Photo Credit: Vivo
Vivo X Fold 5 ફોલ્ડ કરવામાં આવે ત્યારે તેની જાડાઈ 9.2mm અને ખોલવામાં આવે ત્યારે તેની જાડાઈ 4.3mm હોય છે
Vivo દ્વારા તેનો પ્રમીયમ ફોન વીવો X Fold 5 ભારતમાં લોન્ચ કરાયો છે. Vivo X Fold 5 માં 6,000mAh ક્ષમતા ધરાવતી બેટરી આપવામાં આવી છે સાથે જ તે 50 મેગાપિક્સલના ટેલિફોટો કેમેરાથી સજ્જ છે. આ સાથે જ ફ્રન્ટમાં ૨૦ મેગાપિક્સલ ડ્યુઅલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 80W વાયર્ડ અને 40W વાયરલ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 3 પ્રોસેસર છે. તેના ડિસ્પ્લેની વાત કરીએ તો, 8.03 ઇંચ ફોલ્ડેબલ એમોલેડ ઇનર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેનું રિસોલ્યુશન 2,480 × 2,200 પિક્સલ છે. ફોન ડ્યુઅલ સીમ સાથે આવશે તેમજ તેની બંને પેનલનો 120 Hz રિફ્રેશ રેટ છે. 4,500 નાઇટ્સ સુધીની તેની બ્રાઇટનેસ આપવામાં આવી છે.
ભારતમાં Vivo X Fold 5ની કિંમત
ભારતમાં 16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનનું મૂલ્ય રૂ. 1,49,999 રાખવામાં આવ્યું છે. તે ટાઇટેનિયમ ગ્રે ફિનિશ કલરમાં મળશે અને હાલમાં તેનું પ્રી બુકિંગ શરૂ કરાયું છે. આ સ્માર્ટફોન ભારતમાં ૩૦ જુલાઈથી ફ્લિપકાર્ટ અને વીવોની વેબસાઈટ દ્વારા ખરીદી શકાશે.
Vivo X Fold 5માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 3 પ્રોસેસર સાથે એડ્રેનો 750 GBU છે. તેમાં 16GB સુધીની LPDDR5x રેમ અને 512GB સુધીની UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 15 FuntouchOS 15 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે જે તેના વપરાશને એકદમ સ્મૂધ બનાવશે. તેને ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IPX8+IPX9+IP5X રેટિંગ મળ્યું છે. સુરક્ષા માટે આ ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ નેનો સીમ, બ્લૂટૂથ 5.4 GPS, OTG, NFC અને USB ટાઇપ C port આપવામાં આવ્યું છે. ફોન ફોલ્ડ કરેલો ના હોય ત્યારે 9.2mm જાડાઈ ધરાવે છે અને તેને 4.3mmની પ્રોફાઇલ છે. વજન જોઈએ તો, 217 ગ્રામ છે.
આ સ્માર્ટફોનમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ Sony IMX921 પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 50 મેગાપિક્સલ Sony IMX882 ટેલિફોટો શૂટર 3x ઓપ્ટિકલ ઝૂમ અને 100x ડિજિટલ ઝૂમ સાથે મળી શકશે આ સાથે જ 20 મેગાપિક્સલ સેલ્ફી અને કોલ્સ માટે ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન AI ઇમેજ સ્ટુડિયો ફીચરને પણ સપોર્ટ કરે છે. વીવો દ્વારા આ સાથે હ અન્ય એક ફોન પણ લોન્ચ કરાયો છે જે Vivo X 200 FE છે.
જાહેરાત
જાહેરાત