ભારતીય રેલવેએ મુસાફરોને વધુ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત બેડશીટ અને અન્ય લિનન ઉપલબ્ધ કરાવવા માટે AI આધારિત સ્ટેન ડિટેક્શન સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છ
Photo Credit: Pexels/ 天 明
ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ સ્વચ્છ અને સારી ગુણવત્તાનું લિનન એટલે બેડિંગ સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI )નો ઉપયોગ શરૂ કર્યો છે
ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ સ્વચ્છ અને સારી ગુણવત્તાનું લિનન એટલે બેડિંગ સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI )નો ઉપયોગ શરૂ કર્યો છે . પસંદગીના રેલવે ડિવિઝનમાં શરૂ કરાયેલા પાયલટ પ્રોજેક્ટ હેઠળ AI કેમેરા ધોવાણ પછી બેડશીટ પર રહેલા દાગ -ધબ્બાની ઓળખ કરશે . સાથે જ મિકેનાઇઝડ લોન્ડ્રીમાં ધોવાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા CCTV કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં માહિતી આપી કે હાલમાં સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝન તેમજ નોર્થ વેસ્ટર્ન રેલવેના જયપુર અને જોધપુર ડિવિઝનની મિકેનાઇઝડ લોન્ડ્રીમાં AI આધારિત સ્ટેન ડિટેક્શન સિસ્ટમનું પાયલટ ટેસ્ટ ચાલી રહ્યું છે . આ ટેક્નોલોજી દ્રારા ધોવાણ બાદ બેડશીટની ગુણવત્તા વધુ અસરકારક રીતે ચકાસી શકાય છે .
AI ઉપરાંત રેલવેએ દેશભરની મિકેનાઇઝડ લોન્ડ્રીમાં CCTV કેમેરા પણ લગાવ્યા છે . તેની મદદથી લિનન ધોવાણ અને હેન્ડલિંગની સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવે છે . આ ઉપરાંત સફાઈનું માપદંડ રાખવા માટે પહેલા ઉપયોગમાં લેવાતા Whito-Meter ડિવાઈસોનો ઉપયોગ પણ ચાલુ રહેશે
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ AC કોચમાં મુસાફરી કરતા દરેક મુસાફરને બે બેડશીટ , એક તકીયાનું કવર અને એક હેન્ડ ટુવાલ આપવામાં આવે છે . બે બેડશીટમાંથી એક બેઠક પર પાથરવા માટે હોય છે , જયારે બીજી કમ્બળ અને મુસાફર વચ્ચે ઉપયોગમાં લેવાય છે જેથી કમ્બળ સીધો શરીરના સંપર્કમાં ન આવે . આ કવરશીટ દરેક ઉપયોગ પછી ધોઈને ફરી આપવામાં આવે છે .
મુસાફરોનો અનુભવ વધુ સારો બનાવવા માટે નોર્થ વેસ્ટર્ન રેલવેની કેટલીક ટ્રેનો તેમજ કામાખ્યા - હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનમાં તમામ AC મુસાફરોને બ્લેન્કેટ કવર પણ આપવામાં આવી રહ્યું છે . રેલવેના જણાવ્યા મુજબ આ સુવિધાને મુસાફરો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે .
રેલવેના નિયમો અનુસાર બેડશીટ, તકીયાના કવર અને અન્ય લિનનની નક્કી કરેલી ઉપયોગનો સમય હોય છે . સમયાંતરે તેની સ્થિતિનું ટેસ્ટ કરવામાં આવે છે અને જે લિનન ઉપયોગ માટે યોગ્ય ન રહે તેને નિયમ મુજબ હટાવીને તેના સ્થાને નવું લિનન ઉપલબ્ધ કરાવવામાં આવ છે .
જાહેરાત
જાહેરાત
God of War Laufey Release Date Announced, Next God of War Game With Kratos Confirmed