Samsung Galaxy S26 સિરીઝ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે

Samsung Galaxy S26 સિરીઝ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. Galaxy S26 સિરીઝમાં Galaxy S26, Galaxy S26+ અને Galaxy S26 Ultra લોન્ચ કરાશે.

Samsung Galaxy S26 સિરીઝ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી S25 શ્રેણી બધા બજારોમાં સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર પર ચાલે છે

હાઇલાઇટ્સ
  • પસંદગીના બજારમાં Galaxy S26 સિરીઝમાં Exynos 2600 ચિપ અપાશે
  • Galaxy S26 Ultra 7.9mm જાડાઈ સાથે સ્લિમ પ્રોફાઇલમાં આવી શકે
  • Galaxy S26 સિરીઝ આગામી વર્ષે માર્ચમાં રજૂ થઈ શકે
જાહેરાત

Samsung Galaxy S26 સિરીઝ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. Samsung Galaxy S26 સિરીઝમાં Galaxy S26, Galaxy S26+ અને Galaxy S26 Ultra લોન્ચ કરાશે. આ તમામ સ્માર્ટફોન મહદઅંશે Exynos 2600 સાથે અને કેટલાંક બજારોમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ સાથે આવશે. સેમસંગ આગામી Galaxy S26 સિરીઝમાં મુખ્ય પ્રોસેસરની સાથે નવી Exynos કનેક્ટિવિટી ચિપ રજૂ કરી શકે છે.સેમસંગની Exynos S6568 ચિપ વધુ સારા પ્રાઈવસી ફીચર મળશે.બ્લુટુથ SIG વેબસાઇટ પર Exynos S6568 તરીકે ઓળખાતી એક નવી સેમસંગ ચિપ સામે આવી છે. હજુ સુધી રિલીઝ ન થયેલી એક્ઝીનોસ ચિપ બ્લૂટૂથ 6.1 અને વાઇ-ફાઇ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે અને તે "કોમ્પિટેબલ એક્ઝીનોસ એપ્લિકેશન પ્રોસેસર" સાથે કામ કરશે, જે નવી રિલીઝ થનારી એક્ઝીનોસ 2600 નો ઉલ્લેખ કરે છે.

ગેલેક્સી S26 સિરીઝ વિકાસના અંતિમ તબક્કામાં હોવાની શક્યતા છે. Exynos S6568 ચિપ માટેનું સર્ટિફિકેટ દર્શાવે છે કે સેમસંગ વાયરલેસ કાર્યક્ષમતા વધારવા Galaxy S26 સિરીઝમાં Exynos 2600 ની સાથે આ સમર્પિત કનેક્ટિવિટી ચિપનો ઉપયોગ કરવાની યોજના બનાવી શકે છે. બ્લૂટૂથ SIG એ મે મહિનામાં બ્લૂટૂથ 6.1 સ્ટાન્ડર્ડની જાહેરાત કરી હતી.

કંપની સામાન્યરીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લોન્ચ હાથ ધરતી હોય છે. જો કે, Samsung Galaxy S26 સિરીઝ માર્ચમાં રિલીઝ કરશે. સેમસંગ અમેરિકા, જાપાન અને ચીન જેવા પસંદગીના દેશોમાં સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર સાથે આપે તેવી ધારણા છે. જ્યારે દક્ષિણ કોરિયા અને યુરોપ સહિતના બજારોમાં તે સેમસંગના ઇન-હાઉસ એક્ઝીનોસ 2600 ચિપ સાથે આપી શકે છે.

કંપનીના Galaxy S25 મોડેલો બધા બજારોમાં સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર પર ચાલે છે. Galaxy S26 Ultra આ સિરીઝમાં ટોચને સ્તરે રહેશે. તેમાં 6.9 ઇંચનો મોટો M14 QHD+ CoE ડાયનેમિક AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. તે ક્વોડ-કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં 200 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર, 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. તેમાં 60W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી મળવાની અપેક્ષા છે. Galaxy S26 Ultra 7.9mm જાડાઈ સાથે સ્લિમ પ્રોફાઇલમાં આવી શકે છે.
સ્ટાન્ડર્ડ Galaxy S26 માં 6.27 ઇંચની સ્ક્રીન હોવાની અપેક્ષા છે, જ્યારે Galaxy S26+ માં 6.7-ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. તમામ સ્માર્ટફોન 16GB રેમથી સજ્જ રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »