Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ

Casioની રિંગ વોચ હેલ્થ પર દેખરેખ રાખવાની જુદા જુદા સુવિધાઓ આપે છે , જેમ કે હાર્ટના ધબકારાનું ટ્રેકિંગ , ખૂનમાં ઓક્સિજનનું સ્તર અને ઊંઘનું ટ્રેકિંગ .

Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ

Photo Credit: Casio

Casio CRW-H001M-8 એ એક નાનો સ્માર્ટવોચ છે , જેનો ઉપયોગ સ્માર્ટ રિંગની જેમ પણ કરી શકાય છે .

હાઇલાઇટ્સ
  • કિંમત લગભગ 28,000 રાખવામાં
  • રિંગમા નાનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • સ્ટોપવૉચ , એલાર્મ , LED બેકલાઈટ અને ઓટો કેલેન્ડર જેવી સુવિધાઓ
જાહેરાત

સ્માર્ટ રિંગ્સની લોકપ્રિયતા વધતી જાય છે તેથી Casio એ એક અલગ અને અનોખો ગેજેટ લોન્ચ કર્યું છે . કંપનીએ સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચને એક જ ડિવાઈસમાં જોડ્યા છે . Casio CRW-H001M-8 નામની આ રિંગ દેખાવમાં સામાન્ય વીંટી જેવી લાગે છે , પરંતુ તે સમય બતાવવાની સાથે સ્વાસ્થ્યને લગતી માહિતી પણ ટ્રેક કરી શકે છે . એટલે કે , એક જ ડિવાઈસમાં તમને સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચ બંનેનો અનુભવ મળે છે .

Casio CRW-H001M-8ની કિંમત :

Casioએ આ સ્માર્ટ રિંગ હાલમાં ચીનમાં લોન્ચ કરી છે . તેની કિંમત 1,990 યુઆન ( લગભગ 28,000 ) રાખવામાં આવી હે . કંપની ભવિષ્યમાં તેને અન્ય દેશોમાં પણ લોન્ચ કરી શકે છે . હાલમાં તે સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે અને કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકાય છે . આ રિંગ વોચ ખાસ પ્રેઝન્ટેશન બોક્સ સાથે આવે છે .

Casio CRW-H001M-8ની ખાસિયતો :

આ રિંગમા નાનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . જેના પર ટાઈમ જોઈ શકાય છે . તેની સાથે તેમાં હેલ્થ ટ્રેકિંગ માટે ખાસ સેન્સર પણ આપવામાં આવ્યા છે .
આ સ્માર્ટ રિંગ તમારા હાર્ટ રેટ , બ્લડ ઓક્સિજન , ઊંઘ અને શરીરનું તાપમાન માપી શકે છે . ઉપરાંત તે તમારા રોજના સ્ટેપ્સ અને બર્ન થયેલી કેલરી તેમજ ચાલવું , દોડવું અને સાયકલિંગ જેવી પ્રવૃતિઓ પણ ટ્રેક કરે છે .

યુઝર્સ AIZO Ring એપ દ્રારા પોતાના સ્માર્ટફોનમાં તમામ હેલ્થ અને ફિટનેસ ડેટા સરળતાથી જોઈ શકે છે . આ રિંગમાં " વાઈબ્રેશન અલર્ટ " પણ આપવામાં આવ્યું છે , જેથી ઇનકમિંગ કોલ , મેસેજ અને એલાર્મની સૂચના તરત મળી જાય છે . તેની સાથે સ્ટોપવૉચ , એલાર્મ , LED બેકલાઈટ અને ઓટો કેલેન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે .

Casioનો દાવો છે કે રિંગની બેટરી 25 દિવસ સુધી સ્ટેન્ડબાય રહી શકે છે , જયારે સામાન્ય ઉપયોગમાં તે 4 થી 6 દિવસ સુધી ચાલે છે . આ સ્માર્ટ રિંગ સ્મોલ , મીડિયમ અને લાર્જ એમ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ છે . તેનું વજન માત્ર 19 ગ્રામ છે , તેથી તેને લાંબા સમય સુધી પહેરવામાં પણ કોઈ અસુવિધા થતી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  2. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
  3. Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ
  4. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  5. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
  6. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
  7. Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ
  8. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  9. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  10. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »