Casioની રિંગ વોચ હેલ્થ પર દેખરેખ રાખવાની જુદા જુદા સુવિધાઓ આપે છે , જેમ કે હાર્ટના ધબકારાનું ટ્રેકિંગ , ખૂનમાં ઓક્સિજનનું સ્તર અને ઊંઘનું ટ્રેકિંગ .
Photo Credit: Casio
Casio CRW-H001M-8 એ એક નાનો સ્માર્ટવોચ છે , જેનો ઉપયોગ સ્માર્ટ રિંગની જેમ પણ કરી શકાય છે .
સ્માર્ટ રિંગ્સની લોકપ્રિયતા વધતી જાય છે તેથી Casio એ એક અલગ અને અનોખો ગેજેટ લોન્ચ કર્યું છે . કંપનીએ સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચને એક જ ડિવાઈસમાં જોડ્યા છે . Casio CRW-H001M-8 નામની આ રિંગ દેખાવમાં સામાન્ય વીંટી જેવી લાગે છે , પરંતુ તે સમય બતાવવાની સાથે સ્વાસ્થ્યને લગતી માહિતી પણ ટ્રેક કરી શકે છે . એટલે કે , એક જ ડિવાઈસમાં તમને સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચ બંનેનો અનુભવ મળે છે .
Casioએ આ સ્માર્ટ રિંગ હાલમાં ચીનમાં લોન્ચ કરી છે . તેની કિંમત 1,990 યુઆન ( લગભગ 28,000 ) રાખવામાં આવી હે . કંપની ભવિષ્યમાં તેને અન્ય દેશોમાં પણ લોન્ચ કરી શકે છે . હાલમાં તે સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે અને કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકાય છે . આ રિંગ વોચ ખાસ પ્રેઝન્ટેશન બોક્સ સાથે આવે છે .
આ રિંગમા નાનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . જેના પર ટાઈમ જોઈ શકાય છે . તેની સાથે તેમાં હેલ્થ ટ્રેકિંગ માટે ખાસ સેન્સર પણ આપવામાં આવ્યા છે .
આ સ્માર્ટ રિંગ તમારા હાર્ટ રેટ , બ્લડ ઓક્સિજન , ઊંઘ અને શરીરનું તાપમાન માપી શકે છે . ઉપરાંત તે તમારા રોજના સ્ટેપ્સ અને બર્ન થયેલી કેલરી તેમજ ચાલવું , દોડવું અને સાયકલિંગ જેવી પ્રવૃતિઓ પણ ટ્રેક કરે છે .
યુઝર્સ AIZO Ring એપ દ્રારા પોતાના સ્માર્ટફોનમાં તમામ હેલ્થ અને ફિટનેસ ડેટા સરળતાથી જોઈ શકે છે . આ રિંગમાં " વાઈબ્રેશન અલર્ટ " પણ આપવામાં આવ્યું છે , જેથી ઇનકમિંગ કોલ , મેસેજ અને એલાર્મની સૂચના તરત મળી જાય છે . તેની સાથે સ્ટોપવૉચ , એલાર્મ , LED બેકલાઈટ અને ઓટો કેલેન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે .
Casioનો દાવો છે કે રિંગની બેટરી 25 દિવસ સુધી સ્ટેન્ડબાય રહી શકે છે , જયારે સામાન્ય ઉપયોગમાં તે 4 થી 6 દિવસ સુધી ચાલે છે . આ સ્માર્ટ રિંગ સ્મોલ , મીડિયમ અને લાર્જ એમ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ છે . તેનું વજન માત્ર 19 ગ્રામ છે , તેથી તેને લાંબા સમય સુધી પહેરવામાં પણ કોઈ અસુવિધા થતી નથી .
જાહેરાત
જાહેરાત
Qualcomm to Reportedly Raise Snapdragon Chip Prices, Android Phones Could Get Costlier