Xiaomi 17T Proમાં શક્તિશાળી ચિપસેટ અને મોટી બેટરી મળી શકે , લોન્ચ નજીક

Xiaomi 17T સિરીઝમાં સ્ટાન્ડર્ડ અને Pro મોડેલ હોઈ શકે છે .

Xiaomi 17T Proમાં  શક્તિશાળી ચિપસેટ અને મોટી બેટરી મળી શકે , લોન્ચ નજીક

Photo Credit: Xiaomi

Xiaomi 17T Pro ગયા વર્ષના Xiaomi 15T Proને આગળ વધારી શકે છે .

હાઇલાઇટ્સ
  • Xiaomi 17T ને થાઈલેન્ડની NBTC સર્ટિફિકેશન સાઈટ
  • ફોનમાં 8,500mAh ની મોટી બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ
  • ફોનમાં IP68 અને IP69 રેટિંગ
જાહેરાત

Xiaomi પોતાની નવી Xiaomi 17T સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે . આ સિરીઝમાં Xiaomi 17T pro અને Xiaomi 17T શામેલ હોઈ શકે છે . ગયા વર્ષે  લોન્ચ થયેલી Xiaomi 15T સિરીઝ બાદ હવે કંપની તેની નવી જનરેશન પર કામ કરી રહી છે . નવા અહેવાલો મુજબ , Xiaomi 17T pro  થાઈલેન્ડની સર્ટિફિકેશન  વેબસાઈટ પર જોવા મળ્યો છે , જે સૂચવે છે કે તેનો લોન્ચ ટૂંક સમયમાં થઈ શકે છે .આ પહેલા સ્ટાન્ડર્ડ મોડેલ સિંગાપોરમાં પણ સર્ટિફિકેશન સાઈટ પર જોવા મળ્યો હતો .

Xiaomi 17T સર્ટિફિકેશન સાઈટ પર:

Xiaomi 17T ને થાઈલેન્ડની NBTC સર્ટિફિકેશન સાઈટ પર મોડેલ નંબર 2602EPTC0G સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે અને આજ જ લિસ્ટિંગથી ખબર પડી કે  આ ફોન ટૂંક જ સમયમાં દુનિયાભરમાં લોન્ચ થઇ શકે છે .હાલમાં કંપનીએ ફોનના ફીચર્સ , ડિઝાઈન કે કિંમત અંગે  કોઈ પણ સત્તાવાર જાહેરાત આપી નથી પરંતુ આવતા સમયમાં આ વિગતો બહાર આવવાની શક્યતા છે .

આના પહેલા Xiaomi 17T સિંગાપોરની IMDA વેબસાઈટ પર પણ જોવા મળ્યો હતો . આ લિસ્ટિંગમાં ખુલાસો થયો હતો કે ફોનમાં Bluetooth, Wi-Fi અને  NFC જેવી કનેક્ટિવિટી પણ મળશે . આ ઉપરાંત Xiaomi 17T અને 17T  Pro  બંને IMEI ડેટાબેઝમાં પણ અલગ-અલગ મોડેલ નંબર સાથે નોંધાયા હતા .

લીક થયેલી માહિતી મુજબ , Xiaomi 17T Pro માં 3nm ઓક્ટા-કોર Media Tek Dimensity 9500 પ્રોસેસર મળી શકે છે . ફોનમાં IP68 અને IP69 રેટિંગ સાથે  ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ મળેલ છે .

આ ફોનમાં 8,500mAh ની મોટી બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે . સુરક્ષા માટે તેમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં  આવી છે . આ સ્માર્ટફોન Xiaomi 15T Proનો સક્સેસર બની શકે છે , જે સપ્ટેમ્બર 2025માં લોન્ચ થયો હતો . આ ફોનની શરૂઆતની કિંમત GBP 649(લગભગ 77,000 રૂપિયા ) હતી અને તેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું . આના જુના મોડેલમાં Media Tek Dimensity 9400+ પ્રોસેસર અને  5,500mAh બેટરી આપવામાં આવી હતી 

Xiaomi 17T સિરીઝમાં  વધુ શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી અને પ્રીમિયમ ફીચર્સ સાથે અપગ્રેડ જોવા મળી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ  :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 
  2. Android 5.0 યુઝર્સ માટે ઝટકો : WhatsApp હવે નહીં ચાલે જૂના ડિવાઈસ 
  3. જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 
  4. સમાજને પ્રેરણા આપતી " નુક્કડ નાટક " હવે નેટફ્લિક્સ પર 
  5. Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 
  6. Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 
  7. Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 
  8. HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 
  9. JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 
  10. Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »