જો તમારું બજેટ 20,000 રૂપિયાથી ઓછું છે તો Vivo Y200 Pro 5G એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે
Photo Credit: Vivo
Vivo Y200 Pro 5G માં 6.78 ઇંચ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે .
જો તમે 20,000 રૂપિયાથી ઓછા બજેટમાં એક સ્ટાઈલિશ અને ફીચર્સથી ભરપૂર 5G સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો , તો Vivo Y200 Pro 5G તમારા માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે . કંપનીના આ સ્માર્ટફોન પર હાલમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે , જેના કારણે તે તેની લોન્ચ કિંમતની સરખામણીએ ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ થયો છે . આ લેખમાં તમને Vivo Y200 Pro 5Gની નવી કિંમત અને તેના સ્પેસિફિકેશન્સ વિશે જાણવા મળશે . Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરવા પર વધારાનું 900 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે .
ફ્લિપકાર્ટ પર Vivo Y200 Pro 5G ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હાલમાં આશરે રૂપિયા 18,000 રાખવામાં આવી છે . આ વાત નોંધ લેવા જેવી છે કે મે 2024માં આ ફોન રૂપિયા 24,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો . એટલે કે ગ્રાહકોને સીધો લગભગ રૂપિયા 7,000થી વધુ લાભ મળી રહ્યો છે .
આ ઉપરાંત , Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરવા પર વધારાનું 900 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત લગભગ રૂપિયા 17,100 સુધી પહોંચી શકે છે . જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન હોય તો એક્સચેન્જ તમારી પાસે જૂનો સ્માર્ટફોન હોય તો એક્સચેન્જ ઓફર દ્રારા વધુ બચત કરવાની તક પણ મળે છે .
Vivo Y200 Pro 5G માં 6.78 ઈંચનું 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે FULL HD + રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . સ્ક્રીન 1300 nits સુધીની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે , જેના કારણે બહારના પ્રકાશમાં પણ કન્ટેન્ટ સરળતાથી જોઈ શકાય છે .
પરફોર્મન્સ માટે ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે રોજિંદા કામો ઉપરાંત મલ્ટિટાસ્કિંગ અને સામાન્ય ગેમિંગ માટે પણ સારો અનુભવ આપે છે . ડિવાઇસને ધૂળ અને પાણીના હળવા છાંટાથી સુરક્ષિત રાખવા માટે IP54 રેટિંગ પણ આપવામાં આવી છે .
ફોટોગ્રાફી માટે Vivo Y200 Pro 5Gમાં 64MP નો મુખ્ય કેમેરા અને 2MP નો બોહેક સેન્સર આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .
પાવર બેકઅપની વાત કરીએ તો આ ફોનમાં 5,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીનો દાવો છે કે આ ચાર્જિંગ ટેક્નોલોજી ફોનને ઓછા સમયમાં ચાર્જ કરવામાં મદદ કરે છે .
આ સ્માર્ટફોન Android 14 આધારિત FuntouchOS 14 પર ચાલે છે , જેમાં યુઝર્સને નવા ફીચર્સ અને સ્મૂથ યુઝર એક્સપિરિયન્સ મળે છે .
જો તમે ડિસ્કાઉન્ટ સાથે એક કર્વ્ડ AMOLED ડિસ્પ્લે , 5G કનેક્ટિવિટી અને લાંબી બેટરી લાઈફ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છો , તો Vivo Y200 Pro 5G પર ચાલી રહેલી આ ઓફર તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
Acer Aspire X 16, Aspire 18 AI Copilot+ PCs Launched Alongside Aspire C27 AI, Aspire C24 AI All-in-One Desktops