Realme Buds Air 8 Pro માં ડયુઅલ ડ્રાઈવર ઓડિયો અને 45ms ગેમિંગ સપોર્ટ

Realme Buds Air 8 Pro ગેમ મોડને સપોર્ટ કરે છે જે ઓછી લેટન્સી 45ms બ્લૂટૂથ કનેક્શન આપે છે

Realme Buds Air 8 Pro માં ડયુઅલ ડ્રાઈવર ઓડિયો અને 45ms ગેમિંગ સપોર્ટ

Photo Credit: Realme

Realme Buds Air 8 Pro માસ્ટર બ્લેક અને માસ્ટર વ્હાઈટ ફિનિશમાં

હાઇલાઇટ્સ
  • Realme Buds Air 8 ProTWS ઈયરબડ્સ લોન્ચ
  • ભારતમાં Realme Buds Air 8 Pro ની કિંમત રૂપિયા 6,999
  • કંપનીએ તેમાં છ - માઈક્રોફોન કોલિંગ સિસ્ટમ , બ્લૂટૂથ 6.1 કનેક્ટિવિટી
જાહેરાત

Realme એ ભારતમાં Realme 16T અને Realme Watch S5 સાથે નવા Realme Buds Air 8 ProTWS ઈયરબડ્સ લોન્ચ કર્યા છે . નવા ઈયરબડ્સ ડયુઅલ  - ડ્રાઈવર ઓડિયો સિસ્ટમ , LHDC 5.0 હાઈ - રિઝોલ્યુશન વાયરલેસ ઓડિયો સપોર્ટ અને એડેપ્ટિવ એક્ટિવ નોઈઝ કેન્સલેશન ( ANC ) જેવી સુવિધાઓ  સાથે આવે છે . કંપનીએ તેમાં છ - માઈક્રોફોન કોલિંગ સિસ્ટમ , બ્લૂટૂથ 6.1 કનેક્ટિવિટી અને લો - લેટન્સી ગેમિંગ મોડ પણ આવ્યો છે . આ ઉપરાંત  , Buds Air 8 Pro IP55 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ , વેર ડિટેક્શન , ફાસ્ટ ચાર્જિંગ અને કુલ 50 કલાક સુધીની બેટરી લાઈફ આપે છે .

Realme Buds Air 8 Pro ની ભારતમાં કિંમત :

ભારતમાં Realme Buds Air 8 Pro ની કિંમત રૂપિયા 6,999 રાખવામાં આવી છે . લોન્ચ ઓફરમાં ગ્રાહકોને 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે . ઈયરબડ્સ  માસ્ટર વ્હાઈટ અને માસ્ટર બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે . પહેલો સેલ 3 જૂને બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 5 જૂને રાત્રે 11:59 વાગ્યા  સુધી ચાલુ રહેશે . ગ્રાહકો તેને Flipkart , Amazon , Myntra , Realme.com અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે .

Realme Buds Air 8 Pro ફીચર્સ :

Realme Buds Air 8 Pro માં ડયુઅલ - ડ્રાઈવર ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે , જેમાં 11mm ડાયનેમિક બાસ ડ્રાઈવર અને 6mm માઈક્રો - પ્લાનર  ટવિટરનો સમાવેશ થાય છે . કંપની અનુસાર , ઈયરબડ્સ 20Hz થી 40kHz સુધીની ફ્રીક્વન્સી રિસ્પોન્સ રેન્જ સપોર્ટ કરે છે , જે લો , મિડ અને હાઈ ફ્રીક્વન્સી  પર વધુ સારી સાઉન્ડ ક્વોલિટી આપે છે . દરેક ઈયરબડમાં ત્રણ માઈક્રોફોન આપવામાં આવ્યા છે , જેથી કુલ છ - માઈક્રોફોન કોલિંગ સિસ્ટમ બને છે , જે કોલ દરમિયાન અવાજને  વધુ સ્પષ્ટ બનાવવામાં મદદ કરે છે .

ઈયરબડ્સમાં 55dB સુધીની નોઇઝ રિડક્શન ક્ષમતા સાથે એડેપ્ટિવ ANC સપોર્ટ મળે છે . સાથે જ ટ્રાન્સપરન્સી મોડ પણ આપવામાં આવ્યો છે , જે ઈયરબડ્સ કાઢ્યા  વગર આસપાસના અવાજો સાંભળવાની સુવિધા આપે છે . કોલ દરમિયાન વધુ સારી વોઈસ ક્લેરિટી માટે બોન - કન્ડક્શન ટેક્નોલોજી આધારિત વોઈસ   પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે . કંપનીનો દાવો છે કે AI આધારિત નોઈઝ કેન્સલેશન સિસ્ટમ 90dB સુધીનો અવાજ ઘટાડવામાં  સક્ષમ છે .

ગેમિંગ માટે  Buds Air 8 Pro માં 45ms સુધીની ઓછી લેટન્સી સાથે ગેમ મોડ આપવામાં આવ્યો છે . તેમાં બ્લૂટૂથ 6.1 , LHDC 5.0 કોડેક , ડયુઅલ - ડિવાઈસ  કનેક્ટિવિટી , વેર ડિટેક્શન , ગૂગલ ફાસ્ટ પેયર અને Realme સ્માર્ટફોન માટે કસ્ટમ પેરિંગ પોપ - અપ્સ જેવી સુવિધાઓ પણ મળે છે . ટચ કંટ્રોલ દ્રારા મીડિયા પ્લેબેક , કોલ મેનેજમેન્ટ , વોલ્યુમ કંટ્રોલ અને ANC તથા ટ્રાન્સપરન્સી મોડ વચ્ચે સ્વિચ કરી શકાય છે .

બેટરીની વાત કરીએ તો ઈયરબડ્સમાં 62mAh બેટરી આપવામાં આવી છે , જયારે ચાર્જિંગ કેસમાં 590mAh બેટરી છે . કંપની અનુસાર , ઈયરબડ્સ એક જ ચાર્જ પર 12 કલાક  સુધીનું પ્લેબેક આપે છે અને ચાર્જિંગ કેસ સાથે કુલ 50 કલાક સુધી ઉપયોગી કરી શકાય છે . USB Type - C ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે માત્ર  10 મિનિટના ચાર્જમાં 11 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક મળવાનો દાવો કરવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ
  2. Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ
  3. Realme Buds Air 8 Pro માં ડયુઅલ ડ્રાઈવર ઓડિયો અને 45ms ગેમિંગ સપોર્ટ
  4. 50MP કેમેરા અને 16GB RAM સાથે આવશે Motorola Edge 70 Pro+
  5. JioHotstar પર જુલાઈએ આવશે ક્રાઈમ - કોમેડી સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો ' 
  6. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  7. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  8. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  9. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  10. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »