ફોટો અને વિડીયો માટે તેમાં 8MP કેમેરો આપવામાં આવ્યો છે , જે Full HD વિડીયો અને 4K ફોટો કેપ્ચર સપોર્ટ કરે છે . કેમેરાને વોઇસ કમાન્ડ અથવા ગ્લાસીસ પરના બટનથી ચલાવી શકાય છે .
Photo Credit: Pebble
લોન્ચ ઓફરમાં તેને રૂપિયા 9,999માં ખરીદી શકાય છે
Pebbleએ ભારતમાં નવા SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે . કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટ ગ્લાસીસ AI , કેમેરા અને સ્માર્ટ કનેક્ટિવિટીની મદદથી યુઝર્સને હેન્ડ્સ ફ્રી અનુભવ આપશે . તેમાં 8MP કેમેરા , Full HD વિડીયો રેકોર્ડિંગ , 4K ફોટો કેપ્ચર , AI આસિસ્ટન્ટ , ઝડપી ભાષાંતર અને સ્માર્ટ ઇમેજ ઓળખ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
કંપનીની વેબસાઈટ પર SEEQ AI સ્માર્ટ ગ્લાસીસનું પ્રી - બુકીંગ શરૂ થઈ ગયું છે . તેની MRP રૂપિયા 12,999 છે , પરંતુ લોન્ચ ઓફરમાં તેને રૂપિયા 9,999માં ખરીદી શકાય છે . આ સ્માર્ટ ગ્લાસીસ ટાઇટન બ્લેક અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે . તેનું વેચાણ Flipkart , PebbleCart અને પસંદગીના ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ પર પણ થશે .
આ સ્માર્ટ ગ્લાસીસમાં બિલ્ટ - ઈન AI આસિસ્ટન્ટ આપવામાં આવ્યો છે , જેને Hey, Seeq કહીને શરૂ કરી શકાય છે . યુઝર્સ સામાન્ય સવાલો પૂછવાની સાથે કોઈ પણ વસ્તુ વિશે માહિતી મેળવી શકે છે . તેમાં સ્માર્ટ ઇમેજ ઓળખવાની સુવિધા છે . જે વસ્તુઓ , જાણીતા સ્થળો , સાઈનબોર્ડ અને અલગ -અલગ ભાષામાં લખાયેલા લેખને પણ ઓળખી શકે છે .
ફોટો અને વિડીયો માટે તેમાં 8MP કેમેરો આપવામાં આવ્યો છે , જે Full HD વિડીયો અને 4K ફોટો કેપ્ચર સપોર્ટ કરે છે . કેમેરાને વોઇસ કમાન્ડ અથવા ગ્લાસીસ પરના બટનથી ચલાવી શકાય છે . સાથે જ રેકોર્ડિંગ ચાલુ હોય ત્યારે લાઈટ ચાલુ થાય છે , જેથી આસપાસના લોકોને તેની જાણ રહે .
SEEQ AI સ્માર્ટ ગ્લાસીસમાં 75 ભારતીય અને વિદેશી ભાષાઓનું તાત્કાલિક ભાષાંતર કરવાની સુવિધા છે . આ ફીચર Seeq મોબાઈલ એપ સાથે કામ કરે છે અને વાતચીતનો તરત જ અનુવાદ બતાવે છે .
ઓડિયો માટે તેમાં OpenWaveX Open-Ear Audio ટેક્નોલોજી આપવામાં આવી છે . તેની મદદથી યુઝર્સ સોંગ્સ પણ સાંભળી શકે છે , કોલ્સ કરી શકે છે અને વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકે છે , સાથે જ આસપાસના અવાજ પણ સરળતાથી સાંભળી શકે છે . ફ્રેમ પર ટચ કરીને ગીત , કોલ અને વોલ્યુમ પણ કંટ્રોલ કરી શકાય છે .
આ સ્માર્ટ ગ્લાસીસનું વજન 50 ગ્રામથી ઓછું છે . તેમાં નંબરવાળા લેન્સ લગાવી શકાય છે અને જરૂર મુજબ લેન્સ બદલી પણ શકાય છે . કંપનીનું કહેવું છે કે તેમાં એવી સુરક્ષા વ્યવસ્થા પણ આપવામાં પણ આપવામાં આવી છે કે જે અજાણ્યા વ્યક્તિને ફોટા અને વીડિયોની ઍક્સેસ મેળવવાથી રોકે છે .
જાહેરાત
જાહેરાત
Honor X6e Launched With MediaTek Helio G81 Ultra SoC, 7,500mAh Battery: Price, Specifications