Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ

Vivo X300eનું લોન્ચ ઇવેન્ટ 27 ઓગસ્ટે લાઈવ થશે

Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ

Photo Credit: Vivo

Vivo X300e ફોનમાં 6.59 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • Vivo આજે પોતાના નવા સ્માર્ટફોન Vivo X300eને લોન્ચ કરવા જઈ રહી
  • લોન્ચ ઇવેન્ટ આજે , 27 ઓગસ્ટ , ચીનમાં યોજાશે
  • ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
જાહેરાત

Vivo આજે પોતાના નવા સ્માર્ટફોન Vivo X300e ને લોન્ચ  કરવા જઈ રહી છે . છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સર્ટિફિકેશન અને લીક્સ દ્રારા ફોનના મોટાભાગના સ્પેસિફિકેશન્સ સામે આવી ચુક્યા છે . કંપની આ સ્માર્ટફોનને પહેલા ચીનના બજારમાં રજૂ કરશે . લોન્ચ ઇવેન્ટ બાદ ફોનની કિંમત અને ઉપલબ્ધતા અંગે પણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે .

આજે લોન્ચ થશે ઇવેન્ટ :

Vivo X300eનું લોન્ચ ઇવેન્ટ આજે , 27 ઓગસ્ટ , ચીનમાં યોજાશે . કંપની પોતાના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે . લોન્ચ પહેલા મળેલી માહિતી મુજબ કંપની ફોનને ત્રણ કલર વિકલ્પોમાં રજૂ કરી શકે છે .

Vivo X300eના અપેક્ષિત સ્પેસિફિકેશન્સ :

લીક્સ મુજબ Vivo X300eમાં 6.59 ઈંચનું હાઈ - રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે .પરફોર્મન્સ માટે તેમાં Qualcommનો Snapdragon 8 Gen 5 પ્રોસેસર મળશે , જે મહત્તમ 3.8GHz ક્લોક સ્પીડ સાથે કામ કરશે . ફોન 8GB + 256GB , 12GB + 256GB અને 12GB + 512GB સ્ટોરેજ વિકલ્પોમાં આવી શકે છે .

Vivo X300e કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળવાની શક્યતા છે . તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા , 50 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 8 મેગાપિક્સલનો ત્રીજો સેન્સર હોઈ શકે છે . સેલ્ફી અને  વિડીયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે .

ફોનમાં 7,200mAhની મોટી બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે . આ ઉપરાંત , ફોન Android 16 પર આધારિત Funtouch OS સાથે આવી શકે છે .

કલર ઓપ્શન અને અન્ય ફીચર્સ :

લીક્સ અનુસાર Vivo X300eને Moonlight White , Sunlight Orange અને Midnight Black કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવી શકે છે . ફોનનું કદ 157.52 x 74.33 x 7.99mm અને વજન આશરે 203 ગ્રામ હોઈ શકે છે .

કનેક્ટિવિટી માટે તેમાં NFC , Bluetooth , Wi-Fi  અને USB Type-C જેવા વિકલ્પો મળશે . સુરક્ષા માટે ફોનમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  2. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
  3. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  4. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  5. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  6. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  7. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  8. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  9. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  10. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »