પ્રીમિયમ કેમેરા અને શક્તિશાળી ફીચર્સ સાથે Vivo X300 સિરીઝનો વિસ્તરણ

Vivo X300 Ultra માર્ચમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જયારે X300 FE પહેલાથી જ અમુક બજારોમાં ઉપલબ્ધ છે .

પ્રીમિયમ કેમેરા અને શક્તિશાળી ફીચર્સ સાથે Vivo X300 સિરીઝનો વિસ્તરણ

Photo Credit: Vivo

Vivo X300 Ultra માં ટેલિફોટો એક્સટેન્ડર સપોર્ટ મળશે .

હાઇલાઇટ્સ
  • બંને ડિવાઈસ આવતા મહિને ભારતીય બજારમાં એન્ટ્રી કરશે
  • ભારતમાં 6 મેના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે .
  • Vivo X300 FE લીલાક પર્પલ , નોઇર બ્લેક અને અર્બન ઓલિવ જેવા આકર્ષક કલરમા
જાહેરાત

Vivo એ તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X300 Ultra અને Vivo X300 FE ની ભારત લોન્ચ તારીખ સત્તાવાર રીતે જાહેર કરી છે . બંને ડિવાઈસ આવતા મહિને  ભારતીય બજારમાં એન્ટ્રી કરશે . કંપનીએ પોતાની માઈક્રોસાઈટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્રારા ફોનની ડિઝાઈન , કલર વિકલ્પો અને મુખ્ય ફીચર્સ વિશે  માહિતી આપી છે . Vivo X300 Ultra માર્ચમાં ચીનમાં લોન્ચ થયો હતો , જયારે  Vivo X300 FEપહેલાથી જ કેટલાક વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ છે  .  આ નવા લોન્ચથી Vivo ભારતમાં તેની X300 સિરીઝને વધારે છે .


 Vivo X300 Ultra અને Vivo X300 FE  ભારતમાં  લોન્ચ તારીખ અને ડિઝાઈન 

કંપનીના બતાવ્યા અનુસાર , Vivo X300 Ultra અને Vivo X300 FE ભારતમાં 6 મેના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે .  Vivo X300 FE  લીલાક પર્પલ , નોઇર બ્લેક અને અર્બન ઓલિવ જેવા  આકર્ષક કલરમાં ઉપલબ્ધ રહેશે . આ સ્માર્ટફોન માત્ર 7.99mm પાતળો અને વજનમાં 191 ગ્રામ છે , જેથી  તેને પકડવામાં  સરળતા રહેશે . તેમાં AG ફિનિશ આપવામાં આવી છે , જે પ્રીમિયમ લુક અને ફીલ આપે છે .
 

vivo x300 fe vivo inline x300 fe

The Vivo X300 FE  ફોન Zeiss Telephoto Extender Gen 2 એક્સેસરીને સપોર્ટ કરે છે
Photo Credit: Vivo

Vivo X300 FE  સ્પેસિફિકેશન્સ 

Vivo X300 FE  માં Snapdragon 8 Gen 5 પ્રોસેસર સાથે LPDDR5x RAM અને USF 4.1 સ્ટોરેજ મળશે . તેમાં 6,500 ની મોટી બેટરી છે , જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

કેમેરાની વાત કરીએ તો, આ ફોનમાં Zeiss સાથે મળીને બનાવાયેલ 50MP Sony IMX921 મુખ્ય સેન્સર મળશે . સાથે 50MP ટેલિફોટો લેન્સ (3x ઓપ્ટિકલ અને 100x ડિજિટલ ઝૂમ ) અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે . સેલ્ફી માટે 50MP વાઈડ - એંગલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . તેમાં Zeiss મલ્ટીફોકલ  પોર્ટ્રેટ મોડ , એડેપ્ટિવ ઝૂમ ફ્લેશ અને સ્ટ્રીટ ફોટોગ્રાફી મોડ જેવી સુવિધાઓ શામેલ છે .

આ ઉપરાંત , ફોન Zeiss Telephoto Extender Gen 2 એક્સેસરીને સપોર્ટ કરે છે , જે  200mm ફોકલ લંબાઈ આપે છે . OriginOS આધારિત AI ફીચર્સ , મેમરી  ફ્યુઝન અને ક્રોસ - ડિવાઈસ શેરિંગ પણ મળશે .

Vivo X300 Ultra : પ્રીમિયમ કેમેરા 

Vivo X300 Ultra Eclipse Black અને Victory Green કલરમાં આવશે . તેમાં કેમેરા માટે નર્લ્ડ ટેક્સચર ફિનિશ હશે . આ સ્માર્ટફોનમાં Zeiss Master Lenses  સિસ્ટમ આપવામાં આવી છે , જેમાં 50MP અલ્ટ્રાવાઇડ , 200MP મુખ્ય અને 200MP ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે . આ ફોન બાહરના ટેલિફોટો  લેન્સ (200mm અને 400mm ) ને પણ સપોર્ટ કરે છે અને ફોટોગ્રાફર કિટ સાથે આવશે , જેમાં ઇમેજિંગ ગ્રિપ , ટ્રાઇપોડ અને અન્ય એસેસરીઝ શામેલ  છે .

વિડીયો માટે , તેમાં 4K 120fps  રેકોર્ડિંગ , Dolby Vision , 10 - bit Log અને ACES સપોર્ટ જેવી પ્રોફેશનલ સુવિધાઓ આપવામાં આવી છે . સાથે જ 60fps  ઓટોફોક્સ ટ્રેકિંગ અને સ્લો - મોશન રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે .

Vivo X300 Ultra માં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર , 6,600mAh બેટરી અને 100W વાયર્ડ + 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે . તેમાં  હીટ મેનેજમેન્ટ માટે વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે . કંપનીએ ખાતરી આપી છે કે આ ફોનને 5 વર્ષ સુધી OS અપડેટ્સ અને 7 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળશે  .

આ રીતે Vivo X300 Ultra અને X300 FE ભારતીય બજારમાં પ્રીમિયમ ડિઝાઈન , શક્તિશાળી પરફોર્મન્સ અને એડવાન્સ્ડ કેમેરા ફીચર્સ સાથે ધમાકેદાર  એન્ટ્રી  કરવા તૈયાર છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. નવી ChatGPT Images 2.0 થી હવે વધુ ચોક્કસ અને બહુભાષી વિઝ્યુઅલ્સ બનાવવી સરળ
  2. પ્રીમિયમ કેમેરા અને શક્તિશાળી ફીચર્સ સાથે Vivo X300 સિરીઝનો વિસ્તરણ
  3. મે મહિનામાં ભારતમાં એન્ટ્રી કરશે Oppo Find X9s અને Find X9 Ultra
  4. પેન્ટોન કલર વિકલ્પો સાથે Motorola Edge 70 Pro એન્ટ્રી , શક્તિશાળી કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ
  5. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  6. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  7. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  8. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  9. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  10. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »