Xiaomi 17T ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ

Xiaomi 17T ભારતમાં 4 મેના રોજ લોન્ચ થવાનું છે .

Xiaomi 17T  ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ

Photo Credit: Xiaomi

Xiaomi 17T સિરીઝમાં Leica બ્રાન્ડેડ કેમેરા હશે .

હાઇલાઇટ્સ
  • સ્ટાન્ડર્ડ Xiaomi 17T મોડેલ આવતા મહિને ભારતમાં પણ રજૂ થશે
  • ફોનના પાછળના ભાગમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ જોવા મળશે
  • Xiaomi 17T માં 6.59 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે
જાહેરાત

Xiaomi 17T  સિરીઝનું વૈશ્વિક લોન્ચ હવે નજીક આવી ગયું છે . કંપનીએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે સ્ટાન્ડર્ડ Xiaomi 17T  મોડેલ આવતા મહિને ભારતમાં પણ  રજૂ થશે . હવે Xiaomi એ નવી સિરીઝની ડિઝાઈન અને કેટલાક મુખ્ય ડિટેઈલ્સ જાહેર કર્યા છે . એવી અપેક્ષા રાખવામાં આવી છે કે લાઇનઅપમાં Xiaomi 17T  અને Xiaomi 17T  Pro મોડેલ્સ સામેલ થઈ શકે છે . કંપનીએ જણાવ્યું છે કે નવી સિરીઝ બે અલગ ડિસ્પ્લે સાઈઝ અને    ઓછામાં ઓછા  બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે  .

Xiaomi 17T  ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા :

Xiaomi 17T   સિરીઝ 28 મેના રોજ વૈશ્વિક બજારમાં લોન્ચ થશે . બીજી તરફ , સ્ટાન્ડર્ડ Xiaomi 17T   મોડેલ 4 જૂને ભારતમાં રજૂ થશે . આ વાત નોંધ લેવા જેવી છે કે ચાર વર્ષથી વધુ સમય પછી Xiaomi  ફરી એકવાર દેશમાં પોતાની T  સિરીઝ લઈને આવી રહી છે .

Xiaomi 17T   ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Xiaomi દ્રારા શેર કરાયેલા ટીઝર મુજબ , નાનું મોડેલ વાયોલેટ કલરમાં આવશે , જયારે મોટો વેરિઅન્ટ ડીપ બ્લુ કલર ઓપ્શનમાં જોવા મળશે . બંને સ્માર્ટફોનમાં લગભગ સમાન  ડિઝાઈન આપવામાં આવી છે . ફોનના પાછળના ભાગમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ જોવા મળશે , જેમાં Leica ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ  આપવામાં આવશે . કેમેરા ડેકોની બાજુમાં LED ફ્લેશ પણ મૂકવામાં આવ્યો છે . પાછળના પેનલના નીચેના ડાબા ખૂણામાં Xiaomi બ્રાન્ડિંગ ઊભી રીતે ગોઠવાયેલુ જોવા મળે છે .

ડિઝાઈનની વાત કરીએ તો , બંને હેન્ડસેટમાં ફ્લેટ મેટલ ફ્રેમ આપવામાં આવશે . ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ્સ હશે , જયારે  ડાબી બાજુ સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવી છે . પ્રીમિયમ લુક અને મિનિમલ ડિઝાઈન પર કંપનીએ ખાસ ધ્યાન આપ્યું હોવાનું દેખાય છે .

હવે વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો , લીક્સ અનુસાર Xiaomi 17T  માં 6.59 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે , જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે . આ ફોનની ડિસ્પ્લે 460 ppi પિક્સેલ ડેન્સિટી પણ ઓફર કરશે . સ્માર્ટફોન 4nm આધારિત Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવી શકે છે , જે 3.4GHz સુધીની પીક ક્લોક સ્પીડ સાથે આવશે . આ ઉપરાંત , ફોનમાં 12GB LPDDR5x RAM અને 512GB સુધીની UFS 4.1 સ્ટોરેજ મળવાની શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »