હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો

મહારાષ્ટ્રમાં Ola , Uber અને Rapido જેવી સેવાઓ પર એરપોર્ટ , રેલવે સ્ટેશન અને હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે બુક કરાયેલી રાઈડ ડ્રાઈવર કોઈ યોગ્ય કારણ વગર રદ કરશે તો તેને સામાન્ય દંડ કરતાં પાંચ ગણો વધુ દંડ ભરવો પડશે .

હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ :  મહારાષ્ટ્રમાં નવા નિયમો

Photo Credit: Reuters

મહારાષ્ટ્રમાં મોટર વ્હીકલ એગ્રીગેટર નિયમો 2026 અમલમાં

હાઇલાઇટ્સ
  • યોગ્ય કારણ વગર રાઈડ રદ કરશે તો તેને કુલ ભાડાના 5 ટકા
  • વધુ સારી સેવા આપવા માટે મહારાષ્ટ્ર મોટર વ્હીકલ એગ્રીગેટર નિયમો 2026 અમલમા
  • ડ્રાઈવરો માટે સમયસર પિકઅપ પર પહોંચવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું
જાહેરાત

મહારાષ્ટ્ર સરકારે એપ આધારિત કેબ સેવાઓનો ઉપયોગ કરતા મુસાફરોને વધુ સારી સેવા આપવા માટે મહારાષ્ટ્ર મોટર વ્હીકલ એગ્રીગેટર નિયમો 2026 અમલમાં મુક્યા છે . નવા નિયમો મુજબ હવે Ola , Uber અને Rapido જેવી સેવાઓ પર એરપોર્ટ , રેલવે સ્ટેશન અને હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે બુક કરાયેલી રાઈડ ડ્રાઈવર કોઈ યોગ્ય કારણ વગર રદ કરશે તો તેને સામાન્ય દંડ કરતાં પાંચ ગણો વધુ દંડ ભરવો પડશે .

સરકારના જણાવ્યા અનુસાર આવા કેસોમાં વસુલવામાં આવતો દંડ સીધો મુસાફરના એપ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે . બીજી તરફ , જો કોઈ મુસાફર યોગ્ય કારણ વગર રાઈડ રદ કરશે તો તેને કુલ ભાડાના 5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 110 દંડ ચૂકવવો પડશે . આ રકમ સંબંધિત ડ્રાઈવરને આપવામાં આવશે .

નવા નિયમોમાં ડ્રાઈવરો  માટે સમયસર પિકઅપ પર પહોંચવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે . જો ડ્રાઈવર નક્કી કરેલા સમયથી 10 મિનિટની અંદર મુસાફર સુધી નહીં પહોંચે , તો તેને પણ રાઈડ કેન્સલેશન માનવામાં આવશે . આવા કિસ્સામાં ડ્રાઈવર પર રૂપિયા 100નો દંડ લાગશે . જયારે એરપોર્ટ , રેલવે સ્ટેશન અને હોસ્પિટલ માટેની રાઇડમાં આ દંડ પાંચ ગણો સુધી વધારી શકાય છે .

સરકારે એગ્રીગેટર કંપનીઓ માટે પણ કડક નિયમો જાહેર કર્યા છે . જો કોઈ કંપની વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે , મુસાફરોની સુરક્ષામાં બેદરકારી દાખવે અથવા ભાડા સંબંધિત નિયમોનું પાલન ન કરે તો સરકાર તેનું લાઇસન્સ રદ કરી શકે છે . આ ઉપરાંત કંપની પર રૂપિયા 1 લાખથી લઈને 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારી શકાય છે .

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના જણાવ્યા અનુસાર મુંબઈ જેવા શહેરોમાં ઘણી વખત ડ્રાઈવરો  ટૂંકા અંતરની અથવા ઓછી અનુકૂળ લોકેશનની બુકિંગ જોઈને રાઈડ રદ કરી દે છે , જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે . સરકારને આશા છે કે નવા નિયમો અમલમાં આવ્યા બાદ મનસ્વી રીતે રાઈડ કેન્સલ કરવાની ઘટનાઓમાં ઘટાડો થશે અને મુસાફરોને વધુ વિશ્વસનીય કેબ સેવા મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  2. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  3. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  4. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  5. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  6. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  7. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  8. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  9. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  10. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »