તાજેતરમાં સામે આવેલા એક કેસમાં ડેટા લીક મામલે બેંક ઓફ બરોડાએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માત્ર બેંકના એક કર્મચારીના ઈમેલ એકાઉન્ટમાં થયેલી અનુમતિ વગર ઍક્સેસ થઈ હતી
એક કેસમાં ડેટા લીક મામલે બેંક ઓફ બરોડાએ સ્પષ્ટતા કરી
તાજેતરમાં સામે આવેલા એક કેસમાં ડેટા લીક મામલે બેંક ઓફ બરોડાએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માત્ર બેંકના એક કર્મચારીના ઈમેલ એકાઉન્ટમાં થયેલી અનુમતિ વગર ઍક્સેસ સુધી મર્યાદિત હતી . બેંકે જણાવ્યું છે કે તેની મુખ્ય બેંકિંગ સિસ્ટમ ( Core Banking System ) સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના પર કોઈ અસર થઈ નથી .
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેંકનો લગભગ 1TB ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે . આ ડેટામાં ગ્રાહકોની આધાર સાથે જોડાયેલી માહિતી પણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો . જોકે , બેંકે કહ્યું છે કે આ દાવાઓની તપાસ ચાલી રહી છે .
ઇકોનોમિક ટાઈમ્સ ( ET ) ના અહેવાલ મુજબ , ઘટના સામે આવતા જ બેંકે તરત જ જરૂરી પગલાં લીધા અને સંભવિત જોખમને કાબૂમાં લીધો . બેંકે જણાવ્યું કે ગ્રાહકોની માહિતી સુરક્ષિત રાખવા માટે તેની પાસે મજબૂત સાયબર સુરક્ષા વ્યવસ્થા છે અને ગ્રાહકોના હિતોની રક્ષા કરવી તે બેંક માટે સૌથી મહત્વનો છે .
બેંકે આ સમગ્ર મામલે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે . સાથે જ નિયમોનું પાલન કરીને સંબંધિત એજન્સીઓની મદદથી તપાસ કરવામાં આવી રહી છે . બેંકનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ વાત સામે આવશે .
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જયારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં બેંક ઓફ બરોડાનો લગભગ 1TB ડેટા લીક થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો . ત્યારબાદ કેટલીક સાયબર સુરક્ષા વેબસાઇટ્સે પણ આ ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું .
ETના અન્ય એક અહેવાલ મુજબ , આ ઘટનાને લઈને બેંક ઓફ બરોડાએ તેની સાયબર ઇન્સ્યોરન્સ પોલિસીમાં ક્લેમ પણ દાખલ કર્યો છે . બેંકે તેના મુખ્ય વીમા આપતા ' નેશનલ ઈન્સ્યોરન્સ ' ને આ અંગે જાણ કરી છે . અહેવાલ અનુસાર , બેંક પાસે લગભગ 750 કરોડ રૂપિયા સુધીનું સાયબર વીમા કવરેજ ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત