OnePlus એ Amazon Prime Day Sale 2026 માટે પોતાના સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર મળતી ઓફર્સની જાહેરાત કરી છે .
Photo Credit: Gadgets 360
OnePlus એ Amazon Prime Day Sale 2026 માટે પોતાના સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર મળતી ઓફર્સની જાહેરાત કરી છે . કંપનીના જણાવ્યા અનુસાર આ સેલ દરમિયાન OnePlus 13, OnePlus 15 , Nord સિરીઝ , Pad સિરીઝ અને buds લાઇનઅપ પર બેંક ડિસ્કાઉન્ટ , સીધો કિંમતમાં ઘટાડો અને NO Cost EMI જેવા આકર્ષક ઓફર્સ પણ મળશે . આ સેલ 4 જુલાઈ થી શરૂ થશે અને Amazon અને OnePlus ની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે .
OnePlus કંપનીએ કહ્યું છે કે આ બધી ઓફર્સ 4 જુલાઈ થી Amazon , OnePlus India વેબસાઈટ , OnePlus Store App અને OnePlus Experience Stores પર ઉપલબ્ધ થશે . આના સિવાય પસંદગીના પ્રોડક્ટ્સને Flipkart , Blinkit , Myntra અને અન્ય રિટેલ પાર્ટનર્સ દ્રારા પણ ખરીદી શકાય છે .
જો તમે Nord સિરીઝના સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો OnePlus Nord CE 6 ને રૂપિયા 29,999 અને OnePlus Nord CE 6 Liteને રૂપિયા 22,999ની આકર્ષક કિંમતે ખરીદી શકો છો . Nord 6 પર રૂપિયા 3,000 જયારે Nord CE મોડેલ્સ પર રૂપિયા 2,000 સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે . Nord સિરીઝ પર 6 મહિના સુધીની NO Cost EMI નો ફાયદો તો ખરો જ .
ફ્લેગશિપ સ્માર્ટફોન્સની વાત કરીએ , તો OnePlus 13 ને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે રૂપિયા 49,999 માં ખરીદી શકાશે . OnePlus 13s પર રૂપિયા 3,000 સુધીનો ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે , જેનાથી આ ફોનની અસરકારક કિંમત રૂપિયા 46,999 રહેશે . બંને ફોન પર પસંદગીના બેંક કાર્ડથી ચુકવણી કરનારને 6 મહિના સુધીનો NO Cost EMI ઓપ્શન પણ મળશે .
નવી OnePlus 15 સિરીઝ માટે પણ કંપની આકર્ષક ઓફર લઈને આવી છે . બેંક ઓફર્સ પછી OnePlus 15 ની અસરકારક કિંમત રૂપિયા 81,999 થઈ જાય છે જયારે OnePlus 15R પર 3,000 રૂપિયાનો પ્રાઇસ કટ અને 3,000 રૂપિયા બેંક ડિસ્કાઉન્ટ મળશે . જેથી તેની અસરકારક કિંમત રૂપિયા 48,999 સુધી પહોંચી જશે .
ટેબ્લેટ ખરીદનારાઓ માટે પણ કેટલીક ઓફર્સ રાખવામાં આવી છે .OnePlus Pad 4 ની અસરકારક કિંમત રૂપિયા 55,999 રહેશે અને તેની સાથે OnePlus Stylo Pro મફતમાં મળશે . OnePlus Pad Liteને રૂપિયા 16,999 અને OnePlus Pad Go ને રૂપિયા 26,499 માં ખરીદી શકાશે .
OnePlus એ ઓડિયો પ્રોડક્ટ્સ પણ ઓફર્સમાં રાખ્યા છે . જેમાં OnePlus Nord Buds 4 ની અસરકારક કિંમત રૂપિયા 3,099 રહેશે . આના સિવાય OnePlus Bullets Wireless Z2 ANC ને રૂપિયા 1,899 , Nord Buds 3R ને રૂપિયા 1,599 , Nord Buds 4 Pro ને રૂપિયા 3,799 , OnePlus Buds 4 ને 5,599 અને OnePlus Buds Pro 3 ને રૂપિયા 9,999 માં ખરીદી શકાશે .
જાહેરાત
જાહેરાત
Vivo Pad 5c Launched With Snapdragon 8s Gen 3 Chipset, 10,000mAh Battery: Price, Specifications
Honor 600 Elite Listed on EMVCo Database Alongside Honor 600s and 600 Lite S Models, Could Launch Soon