Moto Buds 2 ભારતમાં ફ્લિપકાર્ટ દ્રારા ખરીદી શકાશે
Photo Credit: Motorola
Moto Buds 2ના ચાર્જિંગ કેસનું વજન લગભગ 42 ગ્રામ છે
મોટોરોલાએ ભારતમાં તેના ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS ) પોર્ટફોલિયોમાં નવા Moto Buds 2 લોન્ચ કર્યા છે . કંપનીએ મંગળવારે આ નવી ઓડિયો ડિવાઇસની જાહેરાત કરી હતી . નવા ઈયરબડ્સ ફ્લિપકાર્ટ અને મોટોરોલા ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર મારફતે 25 મેથી વેચાણ માટે ઉપલબ્ધ થશે . કંપનીએ તેને ત્રણ આકર્ષક પેન્ટોન - ક્યુરેટેડ કલર ઓપ્શનમાં રજૂ કર્યા છે , જેમાં Pantone Carbon , Pantone Grey Mist અને Pantone Violet Ice સામેલ છે . ભારતમાં Moto Buds 2 ની કિંમત રૂપિયા 2,999 રાખવામાં આવી છે .
Moto Buds 2 માં ડયુઅલ 11mm ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે , જે વધુ શક્તિશાળી બાસ અને ક્લિયર હાઈ - ફ્રીક્વન્સી સાઉન્ડ અનુભવ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે . ઓડિયો અનુભવને વધુ સારો બનાવવા માટે તેમાં Hi - Res Audio સપોર્ટ પણ આપવામાં આવ્યો છે . આ ઉપરાંત ઈયરબડ્સ AAC, SBC, LHDC4 અને LHDC5 જેવા કોડેક્સને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં Bluetooth 6.0 આપવામાં આવ્યું છે , જે ડ્યુઅલ ડિવાઈસ કનેક્શન અને ઓટો સ્વિચિંગ જેવી સુવિધાઓ સાથે આવે છે .
કંપનીએ Moto Buds 2 માં ડાયનેમિક એક્ટિવ નોઇઝ કેન્સલેશન ( ANC ) ફીચર પણ આપ્યું છે , જે 55dB સુધીનો આસપાસનો અવાજ ઘટાડવાનો દાવો કરે છે . આ ઉપરાંત તેમાં હાઈ SNR સાથે છ માઈક્રોફોન સેટઅપ આપવામાં આવ્યું છે , જે કોલિંગ દરમિયાન વધુ સ્પષ્ટ અવાજ પ્રદાન કરવામાં મદદ કરે છે . ઈયરબડ્સમાં પ્લે અને પોઝ માટે કંટ્રોલ્સ તેમજ પસંદગીના મોટોરોલા સ્માર્ટફોન સાથે Moto AI સપોર્ટ પણ મળે છે . ડિવાઈસ IP54 રેટિંગ સાથે આવે છે , એટલે કે તે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષિત રહેશે .
હવે વાત કરીએ બેટરીની તો , દરેક ઈયરબડમાં 62mAh બેટરી આપવામાં આવી છે , જે એક જ ચાર્જ પર 11 કલાક સુધી ચાલવાનો દાવો કરે છે . ચાર્જિંગ કેસ સાથે કુલ બેટરી બેકઅપ 48 કલાક સુધી મળી શકે છે . ચાર્જિંગ કેસનું વજન અંદાજે 42 ગ્રામ છે , જે તેને હળવું બનાવે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S27 Series Tipped to Include New Pro Model; Galaxy S27 Ultra Said to Offer Hardware Upgrades