be 'Very Good' at Making a Game Like Grand Theft Auto