બેંકિંગ , ઓનલાઇન પેમેન્ટ , સરકારી સેવાઓ અને પોતાની વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે આજે એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે
Photo Credit: Unsplash
બેંકિંગ , ઓનલાઇન પેમેન્ટ , સરકારી સેવાઓ અને પોતાની વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે આજે એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે . પરંતુ આગળ ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટરના આવ્યા પછી આ સુરક્ષા કમજોર થઈ શકે છે . ઈઝરાઈલના સાયબર સુરક્ષા નિષ્ણાત અને તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર મેજર જનરલ આઇઝેક બેન - ઇઝરાયેલનું કહેવું છે કે આ મજબૂત ક્ષમતા ધરાવતું ક્વોન્ટમ કમ્પ્યુટર તૈયાર થયા બાદ મોટાભાગની એન્ક્રિપ્શન સિસ્ટમને સરળતાથી તોડી શકાશે . તેમના અનુસાર સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સૌથી મોટો બદલાવ સાબિત થઈ શકે છે .
તેમણે જેરુસલેમ પોસ્ટ પોડકાસ્ટમાં વાત કરતા જણાવ્યું છે કે હાલના પાસવર્ડ અને એન્ક્રિપ્શન અલ્ગોરિધમ્સ સામાન્ય કમ્પ્યુટર્સની શક્તિ સામે આ સુરક્ષા લાંબા સમય સુધી ટકી શકશે નહીં . જોકે આ મુશ્કેલીનો સામનો કરવા માટે નવી સુરક્ષા ટેક્નોલોજી પર પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે .
સામાન્ય કમ્પ્યુટર્સ 0 અને 1 પર આધારિત બાઈનરી સિસ્ટમથી કામ કરે છે . જયારે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ક્યુબિટ્સનો ઉપયોગ કરે છે , જેના કારણે તેઓ એક સાથે અનેક ગણના કરી શકે છે . નિષ્ણાતોના જણાવ્યા અનુસાર , જે કામ હાલના સુપરકમ્પ્યુટર્સને હજારો વર્ષમાં પૂર્ણ થાય , તે ક્વોન્ટમ કમ્પ્યુટર ખુબ ઓછા સમયમાં કરી શકે છે .
તેમણે આગળ જણાવતા કહ્યું છે કે ક્વોન્ટમ કમ્પ્યુટર સીધું કોઈ સિસ્ટમ હેક નહીં કરે, પરંતુ તે ડેટાને સુરક્ષિત રાખતા એન્ક્રિપ્શનને તોડી શકે છે . તેનાથી પાસવર્ડ અને સિક્યોરિટી કી શોધવી સરળ બની શકે છે . આ જ કારણ છે કે દુનિયાભરની સરકારો અને ટેક કંપનીઓ ' પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી ' પર ઝડપથી કામ કરી રહી છે .
પ્રોફેસર બેન -ઇઝરાયેલના જણાવ્યા પ્રમાણે , ક્વોન્ટમ હુમલાથી બચવા માટે એવા નવા એન્ક્રિપ્શન અલ્ગોરિધમ્સ વિકસાવવામાં આવી રહ્યા છે , જેને ક્વોન્ટમ કમ્પ્યુટર પણ સરળતાથી તોડી ન શકે . જોકે આ ટેક્નોલોજીને મોટા પાયે અમલમાં મૂકવામાં હજુ ઘણા વર્ષો લાગી શકે છે .
તેમણે ક્વોન્ટમ કોમ્યુનિકેશનને પણ ભવિષ્યનો મહત્વપૂર્ણ વિકલ્પ ગણાવ્યો છે . આ ટેક્નોલોજી દ્રારા ડેટાનું સુરક્ષિત ટ્રાન્સમિશન શક્ય બની શકે છે અને રસ્તામાં તેને અટકાવવું કે ચોરી કરવી ખુબ જ મુશ્કેલ રહેશે . તેમણે જણાવ્યું કે ચીન આ ક્ષેત્રમાં પહેલેથી જ સેટેલાઇટ દ્રારા પ્રયોગો કરી રહ્યું છે , જયારે તેલ અવીવ યુનિવર્સીટી પણ ક્વોન્ટમ કોમ્યુનિકેશન સંબંધિત ટેસ્ટ આગળ વધી રહી છે .
જાહેરાત
જાહેરાત
Honor X6e Launched With MediaTek Helio G81 Ultra SoC, 7,500mAh Battery: Price, Specifications