LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે

LGએ ભારતમાં પોતાની નવી 2026 AI TV લાઇનઅપ લોન્ચ કરી છે .

LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે

Photo Credit: LG

LG એ ભારતમાં 115 ઈન Mini LED સાથે AI TV સિરીઝ લોન્ચ કરી છે .

હાઇલાઇટ્સ
  • QNED evo Mini LED સિરીઝ 43 ઇંચથી લઈને 115 ઇંચ
  • Micro RGB evo અને Mini RGB evo LCD TV પણ રજૂ
  • Nano 4K UHD સિરીઝમાં 43 ઇંચથી લઈને 98 ઇંચ સુધીના મોડલ્સ
જાહેરાત

LG એ ભારતમાં તેની નવી 2026 AI TV સિરીઝ લોન્ચ કરી છે . કંપનીએ આ લાઇનઅપમાં QNED evo Mini LED, OLED evo, Micro RGB evo, Mini RGB evo , Nano 4K UHD અને  Smart AI TV જેવા મોડલ રજૂ કર્યા છે . આ સિરીઝની સૌથી મોટી ખાસિયત 115 ઈંચનું QNED evo Mini LED TV છે , જે ભારતમાં પહેલી વખત લોન્ચ કરવામાં આવ્યું છે . નવા ટીવીમાં AI પ્રોસેસર હાઈ રિફ્રેશ રેટ , ગેમિંગ માટેની ખાસ સુવિધાઓ અને Google Geminiનું સપોર્ટ આપવામાં આવ્યું છે .

નવી LG AI TV સિરીઝની શરૂઆતની કિંમત રૂપિયા 19,990 છે QNED evo Mini LED સિરીઝ રૂપિયા 52,990થી શરૂ થાય છે , જયારે Nano 4K UHD  મોડલ્સની કિંમત રૂપિયા 38,990થી શરૂ થાય છે . QNED evo C6ની કિંમત રૂપિયા 1,19,990, OLED B6ની 1,47,490 અને OLED evo G6ની કિંમત રૂપિયા 2,14,990થી શરૂ થાય છે .

Mini RGB evo સિરીઝ રૂપિયા 1,28 990થી ઉપલબ્ધ છે , જયારે 100 ઇંચના Micro RGB evo TVની કિંમત રૂપિયા 12,99,990 રાખવામાં આવી છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ તમામ નવા ટીવી ભારતમાં LGના રિટેલ સ્ટોર અને સત્તાવાર વેચાણ ચેનલ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે .

QNED evo Mini LED સિરીઝ 43 ઇંચથી લઈને 115 ઇંચ સુધીની સ્ક્રીન સાઈઝમાં ઉપલબ્ધ છે . તેમાં Dynamic QNED Color Pro, Precision Dimming Ultra અને Motion Booster જેવી ટેક્નોલોજી આપવામાં આવી છે . કેટલાક મોડલ્સમાં 330Hz સુધીનો રિફ્રેશ રેટ , 165Hz VRR અને ALLM સપોર્ટ મળે છે , જે ગેમિંગનો અનુભવ વધુ સારો બનાવે છે . પસંદગીના મોડલ્સમાં Alpha 8 AI Processor Gen3 પણ આપવામાં આવ્યો છે .

OLED evo G6 , C6 અને B6 મોડેલ્સમાં પણ અનેક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે . G6 અને C6માં Alpha 11 Processor Gen3, Brightness Booster Ultra, Dolby Vision, Dolby Atmos, NVIDIA G-Sync, AMD FreeSync Premium અને 165Hz VRR જેવી સવિધાઓ છે . જયારે OLED B6માં Alpha 8 AI Procssor Gen3 આપવામાં આવ્યો છે અને તેને Perfect Black તથા Perfect Color સર્ટિફિકેશન મળ્યું છે .

કંપનીએ પહેલી વખત Micro RGB evo અને Mini RGB evo LCD TV  પણ રજૂ કર્યા છે . તેમાં વધુ સારા કલર્સ માટે નવી RGB ડિસ્પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે . 100 ઈંચનું Micro RGB એવો મોડેલ જુદા જુદા કલર સ્ટાન્ડર્ડમાં 100 ટકા કલર કવરેજ આપવાનો દાવો કરે છે . જયારે Mini RGB evo મોડલ્સમાં Tandem LED ટેક્નોલોજી , Precision Dimming અને Alpha 8 AI Processor Gen3 આપવામાં આવ્યા છે .

આ સિવાય , Nano 4K UHD સિરીઝમાં 43 ઇંચથી લઈને 98 ઇંચ સુધીના મોડલ્સ ઉપલબ્ધ છે . તેમાં Alpha 7 AI Processor Gen9, HDR10 Pro Dolby Atmos જેવી સુવિધાઓ મેં છે . નવી  Smart AI TV ( LB65 ) સિરીઝ 32 ઇંચ અને 43 ઇંચની સ્ક્રીન સાઈઝમાં આવે છે . તેમાં  Alpha 5 AI Processor Gen9, WebOS 26 , Google Gemini, Microsoft Copilot અને  LG Gaming Portal જેવી સુવિધાઓ આપવામાં આવી છે . સાથે જ , કંપની આ ટીવી માટે 5 વર્ષ સુધી webOS અપડેટ્સ આપવાની પણ ખાતરી આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  2. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  3. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  4. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  5. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
  6. Moto G Max India Launch : Snapdragon ચિપસેટ અને 50MP કેમેરા સાથે આવી શકે છે નવો સ્માર્ટફોન
  7. ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ
  8. એન્ડ્રોઇડ યુઝર્સ ધ્યાન આપો ! WhatsApp અને Google Photosની આ સેટિંગથી ફોનની સ્ટોરેજ થશે ખાલી
  9. Human Fridge નહીં , ' Do Hiemon Box ' છે સાચું નામ ; જાણો આ વ્યક્તિગત કુલિંગ બૂથ કેવી રીતે કરે છે કામ
  10. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »