Apple WWDC 2026 હાઈલાઈટ્સ : Apple Intelligence Siri 2.0 અને iOS 27ના મોટા અપડેટ્સ

એપલે તેની વાર્ષિક WWDC 2026 ઇવેન્ટમાં નવા સોફ્ટવેર અને નવી સુવિધાઓની જાહેરાત કરી છે .

Apple WWDC 2026 હાઈલાઈટ્સ : Apple Intelligence Siri 2.0 અને iOS 27ના મોટા અપડેટ્સ

Photo Credit: Apple

એપલ WWDC 2026 માં , કંપનીએ તેના સોફ્ટવેર અપડેટ્સનું બોક્સ ખોલ્યું છે .

હાઇલાઇટ્સ
  • ઇવેન્ટમાં કંપનીએ Siri 2.0 રજૂ કરી
  • આ ફીચર બિલ્ટ - ઈન AI ગ્રામર ચેક કરવાની સુવિધા આપે છે
  • એપ્સ 30 ટકા ઝડપથી ખુલશે , જયારે ફોટા 70 ટકા ઝડપથી લોડ થશે
જાહેરાત

WWDC 2026 દરમિયાન એપલે તેના નવા સોફ્ટવેર ઈકોસિસ્ટમનું અનાવરણ કર્યું છે . કંપનીએ આ વર્ષે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) , Siri અને કેમેરા સંબંધિત સુવિધાઓ પર ભાર મુક્યો છે . એપલના જણાવ્યા અનુસાર , નવા અપડેટ્સ યુઝર્સને વધુ સ્માર્ટ , ઝડપી અને પર્સનલ અનુભવ  આપશે . ઇવેન્ટમાં કંપનીએ Siri 2.0 રજૂ કરી , જેને અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડ ગણાવવામાં આવી રહ્યું છે . નવી Siri હવે એક સ્વતંત્ર એપ તરીકે ઉપલબ્ધ રહેશે અને તેમાં ડાર્ક - થીમ આધારિત ચેટબોટ - સ્ટાઈલ ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે .

Siri હવે વધુ સારી રીતે કુદરતી ભાષામાં સમજી શકે છે અને સ્ક્રીન પર દેખાતી માહિતીને પણ ઓળખી શકે છે . આ ઉપરાંત , તે Google Gemini અને અન્ય થર્ડ - પાર્ટી AI મોડલ્સ સાથે પણ કામ કરી શકશે . યુઝર્સ તેની અવાજની ગતિ અને કેટલાક અન્ય વિકલ્પોને પણ પોતાની પસંદગી મુજબ બદલી શકશે .

Apple Intelligenceમાં પણ અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે . કંપનીએ Genmoji અને Image Playground જેવી AI આધારિત સુવિધાઓ એડ કરેલી છે . તેની મદદથી યુઝર્સ ટેક્સ્ટના આધારે કસ્ટમ ઈમોજી અને વધુ અસલ તસવીરો બનાવી શકશે . પહેલાની સરખામણીએ AI દ્રારા બનાવવામાં આવતી ઇમેજ હવે વધુ કુદરતી દેખાશે .

કંપનીએ નવી Writing Tool પણ રજૂ કરી છે . આ ફીચર બિલ્ટ - ઈન AI ગ્રામર ચેક કરવાની સુવિધા આપે છે , જે લખતા સમયે થતી ભૂલોને શોધે છે અને તેને સુધારવામાં મદદ કરશે . આ સ્પેલ - ચેક સાથે મળીને કામ કરશે .

કેમેરા  વિભાગમાં પણ અનેક નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે . યુઝર્સ હવે ફ્લેશ , ટાઇમર , એક્સપોઝર અને ડેપ્થ ઓફ ફિલ્ડ જેવા સેટિંગ્સને વધુ સરળતાથી કસ્ટમાઈઝ કરી શકશે . કંપનીનો દાવો છે કે iOS 27 પહેલા કરતાં વધુ સ્થિર અને ઝડપી છે . એપ્સ 30 ટકા ઝડપથી ખુલશે , જયારે ફોટા 70 ટકા ઝડપથી લોડ થશે .

વોલેટ એપ માટે કંપનીએ Create a Pass નામનું નવું ફીચર રજૂ કર્યું છે . તેની મદદથી યુઝર્સ કોન્સર્ટ ટિકિટ , લોયલ્ટી કાર્ડ અને અન્ય પાસ સ્કેન કરીને તેની ડિજિટલ નકલ બનાવી શકશે . આ ફીચર જુદા જુદા પ્રકારના કલરફુલ ડિજિટલ પાસ પણ તૈયાર કરી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  2. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  3. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  4. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  5. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  6. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  7. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  8. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  9. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  10. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »