Xiaomi એ Xiaomi 45W Mini-GaN ચાર્જર લોન્ચ કરીને ભારતમાં તેની એક્સેસરી લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. તેના નામ પ્રમાણે, નવું પાવર એડેપ્ટર ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલ્ટ્રા-કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટરમાં હાઇ-સ્પીડ ચાર્જિંગ આપે છે
Xiaomi 45W Mini-GaN ચાર્જર કેબલ સાથે ભારતમાં લોન્ચ થયું
Xiaomi એ Xiaomi 45W Mini-GaN ચાર્જર લોન્ચ કરીને ભારતમાં તેની એક્સેસરી લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. તેના નામ પ્રમાણે, નવું પાવર એડેપ્ટર ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલ્ટ્રા-કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટરમાં હાઇ-સ્પીડ ચાર્જિંગ આપે છે જે પરંપરાગત સિલિકોન-આધારિત ચાર્જર કરતા નોંધપાત્ર રીતે નાનું છે. Xiaomi 45W Mini-GaN ચાર્જર વ્હાઇટ કલરમાં આવે છે અને તેની કિંમત રૂ. 1,799 છે. ઘણા સ્ટેન્ડઅલોન એડેપ્ટરોથી વિપરીત, Xiaomi બોક્સમાં USB-C થી USB-C કેબલ સાથે આપવામાં આવ્યું છે. તે હવે mi.com અને ઑફલાઇન સ્ટોર્સ પરથી ઉપલબ્ધ છે.
આ ચાર્જરની ખાસિયત તેનું કદ છે. થર્ડ જનરેશનની GaN ટેકનોલોજીનો ઉપયોગ કરીને, Xiaomi એ ચાર્જરની સાઈઝ નોંધપાત રીતે ઘટાડાઈ છે. તે સરળતાથી પોર્ટેબલ, ખિસ્સામાં અથવા નાના ટેક પાઉચમાં આરામથી ફિટ થઈ શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને ટ્રાવેલીગ માટે આદર્શ બાનવે છે.
તેના નાના કદ છતાં, ચાર્જર 45W મહત્તમ આઉટપુટ સાથે ઉત્તમ ક્ષમતા ધરાવે છે. તે વિવિધ ઉપકરણોને ઝડપથી ચાર્જ કરવામાં સક્ષમ છે. આ ચાર્જર ફક્ત Xiaomi ઉપકરણો પૂરતું મર્યાદિત નથી. તે PD 3.0 (પાવર ડિલિવરી), QC 3.0 (ક્વિક ચાર્જ) અને PPS (પ્રોગ્રામેબલ પાવર સપ્લાય) સહિત મુખ્ય ઝડપી-ચાર્જિંગ પ્રોટોકોલને સપોર્ટ કરે છે.
Xiaomi, Redmi, POCO, iPhone અને Samsung Galaxy ઉપકરણો સાથે સુસંગત, તે હળવા વજનના લેપટોપ (જેમ કે MacBook Air) અને ટેબ્લેટ (iPads અને Xiaomi Pads) ને ચાર્જ કરવામાં પણ સક્ષમ છે. Xiaomi ઉપકરણમાં સિક્યોરિટી માંટે અનેક લેયર રાખવામાં આવ્યા છે જેમાં, ઓવર-વોલ્ટેજ સુરક્ષા, ઇનપુટ ઓવર-કરન્ટ સુરક્ષા, શોર્ટ-સર્કિટ સુરક્ષા, ઓવર-ટેમ્પરેચર સુરક્ષા અને લો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઈન્ટરફિયરન્સ વગેરે જેવી બાબતોમા સલામતી પર ભાર મૂકે છે.
જાહેરાત
જાહેરાત
boAt Nirvana Eutopia 2 ANC Wireless Headphones
Starts from ₹4,999
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Skullcandy Aviator 900 ANC Wireless Headphones
Starts from ₹22,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹1,999
Rockstar Games Says GTA 6 Leaks Have Been 'Heartbreaking', Promises More Details Soon