Vivo Y21 5G અને Vivo Y11 5G ગયા મહિને સિંગાપુરમાં લોન્ચ થયો હતો
Photo Credit: Vivo
Vivo Y21 5Gમાં 5MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે .
ગયા મહિને ચીની સ્માર્ટફોન કંપની Vivo એ પોતાના Vivo Y21 5G ને પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો હતો અને હવે એવું માનવામાં આવે છે કે કંપની ટૂંક જ સમયમાં ભારતમાં Y સિરીઝના બે નવા ફોન Vivo Y21 5G અને Y11 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે . જોકે , કંપનીના તરફથી કોઈ પણ સત્તાવાર તરીકે જાહેર કરી નથી . આ બંને ફોનની ભારતમાં કિંમત , સ્ટોરેજ અને કલર વિકલ્પો અને કેટલીક મુખ્ય ફીચર્સ ઓનલાઇન લીક થઇ ચુકી છે . માનવામાં આવે છે કે આ બંને ડિવાઇસ તેમના સિંગાપુરના વેરિઅન્ટની જેવા જ હશે .
Vivo Y21 5G:
નવી લીક થયેલી માહિતી મુજબ , Vivo Y21 5Gના ભારતમાં અનેક વેરિઅન્ટ જોવા મળી શકે છે . 4GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 18,499 રૂપિયા હોઈ શકે જયારે 6GB RAM અને 128GB વેરિઅન્ટની કિંમત લગભગ 20,499 રૂપિયા અને 8GB RAM અને 128GB વેરિઅન્ટની કિંમત લગભગ 22,499 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે . આ ફોન શેમ્પેન ગોલ્ડ અને મિડનાઇટ બ્લુ જેવા કલરમાં મળશે .
Vivo Y11 5G:
Vivo Y11 5G ભારતમાં સસ્તા મોબાઈલમાં આવી શકે છે . આ ફોનનું બેઝ મોડેલ , જે 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે આવે છે , તેની કિંમત લગભગ 14,999 રૂપિયા હોઈ શકે છે . તેમજ 4GB RAM +128GB વેરિઅન્ટની કિંમત લગભગ 16,999 રૂપિયા હોઈ શકે , જ્યારે આ ફોન મિડનાઇટ બ્લુ અને સનશાઈન ગોલ્ડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે .
સ્પેસિફિકેશન્સ :
આ બંને ફોનમાં Media Tek Dimensity 6300 ચિપસેટ પર ચાલે છે .આને 6.74 ઈંચનું LCD ડિસ્પ્લે મળે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધીની બ્રાઇટનેસ મળશે . આ બંને ફોનમાં 6,500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જોકે આને IP65 રેટિંગ સાથે ધૂળ અને પાણીના છાંટાથી રક્ષણ મળે છે .
કેમેરા :
આ બંને ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે , જેમાં QVGA સેન્સર હશે . Vivo Y21 5Gમાં 50MP પ્રાઈમરી કેમેરા અને Vivo Y11 5Gમાં 13MP પ્રાઈમરી કેમેરા હોઈ શકે છે , જોકે આ બંને ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે . ચાર્જિંગ માટે Vivo Y11 5G 15W અને Vivo Y21 5G લગભગ 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch