Amazon Fire TV Stick HD  ભારતમાં રૂપિયા 4,999માં લોન્ચ , 30% ઝડપી પરફોર્મન્સનો દાવો 

 Fire TV Stick HD  એમેઝોનના ફરીથી ડિઝાઈન કરેલા ફાયર ટીવી ઇન્ટરફેસ છે જેમાં ટાઇલ - આધારિત લેઆઉટ અને આડી સ્ક્રોલિંગ ઇન્ટરફેસ મળશે 

Amazon Fire TV Stick HD  ભારતમાં રૂપિયા 4,999માં લોન્ચ , 30% ઝડપી પરફોર્મન્સનો દાવો 

Photo Credit: Amazon

 Fire TV Stick HD  એલેક્સા વોઇસ રિમોટ સાથે આવે છે 

હાઇલાઇટ્સ
  • Amazon Fire TV Stick HD ની કિંમત રૂપિયા 4,999
  • ડયુઅલ બેન્ડ Wi - Fi 6 અને Bluetooth 5.3 સપોર્ટ
  • યુઝર્સ વોઈસ કમાન્ડ દ્રારા એપ્સ ખોલી શકે
જાહેરાત

એમેઝોને ભારતમાં તેનું નવું અને સસ્તું સ્ટીમિંગ ડિવાઈસ ,  Fire TV Stick HD લોન્ચ કર્યું છે . કંપનીનો દાવો છે કે આ નવી ડિવાઈસ જૂના HD મોડેલ કરતા  30 ટકા વધુ ઝડપી પ્રદર્શન આપે છે . તેમાં HDR10+ , Wi - Fi  6 અને Xbox Cloud Gaming  જેવી નવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે . સાથે જ , નવા અને સરળ Fire TV ઇન્ટરફેસના કારણે યુઝર્સને વધુ સ્મૂથ નેવિગેશનનો અનુભવ મળશે . ભારતમા Amazon Fire TV Stick HD  ની કિંમત રૂપિયા 4,999 રાખવામાં આવી છે . આ ડિવાઈસ હાલમાં Amazon , Flipkart , Blinkit , Swiggy , Instamart  અને Zepto જેવા પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ છે . ટૂંક સમયમાં તે ઓફલાઈન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે .

Amazon Fire TV Stick HD  1080p Full HD સ્ટ્રીમીંગને 60fps સુધી સપોર્ટ કરે છે . તેમાં HDR10 ,  HDR10+, HLG , AV1 અને H .265 જેવા અનેક વિડીયો ફોર્મેટ્સ માટે સપોર્ટ આપવામાં આવ્યો છે . ડિવાઈસમાં 1.7GHz ક્વાડ - કોર પ્રોસેસર અને 8GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે .

કેનેક્ટિવિટી માટે તેમાં ડયુઅલ બેન્ડ Wi - Fi 6 અને Bluetooth 5.3 સપોર્ટ મળે છે . તેની મદદથી યુઝર્સ હેડફોન , સ્પીકર અને ગેમિંગ કંટ્રોલર જેવી Bluetooth  ડિવાઈસ સરળતાથી કનેક્ટ કરી શકે છે .

નવા Fire TV  ઇન્ટરફેસમાં ટાઈલ - આધારિત ડિઝાઈન અને આડી - સ્ક્રોલિંગ લેઆઉટ આપવામાં આવ્યું છે , જેથી ફિલ્મો , એપ્સ અને શોઝ શોધવા વધુ સરળ બને છે . કંપનીનું કહેવું છે કે આ નવું ડિઝાઈન યુઝર્સનો બ્રાઉઝિંગ સમય ઘટાડશે અને સ્ટ્રીમિંગ વધુ ઝડપી બનશે .

આ ડિવાઈસ Alexa Voice Remote સાથે આવે છે . યુઝર્સ વોઈસ કમાન્ડ દ્રારા એપ્સ ખોલી શકે છે , વિડીયોને કંટ્રોલ કરી શકે છે અને સ્માર્ટ હોમ ડિવાઈસ જેમ કે લાઈટ , AC કે કેમેરાને પણ કંટ્રોલ કરી શકે છે .

આ ઉપરાંત ,  Fire TV Stick HD હવે Xbox Cloud Gaming ને પણ સપોર્ટ કરે છે , એટલે કે યુઝર્સ Bluetooth કંટ્રોલર જોડીને Xbox એપ દ્રારા ગેમિંગ કરી શકે છે , જોકે આના માટે Xbox Game Pass સબ્સ્ક્રિપ્શન જરૂરી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »