Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ

Realme Watch S5 ભારતમાં 1.97 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ

Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ

Photo Credit: Realme

Realme Watch S5 માં 5ATM વોટર રેઝિસ્ટન્સ

હાઇલાઇટ્સ
  • Realme Watch S5 સ્માર્ટવોચ ગોળાકાર 1.97 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે
  • કિંમત ભારતમાં રૂપિયા 7,999 રાખવામાં આવી
  • Realme Watch S5 રોક ગ્રે અને સેન્ડ વ્હાઇટ એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ
જાહેરાત

શુક્રવારે ભારતમાં Realme 16T સાથે Realme Watch S5  સ્માર્ટવોચ ગોળાકાર 1.97 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે , જે 1500 nits બ્રાઇટનેસ , 60Hz રિફ્રેશ રેટ  અને Always - On Display સપોર્ટ આપે છે . કંપનીનો દાવો છે કે આ વોચ એક જ ચાર્જમાં 20 દિવસ સુધીની બેટરી લાઈફ પ્રદાન કરે છે . Realme Watch S5  માં 5ATM વોટર રેઝિસ્ટન્સ  છે. Realme Watch S5 ની કિંમત ભારતમાં રૂપિયા 7,999 રાખવામાં આવી છે . હેલ્થ ફીચર્સમાં Sp02 મોનિટરિંગ , હાર્ટ રેટ ટ્રેકિંગ , સ્લીપ ટ્રેકિંગ , સ્ટ્રેસ અને નોઈઝ મોનિટરિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .  

Realme Watch S5 ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા :

Realme Watch S5  રોક ગ્રે અને સેન્ડ વ્હાઇટ એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . તેની કિંમત ભારતમાં રૂપિયા 7,999 રાખવામાં આવી છે અને તેનું વેચાણ  5 જૂનથી બપોરે 12 વાગ્યે શરૂ થશે . 

Realme Watch S5 ફીચર્સ :

આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ કોલિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે , જેથી યુઝર્સ સીધા કોલ કરી અને રિસીવ કરી શકે છે . આ ઉપરાંત તેમાં 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો  સમાવેશ થાય છે , જેમાં દોડવું , સાયકલિંગ , યોગા અને બેડમિન્ટન જેવી પ્રવૃતિઓ સામેલ છે .

હેલ્થ ફીચર્સ :

હેલ્થ ફીચર્સની વાત કરીએ તો , તેમાં Sp02 મોનિટરિંગ , હાર્ટ રેટ ટ્રેકિંગ , સ્લીપ ટ્રેકિંગ , સ્ટ્રેસ અને નોઈઝ મોનિટરિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .  મહિલાઓ માટે  તેમાં મેનસ્ટ્રુઅલ સાયકલ ટ્રેકિંગ પણ ઉપલબ્ધ છે .

નેવિગેશન :

નેવિગેશન માટે Realme Watch S5 માં 5 સિસ્ટમ GNSS સાથે GPS સપોર્ટ આપવામાં આવ્યો છે . સાથે જ 5ATM વોટર રેઝિસ્ટન્સ હોવાથી ભીના હાથથી પણ  ટચ ઇનપુટ કામ કરે છે . દોડવીરો માટે તેમાં પેસિંગ મેટ્રોનોમ , ટ્રેનિંગ કોર્સ અને એરોબિક મેટ્રિક્સ જેવી સુવિધાઓ પણ સામેલ છે .

 આ સ્માર્ટવોચની જાડાઈ 11.8mm છે અને તેનું વજન માત્ર 32 ગ્રામ છે , જે તેને  હલકી અને રોજિંદા ઉપયોગ માટે  અનુકૂળ બનાવે છે . Realme એ ભારતમાં નવી Watch S5 માં 1.97 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે 20 દિવસ સુધીની બેટરી લાઈફ , બ્લૂટૂથ કોલિંગ , 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ
  2. Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ
  3. Realme Buds Air 8 Pro માં ડયુઅલ ડ્રાઈવર ઓડિયો અને 45ms ગેમિંગ સપોર્ટ
  4. 50MP કેમેરા અને 16GB RAM સાથે આવશે Motorola Edge 70 Pro+
  5. JioHotstar પર જુલાઈએ આવશે ક્રાઈમ - કોમેડી સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો ' 
  6. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  7. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  8. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  9. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  10. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »