અમેરિકામાં એક વ્યક્તિનો જીવ એપલ વોચના ' ફોલ ડિટેક્શન ' ફીચરને કારણે બચી ગયો
Photo Credit: AI Generated
એપલ વોચે ' ફોલ ડિટેક્શન ' ફીચરના કારણે 911 પર કોલ કરીને એક વ્યક્તિનો જીવ બચાવ્યો
એપલ વોચની હેલ્થ અને સેફટી ફીચર્સે ફરી એકવાર એક વ્યક્તિનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે . અમેરિકન ઓહિયો રાજ્યના સિનસિનાટીમાં રહેતા મહોમ્મ્દ ઇસ્લામે જણાવ્યું છે કે તેમની વોચના ફોલ ડિટેક્શન ફિચરે સમયસર 911 ઇમરજન્સી સેવાને જાણ કરી , જેના કારણે તેમને ઝડપથી સારવાર મળી અને તેમનો જીવ બચી ગયો . મહોમ્મ્દ ઇસ્લામના જણાવ્યા મુજબ , તો ઘરની બહાર કચરો નાખવા ગયા હતા . તે દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને જમીન પર પડી ગયા . થોડા સમય પછી તેમને ભાન આવ્યું , પરંતુ તેઓ ઊભા થઈ શક્યા નહીં . થોડી જ વારમાં તેમને સાયરનનો અવાજ સંભળાયો . તેમની એપલ વોચે તેઓ પડી ગયા હોવાનું ઓળખીને આપમેળે 911 પર કોલ કરી દીધો હતો .
ઇમરજન્સી મેડિકલ ટિમ તરત જ ત્યાં પહોંચી અને તેમને યુનિવર્સીટી ઓફ સિનસિનાટી મેડિકલ સેન્ટર લઈ ગઈ . હોસ્પિટલમાં તપાસ દરમિયાન ડોક્ટરોએ તેમના ફેફસામાં લોહોની ગાંઠો એટલે કે બ્લડ ક્લોટ્સ હોવાનું શોધી કાઢ્યું . સારવાર બાદ તેમને દવાઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા છે . જોકે , ડોકટરો હજુ સુધી આ ગાંઠો શા માટે થઈ તે જાણી શક્યા નથી .
મોહમ્મ્દ ઇસ્લામે જણાવ્યું કે એપલે વોચ તેમને તેમની દીકરીઓએ ઉપહારમાં આપી હતી . તેમની દીકરીઓ હમેશા પૂછતી હતી કે તેઓ ઘડિયાળ પહેરી છે કે નહીં . હવે પરિવારનું કહેવું છે કે આ જ ભેટના કારણે તેમનો જીવ બચી ગયો .
તેમણે આગળ બતાવતા કહ્યું કે તેમણે ફોલ ડિટેક્શન ફીચર જાતે ચાલુ કર્યું નહોતું . પરંતુ તેમની ઉંમર 55 વર્ષથી વધુ હોવાથી આ ફીચર પહેલેથી જ આપમેળે ચાલુ થયું હતું . પહેલા તેમને કેટલીક વખત ખોટા અલર્ટ મળ્યા હતા , પરંતુ તેમને ખબર નહોતી કે જરૂર પડે ત્યારે એપલ વોચ કોઈની મદદ વગર સીધો 911 પર કોલ પણ કરી શકે છે .
એપલે વર્ષ 2018માં Apple Watch Series 4 સાથે ફોલ ડિટેક્શન ફિચર રજૂ કર્યું હતું . જો ઘડિયાળને લાગે કે યુઝર જોરથી પડ્યો છે અને થોડા સમય સુધી કોઈ જવાબ આપતો નથી , તો તે આપમેળે ઇમરજન્સી કોન્ટેક્ટ્સને પણ જાણ કરે છે .
છેલ્લા કેટલાક વર્ષોમાં એપલ વોચના ફોલ ડિટેક્શન , ક્રેશ ડિટેક્શન અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવા ફીચર્સ અનેક લોકો માટે જીવનદાતા સાબિત થયા છે . અકસ્માત , પહાડી વિસ્તારોમાં થયેલી દુર્ઘટના અને અચાનક સર્જાયેલી ગંભીર સ્થિતિમાં આ ફીચર્સે સમયસર ઇમરજન્સી સેવાઓને જાણ કરીને ઘણા લોકોનો જીવ બચાવવામાં મદદ કરી છે .
જાહેરાત
જાહેરાત