Vivo X500 સિરીઝમાં ત્રણ મોડેલ શામેલ હોઈ શકે છે જે Vivo X300 સિરીઝથી તદ્દન જુદું છે
Photo Credit: Vivo
Vivo X500 સિરીઝ ગયા વર્ષના Vivo X300 લાઈનઅપને આગળ વધારવાની અપેક્ષા છે .
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા Vivo આ વર્ષના અંત સુધીમાં તેની અગામી ફ્લેગશિપ Vivo X500 સિરીઝ લોન્ચ કરી શકે છે . જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી આ લાઇનઅપને લઈને અનેક લીક્સ અને અહેવાલો સામે આવી રહ્યા છે . નવી રિપોર્ટ અનુસાર , Vivo X500 સિરીઝમાં શરૂઆતમાં ત્રણ મોડેલ રજૂ થઈ શકે છે , જેમાં સ્ટાન્ડર્ડ Vivo X500 , Vivo X500 Pro અને Vivo X500 Pro Max નો સમાવેશ થવાની શક્યતા છે . અહેવાલ મુજબ . Vivo X500 Pro Max માં 8,000mAh બેટરી અને Media Tek Dimensity 9600 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે
લીક્સ મુજબ , Vivo X500 Pro Max માં અત્યાર સુધીની Vivo X - સિરીઝની સૌથી મોટી બેટરી આપવામાં આવી શકે છે . કહેવામાં આવે છે કે કંપની હાલમાં 8,000mAh બેટરી ધરાવતા પ્રોટોટાઈપનું ટેસ્ટ કરી રહી છે . જો આ માહિતી સાચી સાબિત થાય તો , આ સ્માર્ટફોન Vivo ના અત્યાર સુધીના સૌથી વધુ બેટરી ક્ષમતા ધરાવતા ફ્લેગશિપ ફોનમાંનો એક બની શકે છે .
Vivo X500 Pro Max માં Media Tek Dimensity 9600 Pro પ્રોસેસર આપવામાં આવી શકે છે . આ ચિપસેટ 2nm પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત હોવાની શક્યતા છે . હાલમાં Vivo X300 Ultra માં 6,600mAh બેટરી આપવામાં આવી છે , જયારે Vivo X300s માં 7,100mAh બેટરી છે . આવી સ્થિતિમાં Vivo X500 Pro Max બેટરીના મામલે મોટો અપગ્રેડ સાબિત થઈ શકે છે .
ડિસ્પ્લે સંબંધિત લીક્સમાં જણાવાયું છે કે સ્ટાન્ડર્ડ Vivo X500 માં 6.59 ઇંચ સ્ક્રીન મળી શકે છે . Vivo X500 Proમાં 6.31 ઇંચની કોમ્પેકટ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે , જયારે ટોપ મોડેલ Vivo X500 Pro Maxમાં 6.85 ઇંચની મોટી સ્ક્રીન મળવાની શક્યતા છે .
હવે વાત કરીએ કેમેરાની તો , Vivo X500 Pro Maxમાં 50 - મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે , જેમાં LOFIC ટેક્નોલોજીનો સમાવેશ થવાની શક્યતા છે . સાથે જ, તેમાં 200 - મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ મળી શકે છે . જોકે , કંપનીએ હજુ સુધી આ તમામ વિગતોની સત્તાવાર જાહેરાત કરી નથી .
જાહેરાત
જાહેરાત
Google Reportedly Begins Rolling Out Android Backup Storage Policy Update
Telegram Gets New Rich Text Editor, Communities, and Ephemeral Bot Messages
Samsung's 'Back to School' Sale Brings Discounts on Galaxy S26 Series, Galaxy Book 6 Pro, Galaxy Tab S11 Ultra and More