ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ

આ ઇલેક્ટ્રિક SUVની સુરક્ષા વિશેષતાઓમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ , સાઈડ -કર્ટન એરબેગ્સ અને સીટબેલ્ટ રિમાઇન્ડર્સનો સમાવેશ થાય છે

ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ

આ ઇલેક્ટ્રિક SUVના તમામ વેરિઅન્ટસમાં સુરક્ષા પર વધારે ભાર મુકવામાં આવ્યું છે .

હાઇલાઇટ્સ
  • પેટ્રોલ - ડીઝલ ( ICE ) મોડલની સરખામણીએ Sierra EVના ડિઝાઈનમાં કેટલાક ફેર
  • ટાટા પંચ EVના તમામ વેરિઅન્ટસમાં અનેક સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ
  • ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ટાટા મોટર્સે 34,467 EV વેચ્યા હતા
જાહેરાત

દેશના ઇલેક્ટ્રિક વાહન EV બજારમાં સૌથી ટોચની કંપની ટાટા મોટર્સની પંચ EV હવે વધુ સુરક્ષિત કોમ્પેકટ ઇલેક્ટ્રિક SUV તરીકે ઓળખાઈ રહી છે . Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ Eને 5 સ્ટાર સેફટી રેટિંગ મળ્યું છે . આ રેટિંગ તેના તમામ વેરિઅન્ટસ માટે લાગુ પડે છે . મીડિયા રિપોર્ટ મુજબ , ક્રેશ ટાટા પંચ EVએ વધુ વયના મુસાફરોની સુરક્ષા માટે 32 માંથી 31.09 પોઇન્ટ અને બાળકોની સુરક્ષા  માટે 49 માંથી 45 પોઇન્ટ મેળવ્યા છે . આ રિઝલ્ટ બતાવે છે કે ટાટા મોટર્સ પોતાની ઇલેક્ટિક કારોમાં સુરક્ષાને ખાસ ધ્યાન આપ્યું છે .

ટાટા પંચ EVના તમામ વેરિઅન્ટસમાં અનેક સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે . તેમાં Electronic Stability Control ( ESC ) સાઈડ - કર્ટન એરબેગ્સ અને દરેક સીટ માટે સીટબેલ્ટ રિમાઇન્ડર જેવી સુવિધાઓ સામેલ છે . સુરક્ષાને લગતી મોટાભાગની ટેસ્ટમાં પણ SUVએ સારો સ્કોર મેળવ્યો છે .

ટાટા મોટર્સનું EVના વેચાણ પણ ઝડપી વધી રહ્યું છે . કંપનીએ જૂન મહિનામાં 12,187 ઇલેક્ટ્રિક પેસેન્જર EV વેચ્યા હતા , જે ગયા વર્ષની સરખામણીએ 126 ટકાથી વધુ વધારો દર્શાવે છે . કંપનીના જણાવ્યા મુજબ , જૂનમાં મળેલી દરેક ત્રણ નવી બુકિંગમાંથી એક બુકિંગ EV માટે હતી .

ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ટાટા મોટર્સે 34,467 EV વેચ્યા હતા , જે લગભગ 112 ટકાનો વધારો દર્શાવે છે . ગયા મહિને દેશમાં કુલ 31,823 પેસેન્જર EV વેચ્યા હતા , જે ગયા વર્ષની સરખામણીએ 107.75 ટકા વધુ છે . હાલમાં પેસેન્જર EV સેગમેન્ટમાં ટાટા મોટર્સ સૌથી આગળ છે .

તાજેતરમાં કંપનીએ Sierra EV પણ લોન્ચ કરી છે , તેના પેટ્રોલ - ડીઝલ ( ICE ) મોડલની સરખામણીએ Sierra EVના  ડિઝાઈનમાં કેટલાક ફેરફારો કર્યા છે . તેની એક્સ - શોરૂમ કિંમત 18.79 લાખ રૂપિયાથી શરૂ થઈને 24.79 લાખ રૂપિયા સુધી જાય છે . દેશમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે . આવું માનવામાં આવી રહ્યું છે કે પેસેન્જર EVનો હિસ્સો 6 થી 8 ટકા સુધી પહોંચી શકે છે . જયારે પહેલાના વર્ષમાં આ હિસ્સો આશરે 4.37 ટકા હતો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  2. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
  3. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
  4. Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ
  5. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  6. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  7. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  8. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  9. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  10. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »