આ ફેરફારો મેટાના બદલાવનો ભાગ છે . કંપની AI માં વધુ રોકાણ કરી રહી છે
Photo Credit: Reuters
મેટા 7,000 કર્મચારીઓને છટણી કે ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહી છે .
મેટા કંપનીએ ફરી એકવાર મોટી છટણી કરવાની તૈયારી શરૂ કરી છે . કંપનીએ પોતાના કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં જણાવ્યું છે કે આ અઠવાડિયામાં હજારો કર્મચારીઓની નોકરી પર અસર પડી શકે છે . ફેસબુકની માલિકી કંપની મેટા હવે તેના AI ( આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) આધારિત કામકાજને વધુ મજબૂત બનાવવા માટે તે કંપનીમાં મોટા ફેરફારો કરી રહી છે . કંપની લગભગ 7,000 કર્મચારીઓની છટણી સાથે નવી AI ટિમો બનાવવાની તૈયારીમાં છે . આ પગલાંથી કર્મચારીઓમાં ભારે અસંતોષ અને ગોપનીયતાને લઈને ચિંતાઓ વધી રહી છે .
રિપોર્ટ્સ અનુસાર , મેટા બુધવારથી લગભગ 7,000 કર્મચારીઓને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે . આ ઉપરાંત ,આ વર્ષના અંત સુધીમાં વધુ છટણી પણ થઈ શકે છે . કંપનીનું કહેવું છે કે હવે તે એવી ટિમો બનાવવાનું ઈચ્છે છે જે ઓછી સંખ્યામાં લોકો સાથે વધુ ઝડપથી કામ કરી શકે અને AI ટેક્નોલોજીનો વધારે ઉપયોગ કરી શકે .
મેટાના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલે કર્મચારીઓને મોકલેલા મેમોમાં જણાવ્યું કે કંપનીના ઘણા વિભાગોમાં હવે " AI - પ્રથમ " અપનાવવામાં આવશે . એટલે કે , કામ કરવાની રીત એવી બનાવાશે જેમાં AI ટૂલ્સ અને એજન્ટ્સ વધુ મહત્વની ભૂમિકા ભજવશે . કંપની એવું માને છે કે નાની અને સરળ ટિમો વધુ અસરકારક અને વધુ સારી રીતે કામ કરી શકે છે .
આગળ વધીએ , તો આ ફેરફારો માત્ર છટણી સુધી જ સીમિત નથી . મેટાના અનેક કર્મચારીઓને નવી AI ટીમોમાં ટ્રાન્સફર પણ કરી રહી છે . તેમાં Applied AI Engineering (AAI ) અને Agent Transformation Accelerator (ATA ) જેવી નવી ટીમોનો સમાવેશ થાય છે . આ ટિમો એવા AI એજન્ટ્સ બનાવશે જે હાલમાં માણસો કરતા ઘણા કામોને ઓટોમેટિક રીતે કરી શકે .
કંપનીના જણાવ્યા અનુસાર , આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 20 ટકા કર્મચારીઓ પર અસર પડશે . આમા એવું છે કે , કેટલીક જગ્યાએ ટ્રાન્સફર પહેલાથી થઈ ચુક્યા છે , જયારે કેટલાક કર્મચારીઓને બુધવારે જાણ કરવામાં આવશે . ઉત્તર અમેરિકામાં ઘણા કર્મચારીઓને આ દિવસે ઘરેથી કામ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે .
મેટાએ સાથે સાથે લગભગ 6,000 ખાલી નોકરીઓ પણ બંધ કરી દીધી છે . કંપનીમાં માર્ચ 2026 સુધી કુલ લગભગ 78 હજાર કર્મચારીઓ કામ કરતા હતા .
કંપનીના આ નિર્ણયોથી મેટાના ઘણા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે . ઘણા કર્મચારીઓએ કંપનીના આંતરિક પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો વ્યક્ત પણ કર્યો છે . 1,000 થી વધુ કર્મચારીઓએ એવી અરજી પર સહી કરી છે જેમાં માઉસ - ટ્રેકિંગ સોફ્ટવેરનો વિરોધ કરવામાં આવ્યો છે . આ સોફ્ટવેર દ્રારા AI ને શીખવવામાં આવે છે કે લોકો કમ્પ્યુટર કેવી રીતે ઉપયોગ કરે છે .
કંપનીના કર્મચારીઓએ કંપની પર ગોપનીયતાને લઈને ગંભીર આરોપ પણ લગાયો છે . કેટલાક કર્મચારીઓએ મેટાના અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ લાંબા સમય સુધી છટણી વિશે મૌન રહ્યા , જયારે આ મુદ્દો નાનો નથી . કંપનીની અંદર હવે આ મુદ્દે ભારે ચર્ચા અને વિરોધ પણ ચાલી રહ્યો છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S27 Series Tipped to Include New Pro Model; Galaxy S27 Ultra Said to Offer Hardware Upgrades