Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .

સેમસંગના સ્માર્ટ ચશ્મા Android  XR પ્લેટફોર્મ પર ચાલી શકે છે .

Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .

Photo Credit: Gadgets 360

સેમસંગના ચશ્મા મેટાના ઓફરિંગ સાથે સ્પર્ધા કરી શકે છે . 

હાઇલાઇટ્સ
  • આ ડિવાઈસનું કોડનેમ " Jinju "
  • Wi - Fi અને Bluetooth 5.3 જેવી કનેક્ટિવિટી
  • ગ્લાસીસમાં Gemini AI સાથે ડીપ ઇન્ટિગ્રેશન મળશે
જાહેરાત

Samsung આ વર્ષના અંત સુધીમાં તેની પહેલી એક્સટેન્ડેડ રિયાલિટી (XR ) સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કરવાની તૈયારીમાં છે . કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવર જાહેરાત કરી નથી , પરંતુ લીક્સમાં આ પ્રોડક્ટ વિશે ઘણી માહિતી સામે આવી છે . કહેવાય છે કે આ સ્માર્ટ ગ્લાસીસની ડિઝાઈન Ray - Ban  Meta  Smart  Glasses  જેવા હાલના ઉપકરણોથી પ્રેરિત હોઈ શકે છે . આ લોન્ચ સાથે કંપની તેના Android XR ઈકોસિસ્ટમને વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં  છે . રિપોર્ટ મુજબ , આ ડિવાઈસનું કોડનેમ " Jinju " છે અને તે હળવા વજન તથા દૈનિક ઉપયોગ માટે યોગ્ય ડિઝાઈન સાથે આવશે . ભારે હેડસેટની જગ્યાએ , કંપની  વધુ કમ્ફર્ટેબલ અને કેઝ્યુઅલ વેરેબલ બનાવવા પર ધ્યાન આપી રહી છે .

શરૂઆતના વર્ઝનમાં બિલ્ટ ઈન ડિસ્પ્લે નહીં હોય તેવી શક્યતા છે . જોકે , કંપની " Haean " કોડનેમવાળો એક એડવાન્સ મોડેલ પણ બનાવી રહી છે , જેમાં માઈક્રો LED  ડિસ્પ્લે હોઈ શકે છે અને તે 2027માં લોન્ચ થઈ શકે છે .

આ સ્માર્ટ ગ્લાસીસ Android XR પ્લેટફોર્મ પર ચાલશે , જે Google સાથે મળીને ડેવલપ કરવામાં આવી રહ્યું છે . આ જ પ્લેટફોર્મ પર કંપનીનું XR હેડસેટ પણ કામ કરે છે .

લીક થયેલી માહિતી મુજબ , આ ગ્લાસીસમાં Qealcomm Snapdragon AR1 ચિપસેટ આપવામાં આવશે , જે 155mAh બેટરી સાથે આવશે . ડિવાઈસનું વજન  અંદાજે 50 ગ્રામ હોઈ શકે છે . કેમેરા માટે 12MP Sony IMX681 સેન્સર આપવામાં આવી શકે છે , જયારે Wi - Fi અને Bluetooth 5.3 જેવી કનેક્ટિવિટી  મળશે .

ઑડિયો માટે તેમાં ડાયરેક્શનલ સ્પીકર્સ હોઈ શકે છે અને કંપની બોન - કન્ડક્શન ટેક્નોલોજી પર પણ કામ કરી રહી છે . આ ઉપરાંત  , ફોટોક્રોમિક લેન્સ આપવામાં  આવી શકે છે , જે લાઈટ પ્રમાણે એડજસ્ટ થાય છે .

આ ગ્લાસીસમાં Gemini AI સાથે ડીપ ઇન્ટિગ્રેશન મળશે . તેની મદદથી યુઝર્સ રિયલ ટાઈમમાં ટેક્સ્ટ ટ્રાન્સલેશન , નેવિગેશન , હવામાન અપડેટ્સ અને અન્ય  માહિતી મેળવી શકશે .

હવે વાત કરીએ કિંમતની ,  તો  નોન ડિસ્પ્લે મોડેલની કિંમત લગભગ $379 થી $499 ( રૂપિયા 36,000 થી રૂપિયા 47,000 ) વચ્ચે હોઈ શકે છે . જયારે ડિસ્પ્લે  વેરિઅન્ટ વધુ મોંઘુ હોઈ શકે છે  . જોકે આ બધી માહિતી હજી ઓફિશિયલ નથી અને લોન્ચ પહેલા બદલાઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 
  2. JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 
  3. Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .
  4. Snapgragon 8s Gen 4 સાથે Lenovo Idea Tab Pro Gen 2 આવ્યો , રૂપિયા 39,999થી શરૂઆત 
  5. Realme 16 સિરીઝમાં નવો ઉમેરો : Realme 16 x 5G લોન્ચ નજીક 
  6. YouTubeમાં નવી સર્ચ સુવિધા : વિડીયો સાથે ટેક્સ્ટમાં વિગતવાર માહિતી મળશે 
  7. પ્રીમિયમ ફીચર્સ સાથે આયો  OnePlus Pad 4 , 144Hz સ્ક્રીન અને 13,380mAh બેટરી સાથે 
  8. YouTube નો  Picture- in - Picture મોડ હવે નોન - પ્રીમિયમ યુઝર્સ માટે પણ આવશે 
  9. મેમરી ચિપ્સની અછતથી સ્માર્ટફોન કંપનીઓએ વધાર્યા ભાવ 
  10. AI પ્લેટફોર્મમાં Adsનો ટ્રેન્ડ વધ્યો : Google અને OpenAI વચ્ચે સ્પર્ધા તેજ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »