એમેઝોન Echo Dot Max હાલમાં એમેથિસ્ટ , ગ્લેશિયર વ્હાઈટ અને ગ્રેફાઇટ કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે
Photo Credit: Amazon
એમેઝોન Echo Dot Maxમાં સમર્પિત માઈક્રોફોન બટન છે .
એમેઝોને બુધવારે ભારતીય બજારમાં તેના નવા સ્માર્ટ હોમ સ્પીકર્સ Amazon Echo Dot Max અને Echo Studio લોન્ચ કર્યા છે . આ બંને ડિવાઈસનું પહેલું અનાવરણ કંપનીએ સપ્ટેમ્બર 2025માં યોજાયેલા ઇવેન્ટ દરમિયાન કર્યું હતું . નવા સ્માર્ટ સ્પીકર્સ Amazon કસ્ટમ ડિઝાઈન કરેલા AZ3 અને AZ3 Pro ચિપસેટથી સંચાલિત છે , જે Alexa માટે વધુ ઝડપી અને સચોટ વેક - વર્ડ ડિટેક્શન તેમજ વધુ સારી કન્વર્સેશન સુવિધા આપે છે . ભારતમાં Amazon Echo Dot Max ની કિંમત રૂપિયા 10,999 રાખવામાં આવી છે .
ભારતમાં Amazon Echo Dot Max ની કિંમત રૂપિયા 10,999 રાખવામાં આવી છે . આ સ્પીકર એમિથિસ્ટ , ગ્લેશિયર વ્હાઈટ અને ગ્રેફાઈટ જેવા ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . બીજી તરફ Echo Studio ની કિંમત રૂપિયા 23,999 છે અને તે ગ્લેશિયર વ્હાઈટ તથા ગ્રેફાઈટ કલરમાં ખરીદી શકાય છે . બંને ડિવાઈસ Amazon અને Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ થયા છે . Prime સભ્યોને Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડ ખરીદી પર 5 ટકા કેશબેક અને મફત ડિલિવરીનો લાભ પણ મળશે .
![]()
Amazon Echo Dot Max is powered by an AZ3 chip
Photo Credit: Amazon
ફીચર્સની વાત કરીએ તો આ બંને સ્માર્ટ સ્પીકર્સ Wi -Fi , Bluetooth , Zigbee , Matter અને Thread જેવી આધુનિક કનેક્ટિવિટી ટેક્નોલોજીને સપોર્ટ કરે છે . તેમાં બિલ્ટ - ઈન સ્માર્ટ હોમ હબ પણ આપવામાં આવ્યું છે , જેના દ્રારા સ્માર્ટ લાઈટ , એર કન્ડિશનર , ફેન અને સ્માર્ટ પ્લગ જેવા ડિવાઈસ સરળતાથી કનેક્ટ કરી શકાય છે . આ ઉપરાંત સ્પીકર્સ Fire TV Stick સાથે જોડાઈ " Alexa Home Theatre " નું અનુભવ પણ આપે છે .
ઓડિયો પરફોર્મન્સ માટે Echo Dot Max માં ટ્વીસ્ટ અને હાઈ એક્સકર્ઝન વુફરવાળું ટૂ - વે સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે , જે પાંચમી જનરેશનના Echo Dot કરતા ત્રણ ગણો વધુ બાસ આપે છે . જયારે Echo Studio Dolby Atmos અને Spatial Audio સપોર્ટ સાથે આવે છે . તેમાં ત્રણ ફૂલ રેન્જ ડ્રાઈવર્સ અને વૂફર આપવામાં આવ્યા છે જે વધુ પ્રીમિયમ સાઉન્ડ અનુભવ આપે છે .
ગોપનીયતા માટે બંને ડિવાઈસમાં માઈક્રોફોન ટોગલ બટન આપવામાં આવ્યું છે . સાથે જ , યુઝર્સ Alexa એપ દ્રારા વોઈસ રેકોર્ડિંગ્સ જોઈ અને ડિલીટ પણ કરી શકે છે .
જાહેરાત
જાહેરાત
CD Projekt Red Reveals Songs of the Past, a Brand New Witcher 3 Expansion Coming to PC and Consoles in 2027