Xiaomi 17T એ 1.5K રિઝોલ્યુશન સાથે 6.59 ઇંચ AMOLED સ્ક્રીન સાથે આવશે
Photo Credit: Xiaomi
Xiaomi 17T , Xiaomi 15T કરતા અપગ્રેડ સાથે આવશે .
Xiaomi પોતાની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Xiaomi 17T Pro અને Xiaomi 17T ને આવતા અઠવાડિયે વૈશ્વિક બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે . લોન્ચ પહેલા જ એક રિટેલ લિસ્ટિંગ દ્રારા બંને ફોનની કિંમત , ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ લીક થઈ ગયા છે , જેના કારણે ટેક જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે . Pro મોડેલમાં 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે , Media Tek Dimensity 9500 ચિપસેટ અને 7,000mAh બેટરી મળશે . બીજી તરફ Xiaomi 17T માં 6.59 ઇંચ AMOLED સ્ક્રીન , Dimensity 8500 Ultra SoC અને 6,500mAh બેટરી આપવામાં આવશે .
હવે વાત કરીએ કિંમતની તો , રશિયન ઈ - કોમર્સ લિસ્ટિંગ મુજબ Xiaomi 17T Pro ની કિંમત લગભગ RUB 65,651 (લગભગ રૂપિયા 78,000) થી શરૂ થાય છે . બીજી તરફ Xiaomi 17T ની કિંમત રૂપિયા 76,000થી રૂપિયા 82,000 વચ્ચે હોવાની શક્યતા છે , આ બંને ફોનની સ્ટોરેજ વેરિઅન્ટ પ્રમાણે બદલાઈ શકે છે .
આ નવી સિરીઝ 28 મેના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થવાની છે . લોન્ચ બાદ Xiaomi આ બંને સ્માર્ટફોનને અલગ અલગ બજારોમાં ઉપલબ્ધ કરાવશે , જેમાં કેટલીક જગ્યાએ સ્ટાન્ડર્ડ મોડેલ પછીથી લોન્ચ થવાની પણ સંભાવના છે .
![]()
Photo Credit: Wildberries.ru
લીક થયેલા રિપોર્ટ મુજબ , Xiaomi 17T Pro માં 6.83 ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે મળશે , જેમાં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ હશે . આ ફોન Media Tek Dimensity 9500 ચિપસેટ સાથે આવશે અને 12GB RAM સાથે પાવરફુલ પરફોર્મન્સ આપશે .બીજી તરફ સ્ટાન્ડર્ડ Xiaomi 17T માં 6.59 ઇંચ AMOLED સ્ક્રીન હશે , જે Dimensity 8500 Ultra SoC દ્રારા સંચાલિત થશે .
કેમેરા સેટઅપની વાત કરીએ તો , Xiaomi 17T Pro માં ટ્રિપલ રિયર કેમેરા મળશે , જેમાં 50MP પ્રાઈમરી સેન્સર , 50MP સેકન્ડરી લેન્સ અને 12MP ત્રીજો સેન્સર સામેલ છે . Xiaomi 17T માં પણ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં બે 50MP કેમેરા અને એક 12MP લેન્સ છે . બંને મોડેલમાં 32MP નો ફ્રન્ટ કેમેરા આપેલ છે જે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આપવામાં આવ્યો છે .
બેટરી વિભાગમાં પણ આ બંને ફોન ખુબ જ મજબૂત દેખાય છે , Xiaomi 17T Pro માં 7,000mAh મોટી બેટરી હશે , જયારે સ્ટાન્ડર્ડ Xiaomi 17T માં 6,500mAh બેટરી આપવામાં આવશે . બંને ડિવાઈસ Android 16 પર આધારિત હશે અને IP68 રેટિંગ સાથે ધૂળ અને પાણી સામે સુરક્ષા આપશે .
જાહેરાત
જાહેરાત
Apple's New Chief Hardware Officer Restructures Leadership to Speed Up Product Development: Report