AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ

AI ડેટા સેન્ટર્સની વધતી વીજળીની જરૂરિયાતને પૂરી કરવાં રિન્યુએબલ નેચરલ ગેસ ( RNG ) પર ભાર મુકવામાં આવી રહ્યો છે

AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ
હાઇલાઇટ્સ
  • ગાયના છાણના વિઘટન દરમિયાન મોટી માત્રામાં મિથેન ગેસ બને છે
  • AI ડેટા સેન્ટર્સ દિવસ રાત સતત કાર્યરત રહે છે
  • RNG આધારિત ગેસ પાવર પ્લાન્ટ સતત વીજ ઉત્પાદન કરી શકે
જાહેરાત

AI જેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે , એટલી જ ઝડપથી તેની વીજળીની જરૂરિયાત પણ વધી રહી છે . મોટા AI મોડલ્સને ટ્રેન કરવા અને સતત ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે . પરિણામે , વિશ્વભરની ટેક કંપનીઓ અને ઊર્જા ક્ષેત્ર નવી અને ટકાઉ ઊર્જાના વિકલ્પો શોધી રહ્યા છે. આ દરમિયાન એક અનોખો વિકલ્પ ચર્ચમાં આવ્યો છે , જેનો સંબંધ ડેરી ફાર્મ અને ગાયના છાણ  સાથે છે . સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ નિષ્ણાતો માને  છે કે ગાયના છાણમાંથી બનતી ગેસ ભવિષ્યમાં AI ડેટા સેન્ટર્સને વીજળી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે .

ગાયના છાણમાંથી વીજળી કેવી રીતે બને છે ?

ગાયના છાણના વિઘટન દરમિયાન ( સડવાની પ્રક્રિયા ) મોટી માત્રામાં મિથેન ગેસ બને છે . જો આ ગેસ સીધી વાતાવરણમાં છોડવામાં આવે તો તે કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ વધુ અસરકારક ગ્રીનહાઉસ ગેસ માનવામાં આવે છે . આ સમસ્યાનો ઉકેલ રિન્યુએબલ નેચરલ ગેસ ( RNG ) અથવા બાયોમીથેન તરીકે સામે આવ્યો છે .

અમેરિકાના ઊર્જા વિભાગ મુજબ , ગાયના છાણને ઓક્સિજન વગરની બંધ ટાંકીઓમાં રાખવામાં આવે છે . ત્યાં સૂક્ષ્મજીવો તેના વિઘટનથી બાયોગેસ બનાવે છે . ત્યારબાદ આ ગેસમાંથી કાર્બન ડાયોક્સાઈડ , ભેજ અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે . શુદ્ધ થયેલી ગેસને જ RNG અથવા બાયોમીથેન કહેવામાં આવે છે .

AI ડેટા સેન્ટર્સ માટે કેમ ઉપયોગી ?

AI ડેટા સેન્ટર્સ દિવસ રાત સતત કાર્યરત રહે છે અને તેમને અવિરત વીજ પુરવઠાની જરૂર હોય છે . સોલર અને વિન્ડ એનર્જી હવામાન પર આધારિત હોવાથી સતત વીજળી પૂરી પાડી શક્તિ નથી . જયારે RNG આધારિત ગેસ પાવર પ્લાન્ટ સતત વીજ ઉત્પાદન કરી શકે છે . તેથી AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેને વિશ્વનીય વિકલ્પ માનવામાં આવી રહ્યો છે .

એક સાથે બે પડકારોનો ઉકેલ :

RNGની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર વીજળી જ ઉત્પન્ન કરતું નથી , પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રને પણ લાભ પહોંચાડે છે . ગાયના છાણમાંથી નીકળતી મિથેન ગેસને વાતાવરણમાં જવા દેવાને બદલે તેનો ઉપયોગ કરવાથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે . આ ઉપરાંત આખી પ્રક્રિયા પછી બચેલો અવશેષ એક સારો જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે .

ભવિષ્યમાં વધી શકે છે મહત્વ :

AIના ઝડપી વિસ્તાર સાથે વિશ્વની ઊર્જાની જરૂરિયાતોમાં પણ મોટો ફેરફાર આવી રહ્યો છે . થોડા વર્ષો પહેલા કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે હાઈ - પરફોર્મન્સ AI ડેટા સેન્ટર્સને ચલાવવામાં ગાયના છાણમાંથી બનેલી ગેસ પણ ઉપયોગી બની શકે છે . જોકે આ એકમાત્ર ઉકેલ નથી , પરંતુ ભવિષ્યની સ્વચ્છ અને ટકાઉ ઊર્જામાં RNG ને મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »