0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો

આ ચિપમાં આશરે 100 અબજ ટ્રાન્ઝિસ્ટર છે , છતાં તે માણસના નખ જેટલું જ છે

0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો

Photo Credit: IBM

અમેરિકન ટેક કંપની IBM એ તેની સબ -1 નેનોમીટર ચિપ રજૂ કરી છે .

હાઇલાઇટ્સ
  • નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) ક્ષેત્રમા
  • IBM એ 2021 માં 2 નેનોમીટર ચિપ રજૂ કરી હતી
  • આગામી પાંચ વર્ષમાં આ ટેક્નોલોજીનો પહેલો વ્યવસાયિક ઉપયોગ શરૂ થઈ શકે
જાહેરાત

અમેરિકાની જાણીતી ટેક કંપની IBM એ દુનિયાની પ્રથમ સબ - 1 નેનોમીટર ( 0.7nm ) ચિપ તૈયાર કરી છે . ટેક્નોલોજીની દુનિયામાં તેને મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે . આ નવી ચિપ ભવિષ્યમાં વધુ ઝડપી , શક્તિશાળી અને ઓછી વીજળી વાપરતા ઇલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવવા માટે મદદરૂપ બનશે . આ ચિપ 0.7 નેનોમીટર ( 7 એંગસ્ટ્રોમ ) પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે . તેમાં " નેનોસ્ટેક " નામની નવી 3D ટ્રાન્ઝિસ્ટર ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે . આ ચીપમાં લગભગ 100 અબજ ટ્રાન્ઝિસ્ટર છે , છતાં તેનું કદ લગભગ માણસના નખ જેટલું જ છે .

IBM એ 2021 માં 2 નેનોમીટર ચિપ રજૂ કરી હતી . નવી 0.7nm ચિપ તેની સરખામણીમાં વધુ આધુનિક છે . કંપનીના જણાવ્યા મુજબ , આ ચિપ પહેલાની 2nm ચિપ કરતાં 50 ટકા વધુ સારું પ્રદર્શન આપે છે અને 70 ટકા સુધી ઓછી ઉર્જા વાપરે છે . એટલે કે , ઓછી વીજળીમાં વધુ ઝડપથી કામ કરી શકે છે .

આ નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) ક્ષેત્રમાં જોવા મળશે . જનરેટિવ AI , ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોટા ડેટાની પ્રક્રિયા વધુ ઝડપથી અને સરળતાથી થઈ શકશે . આ ઉપરાંત સ્માર્ટફોન , કમ્પ્યુટર , ડેટા સેન્ટર અને અન્ય હાઈ - ટેક ડિવાઈસો પણ વધુ ઝડપી અને ઉર્જા બચાવનારા બનશે . તેના કારણે કંપનીઓને ઓછી વીજળીમાં વધુ સારું પ્રદર્શન મળશે અને ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે .

IBM રિસર્ચના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર , આ ચિપ કમ્પ્યુટિંગને નેનોમીટર યુગથી આગળ લઈ જઈ પરમાણુ સ્તરની ટેક્નોલોજી તરફ આગળ વધારશે . તેના કારણે ભવિષ્યમાં વધુ શક્તિશાળી પ્રોસેસર તૈયાર કરી શકાશે , જે AI આધારિત અને ભારે કમ્પ્યુટિંગ કામોને સરળતાથી સંભાળી શકાશે .

કંપનીનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં આ ટેક્નોલોજીનો પહેલો વ્યવસાયિક ઉપયોગ શરૂ થઈ શકે છે . જો એવું થશે તો AI , ક્લાઉડ સેવાઓ , સુપર કમ્પ્યુટિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર ઉધોગમાં નવી ક્રાંતિ  આવશે . આ નવી ચિપ ભવિષ્યની સ્માર્ટ ટેક્નોલોજીને વધુ ઝડપી , વધુ વિશ્વનીય અને વધુ કાર્યક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »