Xiaomi 17T સિરીઝમાં મોટી બેટરી અને Leica કેમેરા સેટઅપ મળશે

Xiaomi 17T સિરીઝના સ્માર્ટફોન 28 મેના રોજ વૈશ્વિક બજારોમાં લોન્ચ થશે

Xiaomi 17T સિરીઝમાં મોટી બેટરી અને Leica કેમેરા સેટઅપ મળશે

Photo Credit: Xiaomi

Xiaomi 17T સિરીઝમાં ફ્લેટ રિયર પેનલ હશે .

હાઇલાઇટ્સ
  • સ્ટાન્ડર્ડ Xiaomi 17T મોડેલ 4 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે
  • Xiaomi 17T માં Leica ટ્યુન્ડ ટ્રિપલ કેમેરા સેટઅપ
  • આ સ્માર્ટફોન એક જ ચાર્જ પર 9.5 કલાક સુધી સતત વિડીયો રેકોર્ડિંગ કરી શકશ
જાહેરાત

Xiaomi 17T  સિરીઝ ગુરુવારે પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની તૈયારીમાં છે . આ દરમિયાન , કંપની આવતા મહિને ભારતમાં સ્ટાન્ડર્ડ 
Xiaomi 17T મોડેલ રજૂ કરશે . આ હેન્ડસેટ માટે માઈક્રોસાઈટ પહેલેથી જ લાઈવ થઈ ચુકી છે અને હવે તેને નવા સ્પેસિફિકેશન્સ સાથે અપડેટ કરવામાં આવી  છે . કંપનીએ ફોનના ચિપસેટ , બેટરી અને અન્ય ફીચર્સ વિશે માહિતી જાહેર કરી છે .  Xiaomi 17Tમાં ઓક્ટા કોર Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવશે .  સ્ટાન્ડર્ડ Xiaomi 17T  મોડેલ 4 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે .

 Xiaomi 17T સ્પેસિફિકેશન્સ :

નવી અપડેટ થયેલી માઈક્રોસાઈટ મુજબ ,  Xiaomi 17Tમાં ઓક્ટા કોર Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવશે . આ જ પ્રોસેસર Redmi Turbo 5 માં પણ જોવા મળશે , જે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે . આથી આ વાત સ્પષ્ટ થાય છે કે Xiaomi 17T  સિરીઝના બંને મોડેલ્સમાં Media Tek SoC નો ઉપયોગ કરવામાં આવશે , જયારે Xiaomi 17T  લાઇનઅપ અન્ય ફોનમાં Snapdragon 8 Elite Gen 5 ચિપ આપવામાં આવી છે . 

કંપનીએ આગળ જણાવ્યું છે કે Xiaomi 17T માં 6,500mAh સિલિકોન કાર્બન બેટરી મળશે , જે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે . ફોનમાં USB Type - C પોર્ટ આપવામાં આવશે . ડિસ્પ્લેને TUV Rheinland લો બ્લુ લાઈટ , ફ્લિકર ફ્રી , સર્કેડિયન ફ્રેન્ડલી અને ઇન્ટેલિજેન્ટ આઈ કેર સર્ટિફિકેશન મળ્યું  હોવાનું  પણ જણાવાયું છે . ઉપરાંત , ફ્રન્ટ કેમેરા માટે હોલ પંચ કટઆઉટ આપવામાં આવશે .

બીજી તરફ , Xiaomi 17T  Pro મોડેલમાં ફ્લેગશિપ Media Tek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવશે , જે 3nm પ્રોસેસ પર આધારિત છે . પ્રો મોડેલમાં  7,000mAh સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવશે . કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન એક જ ચાર્જ પર 9.5   કલાક સુધી સતત વિડીયો રેકોર્ડિંગ  કરી શકશે .


Xiaomi 17T  અને Xiaomi 17T  Pro નું વૈશ્વિક લોન્ચિંગ 28 મેના રોજ થશે . ત્યારબાદ , સ્ટાન્ડર્ડ Xiaomi 17T  મોડેલ 4 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે . સ્માર્ટફોન Amazon અને Xiaomi India ના ઓનલાઈન સ્ટોર મારફતે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે .

હવે વાત કરીએ કેમેરા વિભાગની તો , Xiaomi 17T માં Leica ટ્યુન્ડ ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે . તેમાં ટેલિફોટો લેન્સ પણ સામેલ હશે , જે 5x ઓપ્ટિકલ ઝૂમ , 10x " ઓપ્ટિકલ ક્વોલિટી " ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomi 17T હવે વધુ સસ્તો , એક્સચેન્જ ઓફરથી રૂપિયા 38,300 સુધીની બચત
  2. Facebook Messengerમાં Secret Conversations ફીચરનો ઉપયોગ કરવાની સરળ રીત
  3. Hisense A10માં E - Ink સ્ક્રીન અને અલગ કરી શકાય તેવી ડિસ્પ્લે , જાણો ખાસિયતો
  4. Acer Sospiro A15માં 5000mAh બેટરી અને Android 16 , જાણો તમામ ફીચર્સ
  5. પબ્લિક Instagram ફોટોથી AI ઈમેજ બનાવતું Metaનું ફીચર હટાવાયું
  6. Apple Siliconમાં મોટો ફેરફાર , M7 Ultra ચિપથી AI પર રહેશે ખાસ ફોક્સ
  7. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  8. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  9. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  10. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »